Hardik Patel : મે હજુ ભાજપમાં જોડવાનો નિર્ણય કર્યો નથી, નિર્ણય લઈશ ત્યારે જાણ કરીશ
મે હજુ ભાજપમાં જોડવાનો નિર્ણય કર્યો નથી. કોંગ્રેસનું કાર્યાલય તોડનારા શહેર પ્રમુખ બને છે. પાટીદાર સમાજના 14 યુવાનો મૃત્યુ પામ્યા ત્યારે તેમના ઘરે કોંગ્રેસના નેતાઓ કેમ નહોતા ગયા.
અમદાવાદઃ ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અને પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપ્યા પછી હાર્દિક પટેલની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે. હાર્દિકે પત્રકાર પરીષદમાં કહ્યું કે, કોંગ્રેસમાં જોડાયા પછી ખબર પડી. ત્રણ વર્ષની અંદર કોંગ્રેસને જાણી. કોંગ્રેસ જાતિવાદી રાજનીતિ કરે છે. કાર્યકારી પ્રમુખની જવાબદાર શોભાના ગાંઠિયા સમાન હોય છે.
તેમણે કહ્યું કે, મે હજુ ભાજપમાં જોડવાનો નિર્ણય કર્યો નથી. કોંગ્રેસનું કાર્યાલય તોડનારા શહેર પ્રમુખ બને છે. પાટીદાર સમાજના 14 યુવાનો મૃત્યુ પામ્યા ત્યારે તેમના ઘરે કોંગ્રેસના નેતાઓ કેમ નહોતા ગયા. રામ મંદિર, NRC અને CAA મુદ્દે કોંગ્રેસ બોલવા તૈયાર નથી. 2017માં મે લોકોને કોંગ્રેસને મત આપવા વિનાવ્યા હતા તે બદલ માફી માગુ છું. વિરોધ પ્રદર્શનના નામે કોંગ્રેસ માત્ર નાટક કરે છે. રઘુ શર્માને સચિન પાયલોટએ મદદ કરી હતી. પાયલોટને મદદ કરવાનો વારો આવ્યો ત્યારે રઘુ શર્માએ ના કરી. મંત્રી તરીકે હટાવવાના હતા એટલે પ્રભારી બની ગયા. દાહોદમાં 25 હાજર લોકો હતા અને 70 હજારનું બિલ બનાવ્યું. કેન્દ્રમાંથી ખોટા બિલ બનાવીને પૈસા લઈ લેવા છે. કોંગ્રેસના કાર્યકરોનો દિલથી આભાર માનું છું. કોંગ્રેસના કાર્યકરોને છોડવાનું દુઃખ છે. આપ કે ભાજપમાં જવાનો નિર્ણય કર્યો નથી. જ્યારે નિર્ણય લઈશ ત્યારે આપને જાણ કરીશ.
મારા પિતાનું મૃત્યુ થયું ત્યારે માત્ર શક્તિસિંહ ગોહિલ જ મારા ઘરે આવ્યા હતા. જો મારા દુઃખમાં ન આવી શક્યા તે ગુજરાતના લોકોનું દુઃખ શું જાણી શકવાના. ગુજરાતના લોકોને વિનંતી કરું છું કે, કોંગ્રેસ ઉપર ભરોષો ન કરતા. કોંગ્રેસ તમારો ભરોષો તોડશે. મે મારી કારકિર્દીના 3 વર્ષ બગડ્યા તેનો મને અફસોસ છે. ગુજરાતમાં કોંગ્રેસ આવનારા દિવસોમાં વિપક્ષની ભૂમિકામાં પણ નહિ હોય.
કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ હાર્દિક પટેલનું નિવેદન. ગઈકાલે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ આજે ખુલ્લા મનથી ચર્ચા કરવા આવ્યો છું. 2015થી 2019 સુથી ઈમાનદારીથી લડત લડી. 2019ના માર્ચમાં કોંગ્રેસમાં જોડાયો હતો. ગુજરાતના લોકોની વાત આક્રમકતાથી કરવા મટે કોંગ્રેસમાં જોડાયો હતો. 2019થી 2022ના સમયગાળામાં કોંગ્રેસને નજીકથી જાણી છે. કોંગ્રેસ સૌથી મોટી જાતિવાદી રાજનીતિ કરે છે. ગુજરાત કોંગ્રેસમાં કાર્યકારી અધ્યક્ષ એટલે શોભાના ગાઠીયા જેવી. ગુજરાત કોંગ્રેસે એકપણ જવાબદારી મને આપી નથી. કોંગ્રેસના નેતાઓ મને કહેતા હતા કે, તારા જેવા યુવાનોની જરૂર છે. કોંગ્રેસના ધારાસભ્ય અને અનેક યુવાનો નારાજ છે.
લાંબા સમયથી કોંગ્રેસ હાઈકમાન્ડથી નારાજ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ હાર્દિક પટેલે રાજીનામું આપી દીધું છે. હાર્દિક પટેલે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. તેમણે લખ્યું કે, હું કોંગ્રેસ પાર્ટીના પદ અને પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપું છું. મને ખાતરી છે કે મારા નિર્ણયને મારા તમામ સાથીદારો અને ગુજરાતની જનતા આવકારશે. હું માનું છું કે મારા આ પગલા પછી હું ભવિષ્યમાં ગુજરાત માટે ખરેખર હકારાત્મક રીતે કામ કરી શકીશ.