શોધખોળ કરો

Gujarat Elections: PM નરેન્દ્ર મોદી દિવાળી પછી આ દિવસે કરશે ગુજરાત મુલાકાત, કેવડિયા અને થરાદમાં હશે કાર્યક્રમ

આવનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સતત ગુજરાતના પ્રવાસ કરી રહ્યા છે. આજે પણ પીએમ મોદીએ નર્મદા અને તાપી જિલ્લામાં વિવિધ કાર્યક્રમમાં હાજરી આપી હતી.

PM Modi Gujarat Visit: આવનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સતત ગુજરાતના પ્રવાસ કરી રહ્યા છે. આજે પણ પીએમ મોદીએ નર્મદા અને તાપી જિલ્લામાં વિવિધ કાર્યક્રમમાં હાજરી આપી હતી. ત્યારે ફરી 31 ઓક્ટોમ્બરના રોજ પીએમ મોદી ગુજરાતના પ્રવાસે આવશે. પીએમ મોદીનો આ ટૂંકો પ્રવાસ હશે જ્યાં તેઓ કેવડિયા અને બનાસકાંઠાના થરાદ ખાતે કાર્યક્રમમાં હાજરી આપશે. 

31મી ઓક્ટોબરે એક દિવસના ટૂંકા પ્રવાસે આવશે પ્રધાનમંત્રીઃ

પીએમ નરેન્દ્ર મોદી દિવાળી પછી 31 મી ઓક્ટોબરના રોજ એક દિવસના ટૂંકા પ્રવાસે ગુજરાત આવશે. આ દિવસે પીએમ મોદી સવારે નર્મદાના કેવડિયા ખાતે એકતા પરેડમાં હાજરી આપશે. 31 ઓક્ટોબરને સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસ રુપે ઉજવવામાં આવે છે. આ નિમિત્તે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આ ખાસ કાર્યક્રમમાં પીએમ નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહેશે. કેવડિયાના કાર્યક્રમ બાદ પ્રધાનમંત્રી મોદી બનાસકાંઠાના થરાદમાં સિંચાય વિભાગના એક કાર્યક્રમમાં પણ ઉપસ્થિત રહેશે. મહત્વનું છે કે, પીએમ મોદી દિવળી પછી આ એક દિવસના પ્રવાસે ગુજરાત આવી રહ્યા છે.

કેવડિયા કોલોનીમાં PM મોદીએ મિશન લાઈફ લોન્ચ કર્યું, સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ સાથે કરી દ્વિપક્ષીય બેઠક

નર્મદાઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસના બીજા દિવસે ગુરુવારે કેવડિયા કોલોની પહોંચ્યા હતા. વડાપ્રધાન મોદીએ મિશન લાઇફનો પ્રારંભ કરાવ્યો હતો. તેમણે કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી સંકુલ ખાતે યુએનના મહાસચિવ એન્ટોનિયો ગુટરેસ (António Guterres) સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન બંને વચ્ચે દ્વિપક્ષીય વાતચીત પણ થઈ હતી.

લોકોને સંબોધિત કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે પર્યાવરણને અનુકુળ જીવનશૈલી અપનાવો. સરકાર અને આંતરરાષ્ટ્રી સંસ્થાઓની જવાબદારી મોટી છે. આજે આપણા ગ્લેશિયલ પીગળી રહ્યા છે. આજે આપણા સમુદ્રનું જળસ્તર વધી રહ્યું છે.

વડાપ્રધાને કહ્યું કે પર્યાવરણ અનુકુળ જીવન એ જ મિશન લાઇફનો મંત્ર છે. જીવન શૈલી બદલીને પર્યાવરણનું રક્ષણ કરી શકાય છે. ધરતીની સુરક્ષા કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. ભારતમાં હજારો વર્ષોથી પ્રકૃતિની પૂજા કરવાની પરંપરા છે. ક્લાયમેન્ટ ચેન્જ જેવી વૈશ્વિક આપદા સામે લડવામાં ભારત સૌથી આગળ છે. એસીનુ તાપમાન બહુ ઓછુ ન રાખવું જોઇએ. 160 કરોડથી વધુ એલઇડી બલ્બ બનાવાયા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો
IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો
Watch: રવિ અશ્વિને ઝડપ્યો ડેરિલ મિચેલનો અદભુત કેચ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ
Watch: રવિ અશ્વિને ઝડપ્યો ડેરિલ મિચેલનો અદભુત કેચ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

J&K Encounter : જમ્મુ-કશ્મીરમાં  સેનાનું ઓપરેશન ઓલ આઉટ, 4 આતંકી ઠારSpain floods : સ્પેનમાં જળપ્રલયમાં અત્યાર સુધી 200થી વધુ લોકોના મોત, જુઓ અહેવાલGay Gohari Mela 2024 : દાહોદમાં ગાય ગોહરીની અનોખી પરંપરા, લોકો ગાય નીચેથી થાય છે પસારAhmedabad Crime : નવા વર્ષે અમદાવાદમાં 2 યુવકોની હત્યાથી ખળભળાટ, જુઓ સંપૂર્ણ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો
IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો
Watch: રવિ અશ્વિને ઝડપ્યો ડેરિલ મિચેલનો અદભુત કેચ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ
Watch: રવિ અશ્વિને ઝડપ્યો ડેરિલ મિચેલનો અદભુત કેચ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ
જો તમારું પણ આ બેંકમાં ખાતું છે... તો આ 2 દિવસ UPI કામ નહીં કરે! જાણો કારણ
જો તમારું પણ આ બેંકમાં ખાતું છે... તો આ 2 દિવસ UPI કામ નહીં કરે! જાણો કારણ
અબુ ધાબી BAPS સ્વામિનારાયણ મંદિરમાં દિવાળીની ભવ્ય ઉજવણી, જુઓ અન્નકૂટ દર્શનની તસવીરો
અબુ ધાબી BAPS સ્વામિનારાયણ મંદિરમાં દિવાળીની ભવ્ય ઉજવણી, જુઓ અન્નકૂટ દર્શનની તસવીરો
ભારતમાં 10 કે 20 નહીં, આટલા બધા આતંકવાદી સંગઠનો છે, અહીં જુઓ NIAની યાદી
ભારતમાં 10 કે 20 નહીં, આટલા બધા આતંકવાદી સંગઠનો છે, અહીં જુઓ NIAની યાદી
Fraud Alert: ટ્રાફિક ચલણના નામે થઈ રહી છે મોટી છેતરપિંડી, ક્યાંક તમે પણ તો નથી કરી રહ્યા આ ભૂલ?
Fraud Alert: ટ્રાફિક ચલણના નામે થઈ રહી છે મોટી છેતરપિંડી, ક્યાંક તમે પણ તો નથી કરી રહ્યા આ ભૂલ?
Embed widget