શોધખોળ કરો

Gujarat Election : કયા દિગ્ગજ નેતાની કોંગ્રેસમાંથી ટિકિટ પાક્કી? જુઓ કોંગ્રેસની સંભવિત યાદી

સૌરાષ્ટ્રની બેઠકોના સંભવિત ઉમેદવારોની યાદી સૌપહેલા abp અસ્મિતા પર છે. આ યાદીમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયાનું નામ પોરબંદરથી ફાઇનલ માનવામાં આવી રહ્યું છે. 

અમદાવાદઃ મિશન 2022ના કોંગ્રેસના સંભવિત ઉમેદવારની યાદી abp અસ્મિતા પર આવી છે. સ્ક્રીનીંગ કમિટીની બેઠકમાં જે નામ અંગે થશે ચર્ચા થઈ તે નામ  abp અસ્મિતા પાસે આવ્યો છે. સૌરાષ્ટ્રની બેઠકોના સંભવિત ઉમેદવારોની યાદી સૌપહેલા abp અસ્મિતા પર છે. આ યાદીમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયાનું નામ પોરબંદરથી ફાઇનલ માનવામાં આવી રહ્યું છે. 

પોરબંદરની બેઠક પર સર્વસંમતિથી અર્જુન મોઢવાડિયાનું નામ નક્કી થઈ ગયું છે. તેમને ટિકિટ આપવાનું નક્કી છે. આવતી કાલે આ સંભવિત યાદી પર સ્ક્રીનિંગ કમિટીમાં નક્કી કરવામાં આવશે. જોકે, આ ઉમેદવારો નક્કી નથી થયા. સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી નથી. નીચે આપેલા નામ પેનલના છે. 

માણાવદર
અરવિંદ લાડાણી 
હરિભાઈ પટેલ 

અબડાસા
રામદેવસિંહ જાડેજા
મોહમ્મદ જત
રાજેશ આહીર 

ભુજ 
અર્જુન ભૂડીયા 
રાજેન્દ્રસિંહ જાડેજા 

જામનગર સિટી 
રચના નાંદાણીયા
કરણદેવસિંહ જાડેજા 

ભાવનગર વેસ્ટ
બળદેવ સોલંકી
રાજુ સોલંકી
કે કે ગોહિલ 

ભાવનગર ઇસ્ટ
નીતા રાઠોડ 
જીતુ ઉપાધ્યાય 

પાલીતાણા 
પ્રવીણ રાઠોડ 

મહુવા
કનુભાઈ કળસરિયા 
રાજ મહેતા 

પોરબંદર 
અર્જુન મોઢવાડિયા 

Modi In Gujarat : આવતી કાલે મોદી રેસકોર્સમાં વિશાળ જનસભાને સંબોધશે, યોજાશે ભવ્ય રોડ શો

Modi In Gujarat : આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે. રાજકોટના રેસકોર્સમાં  વડાપ્રધાન મોદી વિશાળ જનસભાને સંબોધન કરશે . એરપોર્ટ થી રેસકોર્સ સુધી ભવ્ય રોડ શો યોજાશે. અંદાજીત પાંચ હજાર કરોડના કામોના લોકાર્પણ કરશે. સૌરાષ્ટ્ર ભરમાંથી અંદાજીત દોઢ લાખ લોકો હાજર રહેશે.

રાજ્ય સરકારના મંત્રીઓ,ધારાસભ્યો,સાંસદો,સંગઠનનાહોદેદારો હાજર રહેશે. સૌરાષ્ટ્રમાં સતત આમ આદમી પાર્ટીના નેતાઓના પ્રચાર બાદ પ્રધાનમંત્રી રાજકોટમાં. પ્રધાનમંત્રી એક અઠવાડિયામાં બીજીવાર રાજકોટમાં. આ પહેલા જામકંડોરણા વિશાળ સભાને સંબોધન કર્યું હતુ. રેસકોર્સ ગ્રાંઉડમાં વિશાળ પાંચ ડોમ બનાવામાં આવ્યા.

Gujarat Assembly Election 2022: ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. દરમિયાન હવે ગુજરાતના એક હજારથી વધુ કોર્પોરેટ હાઉસે ચૂંટણી પંચ સાથે કરાર કર્યા છે. આ કરાર અનુસાર, કોર્પોરેટ હાઉસ તેમના કર્મચારીઓ ચૂંટણીમાં તેમના મતનો ઉપયોગ કરે છે કે નહીં તેની દેખરેખ રાખશે. આ સાથે જે કર્મચારીઓએ વોટ નથી કર્યો તેમના નામ કંપનીની વેબસાઈટ અને નોટીસ બોર્ડ પર લખવામાં આવશે.

ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી (CEC) પી ભારતીએ ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે, “અમે 233 એમઓયુ (મેમોરેન્ડમ ઑફ અન્ડરસ્ટેન્ડિંગ) પર હસ્તાક્ષર કર્યા છે જે અમને ચૂંટણી પંચની માર્ગદર્શિકાના અમલમાં મદદ કરશે. ગુજરાતમાં પ્રથમ વખત અમારી પાસે 1,017 ઔદ્યોગિક એકમો ચૂંટણીમાં દેખરેખ રાખશે.

કંપનીઓમાં નોડલ અધિકારીઓની નિમણૂક

ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, ચૂંટણી પંચે જૂનમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના વિભાગો, જાહેર ક્ષેત્રના એકમો અને 500 થી વધુ કર્મચારીઓ ધરાવતી કોર્પોરેટ સંસ્થાઓને મતદાન કરનાર કર્મચારીઓની ઓળખ કરવા માટે નોડલ અધિકારીઓની નિમણૂક કરવા જણાવ્યું હતું. જે લોકો મતદાનના દિવસે રજા લેતા હતા પરંતુ મતદાન કરતા નહોતા તેમના પર નજર રાખવા આમ કરવા કહ્યું હતું.

'વેબસાઈટ અને નોટિસ બોર્ડ પર લખાશે નામ

પી ભારતીએ જણાવ્યું હતું કે, “અમારી પહોંચ વિસ્તારવા માટે, અમે ગુજરાતમાં 100 કે તેથી વધુ લોકોને રોજગારી આપતા ઉદ્યોગો પર દેખરેખ રાખવાનું નક્કી કર્યું છે. આ એકમોમાં નોડલ ઓફિસર તરીકે માનવ સંસાધન અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. જેઓ મતદાન નથી કરતા તેમની યાદી તૈયાર કરીશું. આ સાથે , તેઓ તેમની વેબસાઇટ અને નોટિસ બોર્ડ પર આ લોકોના નામ પણ લખશે. એ જ રીતે જે લોકો મતદાન નહીં કરે તેમના પર નજર રાખવામાં આવશે, એમ તેમણે જણાવ્યું હતું.

મુખ્ય ચૂંટણી કમિશનરે શું કહ્યું?

આ નીતિ અંગે મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે જણાવ્યું હતું કે, “2019ની સામાન્ય ચૂંટણી દરમિયાન સૌથી ઓછી મતદાનની ટકાવારી ધરાવતા સાત જિલ્લાઓમાંથી ચાર મેટ્રોપોલિટન શહેરો હતા. શહેરી વિસ્તારોમાં મતદાનની ટકાવારી સામાન્ય રીતે ઓછી છે, જેના કારણે એકંદરે મતદાનની ટકાવારી ઘટી છે. સાંપ્રત મુદ્દાઓની ચર્ચા માત્ર સોશિયલ મીડિયા પૂરતી સીમિત ન હોવી જોઈએ, પરંતુ મતદાન દ્વારા અભિવ્યક્તિ શોધવાની પણ જરૂર છે. તેથી જ અમે ગ્રામીણ વિસ્તારો, મહિલાઓ અને યુવાનોને મતદાન કરવા વિનંતી કરી રહ્યા છીએ."

ગુજરાતની તેની તાજેતરની મુલાકાત દરમિયાન, સીઈસીએ કહ્યું હતું કે કમિશન ફરજિયાત મતદાનનો અમલ કરી શકતું નથી, પરંતુ તે મોટા ઉદ્યોગોમાં કામદારોને ઓળખવા માંગે છે જે રજા હોવા છતાં મતદાન કરતા નથી. શું તે ફરજિયાત મતદાન તરફનું પગલું છે કે કેમ તે અંગે પૂછવામાં આવતા તેમણે કહ્યું હતું કે, "મતદાન ફરજિયાત ન હોવાથી, મતદાન ન કરનારાઓને ઓળખવાનો પ્રયાસ છે." જો કે, પી ભારતીએ એમ પણ કહ્યું હતું કે કેટલાક ઉદ્યોગોમાં, મેનેજમેન્ટ પોતે કામદારોને મતદાન કરવાની મંજૂરી આપવા માટે રજા આપવા માટે વલણ ધરાવતું નથી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

હત્યાનો પ્રયાસ, ગુનાહિત કૃત્ય... રાહુલ ગાંધી વિરૂદ્ધ બીજેપીએ આ 6 કલમો હેઠળ નોંધાવ્યો કેસ
હત્યાનો પ્રયાસ, ગુનાહિત કૃત્ય... રાહુલ ગાંધી વિરૂદ્ધ બીજેપીએ આ 6 કલમો હેઠળ નોંધાવ્યો કેસ
સ્માર્ટ મીટર પ્રી પેઈડ ગ્રાહકો માટે સરકારે જાહેર કરી રીબેટ યોજના, જાણો શું થશે લાભ
સ્માર્ટ મીટર પ્રી પેઈડ ગ્રાહકો માટે સરકારે જાહેર કરી રીબેટ યોજના, જાણો શું થશે લાભ
Rahul Gandhi: ધક્કાકાંડ મામલે આવ્યો નવો વળાંક!  BJPના મહિલા સાંસદે રાહુલ ગાંધી પર લગાવ્યો ગંભીર આરોપ
Rahul Gandhi: ધક્કાકાંડ મામલે આવ્યો નવો વળાંક! BJPના મહિલા સાંસદે રાહુલ ગાંધી પર લગાવ્યો ગંભીર આરોપ
નાણાકીય વ્યવસ્થાપનમાં ગુજરાત અગ્રેસરઃ રાજ્યનું જાહેર દેવું GSDPના ૨૩.૮૬ ટકાથી ઘટીને 15.34 ટકા થયું
નાણાકીય વ્યવસ્થાપનમાં ગુજરાત અગ્રેસરઃ રાજ્યનું જાહેર દેવું GSDPના ૨૩.૮૬ ટકાથી ઘટીને 15.34 ટકા થયું
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kutch:કચ્છમાં શિક્ષકોની અછત, શિક્ષકોને નથી ગમતું કચ્છમાં નોકરી કરવું?| Abp AsmitaParliament News :‘રાહુલ ગાંધીએ મને ધક્કો માર્યો..’ ભાજપ MPનું ફુટ્યું માથું; LIVE UpdatesSharemarket: ભારતીય શેર માર્કેટમાં મોટો કડાકો, ડોલર સામે રૂપિયો સૌથી નીચલા સ્તરે | Business NewsGold Rate News:એક જ દિવસમાં સોનાના ભાવમાં પ્રતિ ગ્રામ થયો 300 રૂપિયાનો ઘટાડો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હત્યાનો પ્રયાસ, ગુનાહિત કૃત્ય... રાહુલ ગાંધી વિરૂદ્ધ બીજેપીએ આ 6 કલમો હેઠળ નોંધાવ્યો કેસ
હત્યાનો પ્રયાસ, ગુનાહિત કૃત્ય... રાહુલ ગાંધી વિરૂદ્ધ બીજેપીએ આ 6 કલમો હેઠળ નોંધાવ્યો કેસ
સ્માર્ટ મીટર પ્રી પેઈડ ગ્રાહકો માટે સરકારે જાહેર કરી રીબેટ યોજના, જાણો શું થશે લાભ
સ્માર્ટ મીટર પ્રી પેઈડ ગ્રાહકો માટે સરકારે જાહેર કરી રીબેટ યોજના, જાણો શું થશે લાભ
Rahul Gandhi: ધક્કાકાંડ મામલે આવ્યો નવો વળાંક!  BJPના મહિલા સાંસદે રાહુલ ગાંધી પર લગાવ્યો ગંભીર આરોપ
Rahul Gandhi: ધક્કાકાંડ મામલે આવ્યો નવો વળાંક! BJPના મહિલા સાંસદે રાહુલ ગાંધી પર લગાવ્યો ગંભીર આરોપ
નાણાકીય વ્યવસ્થાપનમાં ગુજરાત અગ્રેસરઃ રાજ્યનું જાહેર દેવું GSDPના ૨૩.૮૬ ટકાથી ઘટીને 15.34 ટકા થયું
નાણાકીય વ્યવસ્થાપનમાં ગુજરાત અગ્રેસરઃ રાજ્યનું જાહેર દેવું GSDPના ૨૩.૮૬ ટકાથી ઘટીને 15.34 ટકા થયું
ICC Champions Trophy 2025: આખરે ચેમ્પિયન્સ ટ્રોફીનું કોકડું ઉકેલાયું, આ જગ્યાએ રમાશે આઈસીસી ટૂર્નામેન્ટ
ICC Champions Trophy 2025: આખરે ચેમ્પિયન્સ ટ્રોફીનું કોકડું ઉકેલાયું, આ જગ્યાએ રમાશે આઈસીસી ટૂર્નામેન્ટ
EPFO Deadline Extended: EPFOએ આ કામ માટે સમયમર્યાદા વધારી, PF ખાતાધારકોને થશે ફાયદો
EPFOએ આ કામ માટે સમયમર્યાદા વધારી, PF ખાતાધારકોને થશે ફાયદો
Myths Vs Facts: શું હાર્ટ એટેકના મોટાભાગના હુમલામાં આ રોગ આનુવંશિક હોય છે? જાણો સત્ય
Myths Vs Facts: શું હાર્ટ એટેકના મોટાભાગના હુમલામાં આ રોગ આનુવંશિક હોય છે? જાણો સત્ય
શું યોગી સરકાર અયોધ્યામાં મસ્જિદ માટે ફાળવેલી જમીન પાછી લઈ લેશે? આ કારણે માંગ કરવામાં આવી રહી છે
શું યોગી સરકાર અયોધ્યામાં મસ્જિદ માટે ફાળવેલી જમીન પાછી લઈ લેશે? આ કારણે માંગ કરવામાં આવી રહી છે
Embed widget