શોધખોળ કરો

Gujarat Election 2026: મનપાની ચૂંટણીમાં સન્નાટો! 40% સરેરાશ મતદાનથી ઉમેદવારોના શ્વાસ અધ્ધર, શું થશે પરિણામ?

Gujarat Election 2026 Voting: ભીષણ ગરમીને કારણે 15 મહાનગરોમાં સરેરાશ 40.36% જ મતદાન થયું; છેલ્લી ઘડીએ વોટિંગ વધારવા રાજકીય પક્ષોએ કાર્યકરોને મતદારોના ઘરે-ઘરે દોડાવ્યા.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ગુજરાતમાં 26 એપ્રિલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન યોજાયું.
  • ભીષણ ગરમીને કારણે મતદાનની ટકાવારી પર અસર જોવા મળી.
  • બપોર સુધી ધીમા મતદાન બાદ પક્ષોએ પ્રયાસો તેજ કર્યા.
  • શહેરી વિસ્તારોમાં સરેરાશ 40.36% મતદાન, વાપીમાં સૌથી વધુ.

Gujarat Local Body Election 2026: ગુજરાતમાં આજ રોજ 26 એપ્રિલ, 2026 ના દિવસે 15 મહાનગરપાલિકાઓ, 84 નગરપાલિકાઓ, 34 જિલ્લા પંચાયતો અને 260 તાલુકા પંચાયતો સહિતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે સવારના 7 વાગ્યાથી જોરશોરથી મતદાન ચાલી રહ્યું છે. હવે મતદાન પૂરું થવાને માત્ર 2 જ કલાકનો સમય બાકી રહ્યો છે. જોકે, રાજ્યમાં પડી રહેલી ભીષણ ગરમી અને આકરા તાપની સીધી અસર મતદાનની ટકાવારી પર જોવા મળી રહી છે. બપોરના સમયે ગરમીના ડરથી મોટાભાગના મતદાન મથકો એકદમ ખાલીખમ જોવા મળ્યા હતા. ધીમા મતદાનના આ આંકડા જોઈને અત્યારે ઉમેદવારો અને રાજકીય પક્ષોના જીવ તાળવે ચોંટી ગયા છે.

બપોર સુધી ધીમું વોટિંગ થતાં હવે રાજકીય પક્ષો એકદમ એક્ટિવ મોડમાં આવી ગયા છે. બાકી બચેલા આ છેલ્લા 2 કલાકમાં કોઈપણ ભોગે મતદાન વધારવા માટે ઉમેદવારોએ પોતાના પ્રયાસો તેજ કરી દીધા છે. તેઓ પોતાના કાર્યકરોને સીધા જ મતદારોના ઘરે-ઘરે દોડાવી રહ્યા છે અને લોકોને મતદાન મથક સુધી લાવવાની કવાયત હાથ ધરી રહ્યા છે.

મહાનગરોમાં મતદાનની શું છે સ્થિતિ?

શહેરી વિસ્તારોની એટલે કે 15 મહાનગરપાલિકાઓની વાત કરીએ તો, અત્યાર સુધીમાં અહીં સરેરાશ 40.36 ટકા જેટલું જ મતદાન નોંધાયું છે. જેમાં સૌથી વધુ મતદાન વાપી મહાનગરપાલિકામાં 53 ટકા નોંધાયું છે. આ સિવાય અન્ય શહેરોની વાત કરીએ તો:

નવસારી મહાનગરપાલિકામાં: 51 ટકા

નડિયાદ મહાનગરપાલિકામાં: 50 ટકા

કરમસદ-આણંદ મનપામાં: 48 ટકા

મહેસાણા મહાનગરપાલિકામાં: 47 ટકા

સુરત મહાનગરપાલિકામાં: 43.85 ટકા

જામનગર મહાનગરપાલિકામાં: 40 ટકા

સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં: 39.41 ટકા

રાજકોટ મહાનગરપાલિકામાં: 39.13 ટકા

વડોદરા મહાનગરપાલિકામાં: 38.68 ટકા

અમદાવાદ મહાનગરપાલિકામાં: 36.58 ટકા

પોરબંદર મહાનગરપાલિકામાં સૌથી ઓછું: 30 ટકા

આ આંકડા દર્શાવે છે કે નાના શહેરોની સરખામણીએ મોટા શહેરોમાં ગરમીની વધુ અસર જોવા મળી રહી છે અને ત્યાંના મતદારો બહાર નીકળવામાં નિરુત્સાહ દાખવી રહ્યા છે. હવે સાંજે 6 વાગ્યા સુધીમાં આ આંકડો કેટલો ઉપર જાય છે તેના પર સૌની નજર ટકેલી છે.

જિલ્લા પંચાયતોમાં મતદાન

મહાનગરપાલિકાઓની સરખામણીમાં ગ્રામ્ય વિસ્તારો એટલે કે જિલ્લા પંચાયતોમાં મતદાનનું પ્રમાણ થોડું સારું રહ્યું છે. 34 જિલ્લા પંચાયતોમાં અત્યાર સુધી સરેરાશ 46.71 ટકા મતદાન થઈ ચૂક્યું છે. જેમાં નર્મદા જિલ્લા પંચાયતમાં સૌથી વધુ 58.80 ટકા મતદાન નોંધાયું છે. આ સિવાય ડાંગમાં 57.78 ટકા, તાપીમાં 57 ટકા, નવસારીમાં 53.76 ટકા અને વલસાડમાં 53.35 ટકા તેમજ વડોદરા જિલ્લા પંચાયતમાં 53 ટકા જેટલું સારું વોટિંગ જોવા મળ્યું છે.

અન્ય જિલ્લાઓના આંકડા જોઈએ તો ગાંધીનગરમાં 51.16 ટકા, અમદાવાદમાં 50.58 ટકા, સાબરકાંઠા, આણંદ અને ભરૂચમાં 50 50 ટકા મતદાન થયું છે. જ્યારે છોટાઉદેપુરમાં 49.2 ટકા, પંચમહાલમાં 49 ટકા, દાહોદમાં 48.50 ટકા, મોરબીમાં 48 ટકા, મહીસાગરમાં 47.85 ટકા, ગીર સોમનાથમાં 47 ટકા અને સુરત જિલ્લા પંચાયતમાં 45 ટકા મતદાન નોંધાયું છે.

Frequently Asked Questions

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ક્યારે યોજાઈ રહી છે?

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 26 એપ્રિલ, 2026 ના રોજ યોજાઈ રહી છે. આમાં 15 મહાનગરપાલિકાઓ, 84 નગરપાલિકાઓ, 34 જિલ્લા પંચાયતો અને 260 તાલુકા પંચાયતોનો સમાવેશ થાય છે.

ચૂંટણીમાં મતદાનની ટકાવારી પર ગરમીની શું અસર જોવા મળી રહી છે?

રાજ્યમાં પડી રહેલી ભીષણ ગરમી અને આકરા તાપની સીધી અસર મતદાનની ટકાવારી પર જોવા મળી રહી છે. બપોરના સમયે ગરમીના ડરથી મોટાભાગના મતદાન મથકો ખાલીખમ જોવા મળ્યા હતા.

મહાનગરોમાં અત્યાર સુધીમાં કેટલું મતદાન નોંધાયું છે?

15 મહાનગરપાલિકાઓમાં અત્યાર સુધીમાં સરેરાશ 40.36 ટકા જેટલું મતદાન નોંધાયું છે. નાના શહેરોની સરખામણીએ મોટા શહેરોમાં ગરમીની વધુ અસર જોવા મળી રહી છે.

કઈ મહાનગરપાલિકામાં સૌથી વધુ મતદાન નોંધાયું છે?

વાપી મહાનગરપાલિકામાં સૌથી વધુ 53 ટકા મતદાન નોંધાયું છે. ત્યારબાદ નવસારી (51%) અને નડિયાદ (50%) નો ક્રમ આવે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
પૂજ્ય સંત શ્રી લાલબાપુનું અમદાવાદમાં સફળતાપૂર્વક ઓપરેશન પૂર્ણ
પૂજ્ય સંત શ્રી લાલબાપુનું અમદાવાદમાં સફળતાપૂર્વક ઓપરેશન પૂર્ણ
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
80th Independence Day Live: 80મા સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લા પર ગૂંજશે વંદેમાતરમ્, PM મોદી 13મી વખત ફરકાવશે તિરંગો
80th Independence Day Live: 80મા સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લા પર ગૂંજશે વંદેમાતરમ્, PM મોદી 13મી વખત ફરકાવશે તિરંગો
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Embed widget