Gujarat Corona Cases: રાજ્યમાં કોરોના સંક્રમણમાં સતત ઘટાડો, છેલ્લા 24 કલાકમાં નોંધાયા 93 નવા કેસ
ગુજરાતમાં કોરોના (Gujarat Corona Cases) સંક્રમણ કાબુમાં આવી રહ્યું છે અને રોજના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે.રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 93 કેસ નોંધાયા છે જ્યારે આજે 2 વ્યક્તિનાં મૃત્યુ થયા છે
ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોના (Gujarat Corona Cases) સંક્રમણ કાબુમાં આવી રહ્યું છે અને રોજના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 93 કેસ નોંધાયા છે જ્યારે 2 વ્યક્તિનાં મૃત્યુ થયા છે. રાજ્યમાં આજે 326 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. હાલ રાજ્યમાં એક્ટિવ કેસની (Active Cases) સંખ્યા 3230 છે. જે પૈકી 11 દર્દી વેન્ટીલેટર પર છે. રાજ્યમાં એક દિવસમાં 326 દર્દીઓ સ્વસ્થ થયા હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં આરોગ્ય વિભાગના સઘન પ્રયાસોના લીધે 8,10,147 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.
ક્યાં કેટલા નોંધાયા કેસ
અમદાવાદ કોર્પોરેશનમાં 20 કેસ, વડોદરા કોર્પોરેશનમાં 8 કેસ, સુરત કોર્પોરેશનમાં 18 કેસ, રાજકોટ કોર્પોરેશનમાં 7 કેસ, સુરતમાં 4 અને વડોદરામાં 7 કેસ, નવસારીમાં 3 અને બનાસકાંઠામાં 3 કેસ, આણંદમાં 3, ગાંધીનગર કોર્પોરેશનમાં 1 કેસ, ગીર સોમનાથમાં 1 કેસ, જામનગર કોર્પોરેશનમાં 2 કેસ, જુનાગઢમાં 3 તથા, સુરેન્દ્રનગરમાં 1 કેસ, અમરેલીમા 4 કેસ નોંધાયા છે. જામનગરમાં બે કેસ, ભરૂચમાં ત્રણ નોંધાયા હતા. તે સિવાય દેવભૂમિ દ્ધારકા, કચ્છ, રાજકોટ, સુરેન્દ્રનગરમાં એક-એક કેસ નોંધાયા હતા. તે સિવાય 21 જિલ્લાઓમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નહોતો. તે સિવાય અમદાવાદ કોર્પોરેશન, અને તાપીમાં એક-એક દર્દીના કોરોનાથી નિધન થયા હતા.
આ જિલ્લામાં ન નોંધાયા એક પણ કેસ
અમદાવાદ, આણંદ, ભાવનગર, અરવલ્લી, ભાવનગર કોર્પોરેશન, બોટાદ, છોટા ઉદેપુર, દાહોદ, ડાંગ, ગાંધીનગર, કચ્છ, મહેસાણા, જૂનાગઢ કોર્પોરેશન,ખેડા, મહિસાગર, મોરબી, પંચમહાલ, પાટણ,સાબરકાંઠા, વલસાડ, નર્મદા, પોરબંદર, તાપી જિલ્લામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નહોતો.
રાજ્યમાં કેટલા છે એક્ટિવ કેસ
રાજ્યમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 3230 છે. જેમાંથી હાલ 3219 લોકો સ્ટેબલ છે. 11 લોકો વેન્ટીલેટર પર છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 810147 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. જ્યારે કુલ મૃત્યુઆંક 10056 પર પહોંચ્યો છે. રાજ્યમાં રિકવરી રેટ (Recovery Rate) 98.39 ટકા છે.
કેટલા લોકોએ લીધી રસી
રાજ્ય સરકારે જાહેર કરેલા આંકડા પ્રમાણે રવિવારે સાંજે 5 વાગ્યા સુધીમાં કુલ 2,65,614 વ્યક્તિઓનું રસીકરણ (Vaccination) કરવામાં આવ્યું છે. આ સાથે રાજ્યમાં કુલ રસીકરણનો આંક 2,53,93,866 પર પહોંચ્યો છે.