શોધખોળ કરો

ગુજરાત સ્થાપના દિવસ:  કૉંગ્રેસ રાજ્યના 8 મહાનગરોમાં યોજાશે રેલી

કોંગ્રેસ દ્વારા ગુજરાત સ્થાપના દિવસે રાજ્યના 8 મહાનગરોમાં રેલીનું આયોજન કરવામાં આવશે. મોંઘવારી, બેરોજગારી સહિતના મુદ્દાઓ પર સંવિધાન બચાવો પ્રતિકાર રેલીનું આયોજન કૉંગ્રેસ દ્વારા કરવામાં આવશે.

કોંગ્રેસ દ્વારા ગુજરાત સ્થાપના દિવસે રાજ્યના 8 મહાનગરોમાં રેલીનું આયોજન કરવામાં આવશે. મોંઘવારી, બેરોજગારી સહિતના મુદ્દાઓ પર સંવિધાન બચાવો પ્રતિકાર રેલીનું આયોજન કૉંગ્રેસ દ્વારા કરવામાં આવશે.  1 મે, 2022 ને રવિવારના રોજ ગુજરાત રાજ્યનો 62મો સ્થાપના દિન છે. છેલ્લાં ત્રણ દાયકાના ભાજપના પ્રજા વિરોધી શાસનથી રાજ્યના પ્રજાજનો ત્રસ્ત છે. સતત વધતી જતી મોંઘવારી અને બેરોજગારીની પરીસ્થિતિને લઈ કૉંગ્રેસ રસ્તા પર ઉતરશે. 

ગુજરાતના સ્થાપના દિવસે એટલે કે 1 મેના દિવસે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાત આવવાના હતા. ગુજરાત પ્રવાસ દરમિયાન રાહુલ ગાંધી દાહોદથી આદિવાસી અધિકારી યાત્રાની શરૂઆત કરવાના હતા, આ દરમિયાન  જનસભા પણ સંબોધવાના હતા. પરંતુ કોઈ કારણોસર રાહુલ ગાંધીનો આ પ્રવાસ રદ થયો છે. 

ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી પાટણમાં કરાશે

પાટણ ખાતે 1 મેના દિવસે ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવશે.  તેને લઈ વહીવટી તંત્ર કામે લાગી ગયું છે.  પાટણ ખાતે આવેલ જિલ્લા સરકારી કચરીઓ રંગબેરંગી લાઈટની રોશનીથી શણગારવામાં આવી છે. પાટણમાં પહેલી 1 મેના દિવસે રાજ્યના મુખ્યમંત્રી અને રાજ્યપાલ પાટણ ખાતે હાજર રહેશે.  પાટણ શહેરના રોડ રસ્તા તેમજ સરકારી કચેરીઓ રંગબેરંગી લાઈટથી શણગારી દેવામાં આવી છે.  પાટણ ખાતે ગુજરાત સ્થાપના દિવસની ઉજવણીને લઈ તૈયારી કરવામાં આવી રહી છે.  તેને લઈ રાજ્ય સરકારના મંત્રી અને પાટણ જિલ્લાના પ્રભારી જગદીશ  પંચાલે મીડિયાને વિવિધ માહિતી આપી હતી.

સમગ્ર ગુજરાત માટે ગૌરવની વાત છે કે પહેલી મે ગુજરાત ગૌરવ દિવસ આ વખતે રાજ્ય સરકારે પાટણમાં ઉજવવાનું નક્કી કર્યું છે.  દરેક જિલ્લાને લાભ મળે તે માટે આ વખત પાટણ ખાતે ગુજરાતના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં નક્કી કર્યું છે.  110  કરોડના વિકાસના કામોનું લોકાર્પણ થવાનું છે.  330 કરોડના   ઇ-લોકાર્પણ કરવાના છે. પાટણ ખાતે રાજ્ય કક્ષાનો કાર્યક્રમ થઈ રહ્યો છે ત્યારે પોલીસે પણ સુરક્ષાને લઈ તૈયારી કરી લીધી છે.  પાટણના જિલ્લા પોલીસ વડાએ મીડિયાને માહિત આપતા જણાવ્યું હતું કે 1મે 2022ના દિવસે રાજ્ય કક્ષાનો કાર્યક્રમ પાટણ થવાનો છે ત્યારે પોલીસનો પૂરતો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે.

ગુજરાત ગૌરવ દિવસની પાટણ ખાતે ઉજવણી થઈ રહી છે ત્યારે પાટણની કલેક્ટર કચેરી, જુના સર્કિટ હાઉસ, જિલ્લા પંચાયત કચેરી, પાટણ જિલ્લા વડાની કચેરી રંગ બે રંગી લાઈટથી ઝગમગી ઉઠી છે. સરસ્વતી તાલુકાના ચોરમારપુરા ખાતે રિજિયોનલ સાયન્સ સેન્ટરનું   1 મે 2022ના સવારે 10:10 વાગ્યે મુખ્યમંત્રી લોકાર્પણ કરશે.  રિજિયોનલ સાયન્સ સેન્ટરમાં પાંચ ગેલેરી ઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.  ડાયનોસોર ગેલેરી, હ્યુમન  સાયન્સ ગેલેરી સહિત પાંચ ગેલેરી રાખવામાં આવી છે.  પાટણ જિલ્લામાં વિકાસ કાર્યો નું મુખ્યમંત્રી દ્રારા ઇ લોકાર્પણ અને ઇ ખાત મુહૂર્ત સ્થળ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીનુ ગ્રાઉન્ડ પહેલી 1મે 2022ના સવારે 10:30 વાગ્યે કરવામાં આવશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ
Gujarat Rain:  9 જિલ્લામાં 44 તાલુકામાં વરસાદ,  પારડીમાં સૌથી વધુ 1.54 ઇંચ
Gujarat Rain:  9 જિલ્લામાં 44 તાલુકામાં વરસાદ,  પારડીમાં સૌથી વધુ 1.54 ઇંચ
ગુજરાતમાં આગામી 7 દિવસ ભારે! 24 કલાકમાં 111 તાલુકા ધમરોળાયા, જાણો ક્યાં કેટલો વરસાદ?
ગુજરાતમાં આગામી 7 દિવસ ભારે! 24 કલાકમાં 111 તાલુકા ધમરોળાયા, જાણો ક્યાં કેટલો વરસાદ?
Ambalal patel: અંબાલાલ પટેલે કરી મોટી આગાહી, આ તારીખથી તૂટી પડશે ધોધમાર વરસાદ
Ambalal patel: અંબાલાલ પટેલે કરી મોટી આગાહી, આ તારીખથી તૂટી પડશે ધોધમાર વરસાદ

વિડિઓઝ

Monsoon session 2026 : 'હું 56 વર્ષના યુવાનની વાત નથી કરતો' PM મોદીએ કોના વિશે કરી વાત?
Ahmedabad Leopard : અમદાવાદમાં દીપડો દેખાતા લોકોમાં ફફડાટ
Gujarat Rain Breaking News : ગુજરાતમાં વરસાદનું ફરી દે ધનાધન, ક્યાં કેટલો પડ્યો વરસાદ?
Navsari Heavy Rain : નવસારીમાં ધોધમાર વરસાદ, જલાલપોરમાં 5.75 ઇંચ
Anand Encounter : આણંદમાં બાળકી પર દુષ્કર્મ ગુજારનાર નરાધમ એન્કાઉન્ટરમાં ઠાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ
CJP Protest: અભિજીત દીપકેએ સમાપ્ત કરી ભૂખ હડતાળ, પોલીસે પ્રદર્શનકારીઓ પર ટીયર ગેસના સેલ છોડ્યા
CJP Protest: અભિજીત દીપકેએ સમાપ્ત કરી ભૂખ હડતાળ, પોલીસે પ્રદર્શનકારીઓ પર ટીયર ગેસના સેલ છોડ્યા
ગુજરાતમાં આગામી 7 દિવસ ભારે! 24 કલાકમાં 111 તાલુકા ધમરોળાયા, જાણો ક્યાં કેટલો વરસાદ?
ગુજરાતમાં આગામી 7 દિવસ ભારે! 24 કલાકમાં 111 તાલુકા ધમરોળાયા, જાણો ક્યાં કેટલો વરસાદ?
Ambalal patel: અંબાલાલ પટેલે કરી મોટી આગાહી, આ તારીખથી તૂટી પડશે ધોધમાર વરસાદ
Ambalal patel: અંબાલાલ પટેલે કરી મોટી આગાહી, આ તારીખથી તૂટી પડશે ધોધમાર વરસાદ
Ahmedabad: ઘુમામાં 9 કલાકમાં ફરી દીપડો દેખાતા લોકોમાં ફફડાટ,  બાળકોને અવાવરું જગ્યાએ ન જવા સૂચના
Ahmedabad: ઘુમામાં 9 કલાકમાં ફરી દીપડો દેખાતા લોકોમાં ફફડાટ,  બાળકોને અવાવરું જગ્યાએ ન જવા સૂચના
CJP ના વિરોધ પ્રદર્શન વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાન ગૃહમંત્રી અમિત શાહને મળ્યા; શું શિક્ષણમંત્રી આપશે રાજીનામું?
CJP ના વિરોધ પ્રદર્શન વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાન ગૃહમંત્રી અમિત શાહને મળ્યા; શું શિક્ષણમંત્રી આપશે રાજીનામું?
દિલ્હીમાં પ્રદર્શનકારીઓ પર પોલીસનો લાઠીચાર્જ, કેટલાક વિસ્તારોમાં મોબાઇલ ઇન્ટરનેટ સ્થગિત
દિલ્હીમાં પ્રદર્શનકારીઓ પર પોલીસનો લાઠીચાર્જ, કેટલાક વિસ્તારોમાં મોબાઇલ ઇન્ટરનેટ સ્થગિત
Embed widget