Gujarat Election : 'કોણ છે ત્રીજું દળ, આપ પાર્ટીથી કંઈ થવાનું નથી, આપના ઉમેદવારોની ચૂંટણીમાં જમાનત જપ્ત થઇ છે અને ફરી થશે'
કેન્દ્રીય મંત્રી અજય ભટ્ટનું મોડાસામાં મહત્વનું નિવેદન સામે આવ્યું છે. તેમણે ગુજરાતમાં આપ પાર્ટીના મુદ્દે જવાબ આપ્યો હતો. આપ પાર્ટીથી કંઈ થવાનું નથી. કોણ છે ત્રીજું દળ, એમ કહી આપનો છેદ ઉડાવી દીધો.
અરવલ્લીઃ કેન્દ્રીય મંત્રી અજય ભટ્ટનું મોડાસામાં મહત્વનું નિવેદન સામે આવ્યું છે. તેમણે ગુજરાતમાં આપ પાર્ટીના મુદ્દે જવાબ આપ્યો હતો. આપ પાર્ટીથી કંઈ થવાનું નથી. કોણ છે ત્રીજું દળ, એમ કહી આપનો છેદ ઉડાવી દીધો . ભાજપના શાસન પર લોકોનો ભરોસો અતૂટ છે. ભાજપના કાર્યકર્તા,નીતિ અને નેતા પર લોકોનો ભરોસો. આપના ઉત્તરાખંડના પ્રદેશ અધ્યક્ષ પણ ભાજપમાં જોડાઈ ચુક્યા છે. આપના ઉમેદવારોની ચૂંટણીમાં જમાનત જપ્ત થઇ છે અને ફરી થશે.
Vande Bharat Train Accident : આગામી સમયમાં અકસ્માત ન થાય તેનું રખાશે ધ્યાનઃ કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ
અમદાવાદઃ કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે મોટી જાહેરાત કરી છે. ગુજરાતમાં બનાવાશે 5g લેબ. યુનિવર્સિટી ખાતે 5g લેબ બનાવાશે. હાલ યુનિવર્સીટીમાં 450 સ્ટાર્ટપ છે જે 1000 પર પહોંચતા લેબ બનાવાશે. યુનિવર્સિટી દ્વારા રજુઆત કરાતા 24 કલાકમાં લેબ માટે મંજૂરી મળી શકે છે. તો વંદે ભારત સાથેની ઘટના પર બોલ્યા કેન્દ્રીય રેલમંત્રી. ટ્રેનની ડિઝાઇન મજબૂત બનાવાઈ છે. અકસ્માતમાં કઈ નુકસાન ન થાય તે પ્રકારની ડિઝાઇન બનાવાઇ. મુંબઈ પહોંચીને ટ્રેન રીપેર કરાઈ. આગામી સમયમાં અકસ્માત ન થાય તેનું રખાશે ધ્યાન.
બુલેટ ટ્રેનને લઈ કેન્દ્રીય રેલ મંત્રીની જાહેરાત. 2026 માં પહેલી બુલેટ ટ્રેન દોડાવાનો ટાર્ગેટ. 92 જેટલા પિલર તૈયાર કરી દેવાયા. વડોદરા. આનંદ. નવસારી તરફ પિલર ઉભા કરાયા, તો અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશનના નવીનીકરણને કેબિમેટમાં પીએમએ 12 દિવસ પહેલા આપી મંજૂરી. ટેન્ડર પ્રક્રિયા શરૂ કરી દેવાઈ જે 2 કે 3 દિવસમાં એપૃવ થઈ શકે છે. ભારતમાં 200 જેટલા સ્ટેશન વિવિધ ડિઝાઇન સાથે નવા બનાવાશે.
નવી દિલ્લીઃ કેજરીવાલ સરકારમાં સમાજ કલ્યાણ મંત્રી રાજેનદ્ર પાલ ગૌતમનો એક વીડિયો વાયરલ થતાં ખળભળાટ મચી ગયો છે. વાયરલ વીડિયોમાં મંત્રી દેવી-દેવતાઓને નહીં માનવાના શપથ લેવડાવતા દેખાઈ રહ્યા છે. મોટા સમાચાર એ છે કે, કેજરીવાલ પોતાના મંત્રીથી નારાજ છે. મંત્રીના વાયરલ વીડિયોને લઈને હવે આમ આદમી પાર્ટી ભાજપના નિશાને છે. ભાજપે મંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમને મંત્રી પદેથી હટાવવાની માંગ કરી છે.
કેજરીવાલનાં મત્રી રાજેન્દ્રપાલ ગૌતમ જે એક કાર્યક્રમની અંદર હાજરી આપી. કાર્યક્રમની અંદર શપત લેવડાવામાં આવે છે હું ભગવાન કૃષ્ણ માનીશ નહી. ભગવાન વિષ્ણુને માનીશ નહી. ભગવાન રામ , ભગવાન શંકરને પણ માનીશ નહીં. ભગવાન માનવાનો ઈનકાર કરવાનો શપથ લેવડાવમાં આવ્યા અને ધર્માંતરણ પણ કરવામાં આવ્યુ. જોકે, એબીપી અસ્મિતા આ વાયરલ વીડિયોની પુષ્ટી કરતું નથી.
ભાજપના નેતા યજ્ઞેશ દવેએ આ મુદ્દે કહ્યું કે, તમારા મંત્રી એક તરફ હિન્દુ ધર્માંતરણ કરાવતા હોય અને ગુજરાત આવી તમે મંદિરે મંદિરે ફરો. તમારા ગુજરાતના પ્રમુખ સત્યનારાયણ ભગવાનને ગાળો આપી ચુક્યા છે. આજે મંદિરે મંદિરે ફરેલા ગોપાલ ઈટીલીયાને પણ મારે કહેવું છે. તમારા દિલ્લી સરકારના મંત્રી ધર્માંતરણને આજે ઉત્તેજન આપે છે. ગુજરાતની અંદર ખોટા હિન્દુ હોવાના નાટક કરી રહ્યા છો. ગુજરાતની જનતા સારી રીતે ઓળખે છે ભારતની જનતા સારી રીતે ઓળખે છે. તમે હિન્દુ ધર્મનું નિકંદન કરવા નિકળયા છો એ સ્પષ્ટ દેખાય છે.