ગુજરાતના પડોશી રાજ્યમાં લોકડાઉનના પગલે રૂપાણી સરકારે શું લીધો મોટો નિર્ણય ?
ગુજરાતના પડોશી રાજ્ય મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં પણ લોકડાઉન છે. જના કારણે આ રાજ્યોમાં જતી એસ.ટી.બસો બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.પેસેન્જર ન મળતા અને ત્રણ રાજ્યોમાં લોકડાઉન હોવાથી રુટ બંધ કરવામાં આવ્યા છે.
ગાધીનગર: રાજ્યમાં છેલ્લા પાંચ દિવસથી કોરોના (Gujarat Corona Cases) કેસ ઘટી રહ્યા છે. દેશમાં કોરોનાના કેસ વધતાં ઘણા રાજ્યોએ લોકડાઉન (Lockdown) લગાવ્યા છે. ગુજરાતના પડોશી રાજ્ય મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં પણ લોકડાઉન છે. જના કારણે આ રાજ્યોમાં જતી એસ.ટી.બસો બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાતની પડોશી રાજ્યમાં લોકડાઉનના પગલે એસટી સેવાને અસર પહોંચી છે. પેસેન્જર ન મળતા અને ત્રણ રાજ્યોમાં લોકડાઉન હોવાથી રુટ બંધ કરવામાં આવ્યા છે. લોકડાઉનના પગલે ત્રણ રાજ્યોમાંથી તેમની સરકારી બસો પણ ગુજરાત નથી આવતી.
ગુજરાતમાં શું છે કોરોનાની સ્થિતિ
ગુજરાતમાં કોરોનાના કેસમાં (Gujarat Corona Cases) થઇ રહેલા ઘટાડાનો ક્રમ સતત પાંચમાં દિવસે યથાવત્ રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧૧,૦૮૪ નવા કેસ નોંધાયા હતા જ્યારે ૧૨૧ના મૃત્યુ થયા હતા. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ કેસનો આંક હવે ૬,૮૧,૦૧૨ છે જ્યારે કુલ મરણાંક ૮,૩૯૪ છે. રાજ્યમાં હાલ ૧,૩૯,૬૧૪ એક્ટિવ કેસ છે જ્યારે ૭૮૬ દર્દી વેન્ટિલેટર પર છે. છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૧૪,૭૭૦ દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. અત્યારસુધી કુલ ૫.૩૩ લાખ લોકો કોરોનાને હરાવી ચૂક્યા છે અને સાજા થવાનો દર ૭૮.૨૭% છે.
કેટલા લોકોએ લીધી રસી
વેક્સિનેશન (vaccinations)કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 1,03,27,556 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 32,14,079 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આમ કુલ- 1,35,41,635 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે. આજે 18થી 44 વર્ષ સુધીના 13,537 વ્યક્તિઓને પ્રથમ ડોઝનું રસીકરણ કરવામાં આવ્યું તેમજ 60 વર્ષથી વધુ વયના અને 45થી 60 વર્ષના કુલ 24,886 વ્યક્તિઓનું પ્રથમ ડોઝ અને 91,215 વ્યક્તિઓને બીજા ડોઝનું રસીકરણ કરાયું.