શોધખોળ કરો

સરકારી ભરતીને લઈ ગુજરાત સરકારની મોટી જાહેરાત, આ નોકરી માટે વય મર્યાદામાં કર્યો વધારો

મુખ્યમંત્રીની મંજૂરી બાદ ખેલ સહાયકની વય મર્યાદા 38 વર્ષથી વધારીને 40 વર્ષ કરાઈ.

Sports assistant recruitment: ગુજરાત રાજ્યના યુવાનો માટે સારા સમાચાર છે. રાજ્યની જિલ્લા પંચાયત અને નગર શિક્ષણ સમિતિ સંચાલિત સરકારી પ્રાથમિક શાળાઓમાં ‘ખેલ સહાયક’ની ભરતી માટેની મહત્તમ વય મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી દ્વારા આ અંગેની મંજૂરી આપવામાં આવ્યા બાદ હવે ખેલ સહાયકની વય મર્યાદા 38 વર્ષથી વધારીને 40 વર્ષ કરવામાં આવી છે. આ નિર્ણયથી ઘણા યુવાનોને આ ભરતી પ્રક્રિયામાં ભાગ લેવાની વધુ તક મળશે.

આ અંગેની માહિતી રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે આપી હતી. તેમણે જણાવ્યું હતું કે ખેલ સહાયકની વય મર્યાદામાં 2 વર્ષનો વધારો કરવામાં આવ્યો છે. અગાઉ આ વય મર્યાદા 38 વર્ષ હતી, જે હવે વધારીને 40 વર્ષ કરવામાં આવી છે. મંત્રી કુબેર ડિંડોરે ‘સ્વર્ણિમ ગુજરાત MLA ક્રિકેટ લીગ 2.0’ કાર્યક્રમ દરમિયાન આ મહત્વની જાહેરાત કરી હતી.

આ નિર્ણય ગુજરાત રાજ્યની જિલ્લા પંચાયત અને નગર શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત સરકારી પ્રાથમિક શાળાઓમાં ‘ખેલ સહાયક’ના ઉમેદવારો માટે લાગુ થશે. વય મર્યાદામાં થયેલા આ વધારાથી ઘણા એવા ઉમેદવારોને તક મળશે જેઓ અગાઉ વય મર્યાદાના કારણે અરજી કરી શકતા ન હતા. શિક્ષણ વિભાગના આ નિર્ણયને યુવાનો દ્વારા આવકારવામાં આવી રહ્યો છે. આશા છે કે આનાથી રાજ્યની પ્રાથમિક શાળાઓમાં રમતગમતની પ્રવૃત્તિઓને વધુ પ્રોત્સાહન મળશે.

ગાંધીનગરમાં ૪૫૦થી વધુ વર્ક આસિસ્ટન્ટ વર્ગ-૩ના નવનિયુક્ત ઉમેદવારોને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા નિમણૂક પત્રોનું વિતરણ

રાજ્ય સરકારના જળસંપત્તિ વિભાગને આજે ૪૫૦થી વધુ નવી યુવાશક્તિ મળી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વર્ક આસિસ્ટન્ટ વર્ગ-૩ સંવર્ગમાં પસંદગી પામેલા નવનિયુક્ત ઉમેદવારોને નિમણૂક પત્રો એનાયત કર્યા હતા. આ પ્રસંગે જળસંપત્તિ મંત્રી કુંવરજી બાવળીયા અને રાજ્યમંત્રી મુકેશ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીએ નવનિયુક્ત યુવાનોને જનસેવાને સર્વોપરી ગણી ફરજ નિષ્ઠાથી કામ કરવા આહવાન કર્યું હતું. તેમણે પોઝિટિવ એપ્રોચ સાથે વિકસિત ગુજરાતના નિર્માણમાં યોગદાન આપવા જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ રાજ્ય સરકારની સમયબદ્ધ ભરતી પ્રક્રિયાની વાત કરી અને આગામી સમયમાં વધુ ૬૦૦ વર્ક આસિસ્ટન્ટની ભરતી કરવાની જાહેરાત કરી હતી. જળસંપત્તિ મંત્રી કુંવરજી બાવળીયાએ રાજ્યના સિંચાઈ માળખાને વધુ સક્ષમ બનાવવાની વાત કરી હતી, જ્યારે રાજ્યમંત્રી મુકેશ પટેલે જળ સંચયના મહત્વ પર ભાર મૂક્યો હતો. આ સમારોહમાં ધારાસભ્ય રીટાબેન પટેલ અને અન્ય અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'ગેંગ્સ ઓફ ગુજરાત'નો સફાયો શરૂ: સુપર કોપ નિર્લિપ્ત રાયની દેખરેખ હેઠળ ગેરકાયદે બાંધકામોનો ખુરદો બોલાવ્યો!
'ગેંગ્સ ઓફ ગુજરાત'નો સફાયો શરૂ: સુપર કોપ નિર્લિપ્ત રાયની દેખરેખ હેઠળ ગેરકાયદે બાંધકામોનો ખુરદો બોલાવ્યો!
ખેડૂતો માટે રાહતના સમાચાર: ઘઉંની ટેકાના ભાવે ખરીદી માટે નોંધણીની તારીખ લંબાવાઈ
ખેડૂતો માટે રાહતના સમાચાર: ઘઉંની ટેકાના ભાવે ખરીદી માટે નોંધણીની તારીખ લંબાવાઈ
Gandhinagar: ગુજરાતમાં અસામાજિક તત્વોને ડામવાનો તખ્તો ઘડાય: DGP વિકાસ સહાય
Gandhinagar: ગુજરાતમાં અસામાજિક તત્વોને ડામવાનો તખ્તો ઘડાય: DGP વિકાસ સહાય
'પત્નીનું પોર્ન જોવું કે હસ્તમૈથુન કરવું પતિ પ્રત્યે ક્રૂરતા નથી': મદ્રાસ હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો
'પત્નીનું પોર્ન જોવું કે હસ્તમૈથુન કરવું પતિ પ્રત્યે ક્રૂરતા નથી': મદ્રાસ હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ હૉસ્પિટલોનો 'વીમો' છે!Hun To Bolish : હું તો બોલીશ : સરકારી કચેરીઓમાં ધરમ ધક્કા કેમ?Gujarat Police: ગુજરાતમાં ગુંડાઓના અડ્ડાઓ પર પોલીસની સ્ટ્રાઈકCM Bhupendra Patel: સરકારી વિભાગમાં નહીં રહે ખાલી જગ્યા! મુખ્યમંત્રીનું સૂચક નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ગેંગ્સ ઓફ ગુજરાત'નો સફાયો શરૂ: સુપર કોપ નિર્લિપ્ત રાયની દેખરેખ હેઠળ ગેરકાયદે બાંધકામોનો ખુરદો બોલાવ્યો!
'ગેંગ્સ ઓફ ગુજરાત'નો સફાયો શરૂ: સુપર કોપ નિર્લિપ્ત રાયની દેખરેખ હેઠળ ગેરકાયદે બાંધકામોનો ખુરદો બોલાવ્યો!
ખેડૂતો માટે રાહતના સમાચાર: ઘઉંની ટેકાના ભાવે ખરીદી માટે નોંધણીની તારીખ લંબાવાઈ
ખેડૂતો માટે રાહતના સમાચાર: ઘઉંની ટેકાના ભાવે ખરીદી માટે નોંધણીની તારીખ લંબાવાઈ
Gandhinagar: ગુજરાતમાં અસામાજિક તત્વોને ડામવાનો તખ્તો ઘડાય: DGP વિકાસ સહાય
Gandhinagar: ગુજરાતમાં અસામાજિક તત્વોને ડામવાનો તખ્તો ઘડાય: DGP વિકાસ સહાય
'પત્નીનું પોર્ન જોવું કે હસ્તમૈથુન કરવું પતિ પ્રત્યે ક્રૂરતા નથી': મદ્રાસ હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો
'પત્નીનું પોર્ન જોવું કે હસ્તમૈથુન કરવું પતિ પ્રત્યે ક્રૂરતા નથી': મદ્રાસ હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો
સોનું તો આસમાનમાં ઉડ્યું!  ભાવ 1 લાખ સુધી પહોંચશે? જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત
સોનું તો આસમાનમાં ઉડ્યું! ભાવ 1 લાખ સુધી પહોંચશે? જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત
Chhattisgarh: બીજાપુર-દંતેવાડા બોર્ડર પર એન્કાઉન્ટરમાં 18 નક્સલી ઠાર, 1 જવાન શહીદ
Chhattisgarh: બીજાપુર-દંતેવાડા બોર્ડર પર એન્કાઉન્ટરમાં 18 નક્સલી ઠાર, 1 જવાન શહીદ
Demolition:અમદાવાદ સહિત આ શહેરમાં મોટાપાયે ડિમોલિશન,ભાવનગરમાં વિરોધ-વિવાદ વચ્ચે કામગીરી
Demolition:અમદાવાદ સહિત આ શહેરમાં મોટાપાયે ડિમોલિશન,ભાવનગરમાં વિરોધ-વિવાદ વચ્ચે કામગીરી
IPL 2025: રાજસ્થાન રોયલ્સે સેમસનને કેપ્ટનશીપમાંથી કેમ હટાવ્યો? થયો મોટો ખુલાસો
IPL 2025: રાજસ્થાન રોયલ્સે સેમસનને કેપ્ટનશીપમાંથી કેમ હટાવ્યો? થયો મોટો ખુલાસો
Embed widget