શોધખોળ કરો

મોડા પડ્યા તો ગયા કામથી! ગુજરાત સરકારનું સરકારી કર્મચારીઓ માટે કડક ફરમાન, જાણો શું લેવાયો નિર્ણય

સરકારી કર્મચારીઓની હાજરીને લઈ મોટો નિર્ણય, સમયસર ઓફિસ પહોંચવું ફરજિયાત.

Gujarat government employee rules: ગુજરાત સરકારે રાજ્યના સરકારી કર્મચારીઓ માટે હાજરીના નિયમો વધુ કડક બનાવ્યા છે. નવા નિયમ મુજબ, હવેથી તમામ સરકારી કર્મચારીઓએ સવારે 10:40 સુધીમાં ઓફિસ પહોંચવું પડશે અને સાંજે 6:10 સુધી ઓફિસમાં હાજર રહેવું પડશે. જો કોઈ કર્મચારી સવારે નિયત સમય પછી મોડા આવશે અથવા સાંજે નિયત સમય પહેલા ઓફિસ છોડી દેશે, તો તેઓની અડધા દિવસની રજા કાપવામાં આવશે. સામાન્ય વહીવટ વિભાગ દ્વારા આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.

સરકારી કર્મચારીઓમાં સમયસર હાજરી અને કામકાજમાં શિસ્ત જળવાય તે માટે સરકારે આ પગલું ભર્યું છે. અગાઉ, સરકારી કચેરીઓમાં કર્મચારીઓના મોડા આવવાની અને અનિયમિતતાની ઘણી ફરિયાદો સામે આવી હતી, જેના પગલે સરકારે આ બાબતે કડક વલણ અપનાવ્યું છે. મીડિયા અહેવાલોમાં પણ આ મુદ્દો વારંવાર ઉઠાવવામાં આવ્યો હતો, અને સરકારે કર્મચારીઓની હાજરીને સુધારવા માટે ડિજિટલ અટેન્ડન્સ સિસ્ટમ દાખલ કરવાની વિચારણા કરી હતી.

આ નવા નિર્ણયનો હેતુ સરકારી કર્મચારીઓને સમયપાલન અને ફરજ પ્રત્યે વધુ જવાબદાર બનાવવાનો છે. સરકારનો માનવું છે કે આ નિયમથી સરકારી કચેરીઓમાં કામકાજની કાર્યક્ષમતામાં વધારો થશે અને સામાન્ય નાગરિકોને વધુ સારી સેવાઓ ઉપલબ્ધ થશે. ગુલ્લીબાજ કર્મચારીઓ માટે આ નિર્ણય એક સ્પષ્ટ સંદેશ છે કે સરકાર હવે કર્મચારીઓની અનિયમિતતા સહન કરશે નહીં.

ઉલ્લેખનીય છે કે, અગાઉ ગુજરાત સરકારે આ અંગે એક પરિપત્ર પણ બહાર પાડ્યો હતો, જેમાં સરકારી કર્મચારીઓને નિયમિતતા અને શિસ્ત જાળવવા માટે સૂચનાઓ આપવામાં આવી હતી. તે સમયે, ડિજિટલ અટેન્ડન્સ સિસ્ટમનો અમલ પણ શરૂ કરવામાં આવ્યો હતો, પરંતુ તે માત્ર અમુક ચોક્કસ કચેરીઓ પૂરતો જ મર્યાદિત હતો. હવે, સામાન્ય વહીવટ વિભાગ દ્વારા લેવાયેલ આ નવો નિર્ણય સમગ્ર રાજ્યની તમામ સરકારી કચેરીઓમાં લાગુ થશે, અને મોડા આવતા તેમજ વહેલા જતા કર્મચારીઓ પર સીધું નિયંત્રણ લાવશે.

આમ, ગુજરાત સરકારે કર્મચારીઓની હાજરીના નિયમો વધુ કડક બનાવીને સરકારી કામકાજમાં વધુ કાર્યક્ષમતા અને શિસ્ત લાવવાનો નિર્ધાર કર્યો છે. આ નિર્ણયથી સરકારી કર્મચારીઓમાં સમયપાલનનું મહત્વ વધશે અને તેઓ પોતાની ફરજો પ્રત્યે વધુ સભાન બનશે તેવી અપેક્ષા છે.

આ પણ વાંચો.....

ગુજરાત પોલીસ PSI શારીરિક કસોટીનું પરિણામ થયું જાહેર: યાદી જોવા માટે અહીં ક્લિક કરો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
પૂજ્ય સંત શ્રી લાલબાપુનું અમદાવાદમાં સફળતાપૂર્વક ઓપરેશન પૂર્ણ
પૂજ્ય સંત શ્રી લાલબાપુનું અમદાવાદમાં સફળતાપૂર્વક ઓપરેશન પૂર્ણ
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે

Embed widget