શોધખોળ કરો

Gujrat Fire : નડિયાદના કોટનના વેરહાઉસમાં ભીષણ આગ, લાખોના નુકસાનનો અંદાજ, ભારે જહેમત બાદ આગ પર કાબૂ

ખેડાના કોટનના વેરહાઉસમાં આગના કારણે લાખોનું નુકસાન થયું છે. જોકે આગનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

Gujrat Fire :ખેડાના કોટનના વેરહાઉસમાં  આગના કારણે લાખોનું નુકસાન થયું છે.  જોકે આગનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ગુજરાતના ખેડા જિલ્લાના પલાણા ગામમાં કપાસની બોરીના ગોડાઉનમાં આગ લાગી હતી. આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે. નડિયાદ ફાયર બ્રિગેડના ચીફ ફાયર ઓફિસર દીક્ષિત પટેલે જણાવ્યું હતું કે મંગળવારે રાત્રે લગભગ 8.30 કલાકે આગની માહિતી મળી હતી. અનેક ટેન્ડરોએ સ્થળ પર પહોંચી આગને કાબુમાં લીધો હતો.

આગની આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી થઇ.  આગ લાગવાના કારણ અંગે હજુ સુધી કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી. આ ઘટનામાં વેરહાઉસ માલિકને લાખોનું નુકસાન થયું હતું. ફાયર બ્રિગેડની ટીમે જણાવ્યું કે આગની માહિતી લગભગ 8.30 વાગ્યે મળી હતી, ત્યારબાદ ટીમ ઘટનાસ્થળે જવા રવાના થઈ હતી.

તાજેતરમાં ગુજરાતના દમણના ડાભેલ વિસ્તારમાં આવેલી ગણેશ પેકેજીંગ નામની કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. વધતી જતી આગને જોતા 8 થી વધુ ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચી ગયા હતા.

Gujarat Election 2022: ભાજપમાં જોડાતાં જ મોહનસિંહ રાઠવાએ કરી મનની વાત, કહ્યું - "ભાજપ 100 ટકા...."

Gujarat Election 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણીના મતદાન પહેલાં રાજકીય કાવાદાવા શરુ થઈ ગયા છે. આજે કોંગ્રેસના દિગ્ગજ સિનિયર નેતા મોહનસિંહ રાઠવાએ કોંગ્રેસનો હાથ છોડીને ભાજપની ભગવી ટોપી અને ખેસ ધારણ કરી લીધો છે. ભાજપના મીડિયા સેન્ટર ખાતે યોજાયેલા સ્વાગત કાર્યક્રમ અને પત્રકાર પરિષદમાં ભાજપમાં જોડાતાં જ મોહનસિંહ રાઠવાએ પોતાના મનની વાત કરી છે. 

સમય સમય બળવાન હૈ...

ભાજપમાં શા માટે જોડાયા તેનું કારણ જણાવતાં સમય સમય બળવાન હૈની પંક્તિના ઉચ્ચારણ સાથે મોહનસિંહે કહ્યું કે, "ભાજપ પક્ષમાં મારા જીવનનું સદ્ભાગ્ય સમજું છું." આ સાથે મોહનસિંહે દિલીપ સંઘાણીનો આભાર માન્યો હતો. પછી કહ્યું કે, "વર્ષોથી મારી લાગણી હતી ભાજપમાં જોડાવાની એટલે ભાજપમાં જોડાયો છું. મારે કોઈ પક્ષ સાથે અણબનાવ નથી કે કોઈનો વિરોધ નથી." 

મારા પુત્રને ભાજપ 100 ટકા ટિકિટ આપશેઃ મોહનસિંહ

મોહનસિંહ પોતાના પુત્રને છોટાઉદેપુર વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડાવવા માંગે છે. છોટાઉદેપુરથી મોહનસિંહના સ્થાને નારાયણ રાઠવા પોતાના પુત્રને ચૂંટણી લડાવવા માંગે છે.  નારાયણ રાઠવા પોતાના પુત્ર સંગ્રામ  રાઠવાને ચૂંટણી લડાવવા માંગે છે.

ભાજપ છોટાઉદેપુર બેઠક પરથી મોહનસિંહના પુત્રને ઉમેદવાર બનાવી શકે છે. મોહનસિંહ ચોથી વિધાનસભા 1972થી ચૂંટાઈ આવે છે. તેઓ કેબિનેટ પ્રધાન તરીકે રહી ચુક્યા છે અને વિરોધપક્ષના નેતા રહી ચૂક્યા છે. તેઓ આદિવાસી વિસ્તારમાં ખુબ જ સારું પ્રભુત્વ ધરાવે છે. ઉપરાંત તેઓ ઘણી સેવાભાવી સંસ્થાઓ સાથે જોડાયેલા છે. ગત વખતની વિધાનસભાની ચૂંટણીમાં મોહનસિંહ રાઠવાએ છોટાઉદેપુરમાંથી ભાજપના જશુભાઈ ભીલુભાઈ રાઠવાને 1093 મતથી હરાવ્યા હતા.  ભાજપના જશુભાઈ રાઠવાનો 74,048 મત મળ્યા હતા, જ્યારે કોંગ્રેસના મોહનસિંહ રાઠવાને 75,141 મત મળ્યા હતા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Chhattisgarh:  સુકમાના જંગલમાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચે અથડામણ, 10 નક્સલી ઠાર
Chhattisgarh: સુકમાના જંગલમાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચે અથડામણ, 10 નક્સલી ઠાર
IND vs AUS: પર્થમાં ભારતનો ધબકડો, ઓસ્ટ્રેલીયા સામે 150 રનમાં ઓલ આઉટ ટીમ ઈન્ડિયા
IND vs AUS: પર્થમાં ભારતનો ધબકડો, ઓસ્ટ્રેલીયા સામે 150 રનમાં ઓલ આઉટ ટીમ ઈન્ડિયા
IND vs AUS 1st Test Day 1 Live: ઓલઆઉટ થવાની નજીક પહોંચી ટીમ ઇન્ડિયા, હર્ષિત રાણા સાત રન કરી આઉટ
IND vs AUS 1st Test Day 1 Live: ઓલઆઉટ થવાની નજીક પહોંચી ટીમ ઇન્ડિયા, હર્ષિત રાણા સાત રન કરી આઉટ
IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot Crime: પૈસાની ઉઘરાણી કરવા આવેલા શખ્સોએ વેપારીને માર્યો ઢોર માર, જુઓ સીસીટીવી ફુટેજManish Doshi:સોમનાથમાં ચિંતન શિબિરના નામે નાટક કરી રહી છે..ગુનાખોરી અને હપ્તારાજને કોંગ્રેસના પ્રહારGujarat Winter News: 7 શહેરોમાં નોંધાયુ 17 ડિગ્રી તાપમાન, સૌથી નીચુ તાપમાન નલિયામાંMount Abu: ગુરુ શિખર પર માઈનસ 3 ડિગ્રી તાપમાન, પ્રવાસીઓ ઠુંઠવાઈ ગયા | Weather News

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Chhattisgarh:  સુકમાના જંગલમાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચે અથડામણ, 10 નક્સલી ઠાર
Chhattisgarh: સુકમાના જંગલમાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચે અથડામણ, 10 નક્સલી ઠાર
IND vs AUS: પર્થમાં ભારતનો ધબકડો, ઓસ્ટ્રેલીયા સામે 150 રનમાં ઓલ આઉટ ટીમ ઈન્ડિયા
IND vs AUS: પર્થમાં ભારતનો ધબકડો, ઓસ્ટ્રેલીયા સામે 150 રનમાં ઓલ આઉટ ટીમ ઈન્ડિયા
IND vs AUS 1st Test Day 1 Live: ઓલઆઉટ થવાની નજીક પહોંચી ટીમ ઇન્ડિયા, હર્ષિત રાણા સાત રન કરી આઉટ
IND vs AUS 1st Test Day 1 Live: ઓલઆઉટ થવાની નજીક પહોંચી ટીમ ઇન્ડિયા, હર્ષિત રાણા સાત રન કરી આઉટ
IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
રાજ્યમાં ઠંડીમાં થયો વધારો, નલિયામાં સૌથી નીચું 13 ડિગ્રી તાપમાન નોંધાયું
રાજ્યમાં ઠંડીમાં થયો વધારો, નલિયામાં સૌથી નીચું 13 ડિગ્રી તાપમાન નોંધાયું
ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન અને CEOના મોંઘાદાટ શોખ, ઘરમાં મળી આવી વિદેશી દારૂની બોટલો
ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન અને CEOના મોંઘાદાટ શોખ, ઘરમાં મળી આવી વિદેશી દારૂની બોટલો
એક જાન્યુઆરીથી બદલાઇ જશે ટેલિકોમનો આ નિયમ, Jio, Airtel, BSNL, Vi પર પડશે અસર
એક જાન્યુઆરીથી બદલાઇ જશે ટેલિકોમનો આ નિયમ, Jio, Airtel, BSNL, Vi પર પડશે અસર
Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા
Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા
Embed widget