શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

ગુજરાતમાં શિક્ષકો સામે રાજ્ય સરકાર ઝૂકી, 8 કલાક ફરજિયાત હાજર રહેવાનો પરિપત્ર કરવો પડ્યો રદ, જાણો શું કર્યું એલાન ?

ચુડાસમાએ કહ્યું કે, હાલમાં શિક્ષકો કામ કરી રહ્યા છે ત્યારે જૂનો પરિપત્ર રદ કરવામાં આવે છે.  વિજય રૂપાણી સરકારના આ નિર્ણયથી શિક્ષકોમાં આનંદની લાગણી ફેલાઈ છે. શિક્ષકો સરકારને ઝૂકાવવામાં સફળ રહ્યા છે. 

ગાંધીનગરઃ ગુજરાત સરકારે મોટો નિર્ણય લઈને રાજ્યની પ્રાથમિક શાળાના શિક્ષકોને 8 કલાક ફરજિયાત હાજર રહેવાનો પરિપત્ર રદ કરી દેવાયો છે. પ્રાથમિક શિક્ષણ નિયામકે બહાર પાડેલો પરિપત્ર રદ કરવાનો નિર્ણય મુખ્યમંત્રી વિજય રૂપાણી કેબિનેટની બેઠકમાં લેવાયો હતો. રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ જાહેરાત કરી હતી. શિક્ષણ મંત્રી ચુડાસમાએ હજુ મંગળવારે જ આ નિર્ણયમાં ફેરફાર નહીં કરવાનો હુંકાર કર્યો હતો. તેના 24 કલાકમાં જ શિક્ષણ મંત્રીએ પીછેહઠ કરવી પડી છે. 

ચુડાસમાએ કહ્યું કે, હાલમાં શિક્ષકો કામ કરી રહ્યા છે ત્યારે જૂનો પરિપત્ર રદ કરવામાં આવે છે.  વિજય રૂપાણી સરકારના આ નિર્ણયથી શિક્ષકોમાં આનંદની લાગણી ફેલાઈ છે. શિક્ષકો રાજ્ય સરકારને ઝૂકાવવામાં સફળ રહ્યા છે. 

ગુજરાતના પ્રાથમિક શિક્ષણ નિયામક દ્વારા ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોને ફરજિયાત રીતે સોમવારથી શુક્રવાર દરમિયાન 8 કલાક અને શનિવારે 5 કલાક હાજર રહેવા આદેશ અપાયો હતો. આ આદેશ સામે શિક્ષકોમાં વિરોધ ફાટી નિકળ્યો હતો. શિક્ષકોએ આ પરિપત્ર રદ કરવા ઉગ્ર રજૂઆત કરી હતી પણ  મંગળવારે જ  શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ શિક્ષકોના કામના 8 કલાક ઘટાડવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો હતો. જો કે માત્ર 24 કલાકમાં જ શિક્ષણ  મંત્રીએ પીછેહઠ કરીને આ નિર્ણય રદ કરવો પડ્યો છે.

શિક્ષણ મંત્રી ચુડાસમાએ કહ્યું  કે, રાજ્ય સરકારના તમામ વિભાગોના કર્મચારીઓ 8 કલાક કામ કરે જ છે. શિક્ષકો પણ સરકારના કર્મચારીઓ જ છે માટે અન્ય વિભાગની જેમ શિક્ષકોએ પણ 8 કલાક કામ કરવું જોઈએ. સ્વામિનારાયણ ગુરુકુળ ઝુંડાલ ખાતે શિક્ષક દિવસની ઉજવણી નિમિત્તે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે શિક્ષણ મંત્રીએ પ્રતિભાવાન વિદ્યાર્થીઓનું સન્માન કર્યું હતું. મીડિયા સમક્ષ નિવેદન આપતા ચુડાસમાએ કહ્યું હતું કે,  શિક્ષકોના કામના 8 કલાક ઘટાડવાની માગણી કરાય છે પણ રાજ્ય સરકારના તમામ વિભાગોના કર્મચારીઓ 8 કલાક કામ કરે જ છે. શિક્ષકો પણ સરકારના કર્મચારીઓ જ છે માટે અન્ય વિભાગની જેમ શિક્ષકોએ પણ 8 કલાક કામ કરવું જોઈએ. શિક્ષકો પણ સરકારનો જ એક ભાગ છે તેથી તેમના માટે નિયમો અલગ ના હોઈ શકે. તેમણે સાફ શબ્દોમાં કહ્યું કે, રાજ્ય  સરકારનો ભાગ હોવાના કારણે શિક્ષકોએ પણ ૮ કલાકની ફરજ બજાવવી પડશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IPL Auction: હરાજીમાં માલામાલ થયો પંત, જુઓ સૌથી વધુ રકમમાં વેચાનારા ખેલાડીઓનું લિસ્ટ
IPL Auction: હરાજીમાં માલામાલ થયો પંત, જુઓ સૌથી વધુ રકમમાં વેચાનારા ખેલાડીઓનું લિસ્ટ
IPL 2025 Auction: સનરાઈઝર્સ હૈદરાબાદે ઈશાન કિશન પર લગાવ્યો મોટો દાવ, 11.25 કરોડમાં ખરીદ્યો
IPL 2025 Auction: સનરાઈઝર્સ હૈદરાબાદે ઈશાન કિશન પર લગાવ્યો મોટો દાવ, 11.25 કરોડમાં ખરીદ્યો
પ્રિયંકા ગાંધીની જીતે કરી નાખ્યું એ કામ, જે આઝાદ ભારતના ઇતિહાસમાં આજ સુધી નહોતું થયું!
પ્રિયંકા ગાંધીની જીતે કરી નાખ્યું એ કામ, જે આઝાદ ભારતના ઇતિહાસમાં આજ સુધી નહોતું થયું!
મહારાષ્ટ્ર ચૂંટણીના પરિણામો બાદ રાજકારણમાંથી નિવૃત્તિ અંગે શરદ પવારનું મોટું નિવેદન, કહ્યું- 'હું અને...'
મહારાષ્ટ્ર ચૂંટણીના પરિણામો બાદ રાજકારણમાંથી નિવૃત્તિ અંગે શરદ પવારનું મોટું નિવેદન, કહ્યું- 'હું અને...'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat News: સુરતમાં ગોવા ટૂરના સસ્તામાં પેકેજની લાલચમાં મહિલા  સાથે ઠગાઈPraful Pansheriya : શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરીયાની સ્કૂલ સંચાલકોને ચીમકીNavjot Singh Sidhu's wife beat stage 4 cancer: નવજોતસિંહ સિદ્ધૂની પત્નીએ કેન્સર સામે જીત્યો જંગ!Ahmedabad Fake IAS Arrested : અમદાવાદ ક્રાઈમબ્રાન્ચે મેહુલ શાહ નામના નકલી IASની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IPL Auction: હરાજીમાં માલામાલ થયો પંત, જુઓ સૌથી વધુ રકમમાં વેચાનારા ખેલાડીઓનું લિસ્ટ
IPL Auction: હરાજીમાં માલામાલ થયો પંત, જુઓ સૌથી વધુ રકમમાં વેચાનારા ખેલાડીઓનું લિસ્ટ
IPL 2025 Auction: સનરાઈઝર્સ હૈદરાબાદે ઈશાન કિશન પર લગાવ્યો મોટો દાવ, 11.25 કરોડમાં ખરીદ્યો
IPL 2025 Auction: સનરાઈઝર્સ હૈદરાબાદે ઈશાન કિશન પર લગાવ્યો મોટો દાવ, 11.25 કરોડમાં ખરીદ્યો
પ્રિયંકા ગાંધીની જીતે કરી નાખ્યું એ કામ, જે આઝાદ ભારતના ઇતિહાસમાં આજ સુધી નહોતું થયું!
પ્રિયંકા ગાંધીની જીતે કરી નાખ્યું એ કામ, જે આઝાદ ભારતના ઇતિહાસમાં આજ સુધી નહોતું થયું!
મહારાષ્ટ્ર ચૂંટણીના પરિણામો બાદ રાજકારણમાંથી નિવૃત્તિ અંગે શરદ પવારનું મોટું નિવેદન, કહ્યું- 'હું અને...'
મહારાષ્ટ્ર ચૂંટણીના પરિણામો બાદ રાજકારણમાંથી નિવૃત્તિ અંગે શરદ પવારનું મોટું નિવેદન, કહ્યું- 'હું અને...'
Jharkhand CM: આ તારીખે ઝારખંડના મુખ્યમંત્રી પદના શપથ લેશે હેમંત સોરેન 
Jharkhand CM: આ તારીખે ઝારખંડના મુખ્યમંત્રી પદના શપથ લેશે હેમંત સોરેન 
IPL Auction 2025 Live: IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો પંત, લખનૌએ તેને 27 કરોડમાં ખરીદ્યો
IPL Auction 2025 Live: IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો પંત, લખનૌએ તેને 27 કરોડમાં ખરીદ્યો
Aadhaar update guidelines: UIDAIએ બદલ્યો નિયમ, આધાર કાર્ડમાં હવે આ રીતે સુધારાશે ખોટું નામ
Aadhaar update guidelines: UIDAIએ બદલ્યો નિયમ, આધાર કાર્ડમાં હવે આ રીતે સુધારાશે ખોટું નામ
IPL Auction 2025: મોહમ્મદ સિરાજને ગુજરાત ટાઈટન્સે આટલા કરોડમાં ખરીદ્યો, આરસીબીએ આરટીએમનો ઉપયોગ ન કર્યો
મોહમ્મદ સિરાજને ગુજરાત ટાઈટન્સે આટલા કરોડમાં ખરીદ્યો, આરસીબીએ આરટીએમનો ઉપયોગ ન કર્યો
Embed widget