Gujarat Local Body Election Results: ઉત્તર ગુજરાતમાં ભાજપનું શાનદાર પ્રદર્શન, ખેરાલુ અને વડનગર નગરપાલિકામાં મેળવી જીત
ખેરાલુ અને વડનગર નગરપાલિકામાં ભાજપે જીત મેળવી હતી.

ઉત્તર ગુજરાતમાં ભાજપનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું હતું. ખેરાલુ અને વડનગર નગરપાલિકામાં ભાજપે જીત મેળવી હતી. મહેસાણાની બંને નગરપાલિકા પર ભાજપે જીત મેળવી હતી. ખેરાલુ અને વડનગર પાલિકામાં પણ ભાજપનું શાસન રહેશે. ગાંધીનગર તાલુકા પંચાયતમાં ભાજપનું શાસન રહેશે. ગાંધીનગરની 28 પૈકી 20 પર ભાજપના ઉમેદવારનો વિજય થયો હતો. ગાંધીનગરની 28 પૈકી 8 પર કોંગ્રેસના ઉમેદવારનો વિજય થયો હતો.
સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં સોળે કળાએ કમળ ખિલ્યું હતું. પ્રાંતિજમાં 24 પૈકી 19 બેઠક પર ભાજપે જીત મેળવી હતી. તલોદમાં 24 પૈકી 22 બેઠક ભાજપના ફાળે ગઇ હતી. ખેડબ્રહ્મામાં 28 પૈકી 17 બેઠક ભાજપના ફાળે આવી હતી. વલસાડની 44માંથી 41 બેઠક પર ભાજપની જીત થઇ હતી. પારડીની 28માંથી 22 બેઠક પર ભાજપની જીત થઇ હતી. નવસારી જિલ્લાની બિલીમોરા નગરપાલિકામાં ભાજપની જીત થઇ હતી.
રાજુલા અને જાફરાબાદમાં કોંગ્રેસના સૂપડા સાફ
અમરેલી જિલ્લાની ચારેય નગરપાલિકા પર ભાજપે સત્તા મેળવી હતી. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અમરેલી જિલ્લાની ચારેય નગરપાલિકા પર ભાજપનો દબદબો જોવા મળ્યો હતો. રાજુલા અને જાફરાબાદમાં કોંગ્રેસના સૂપડા સાફ થયા હતા. તે સિવાય જામજોધપુરમાં કોંગ્રેસના સૂપડા સાફ થયા હતા. જામજોધપુરની 28 પૈકી 27 પર ભાજપ, એક પર AAPનો વિજય થયો હતો.
પાટણ જિલ્લાની ત્રણેય નગરપાલિકા પણ ભાજપે જીતી
રાપર નગરપાલિકામાં ભાજપે કબજો જમાવ્યો હતો. તલોદની 24 પૈકી 22 બેઠક પર ભાજપના ફાળે આવી હતી. પાટણ જિલ્લાની ત્રણેય નગરપાલિકા પણ ભાજપે જીતી હતી. ચાણસ્મા, હારીજ અને રાધનપુર નપામાં ભાજપનો વિજય થયો હતો. રાધનપુર નગરપાલિકા ભાજપે કોંગ્રેસ પાસેથી છીનવી હતી.
હાલોલ નગરપાલિકાની તમામ 36 બેઠક પર ભાજપનો વિજય
પંચમહાલના હાલોલ નગરપાલિકાની તમામ 36 બેઠક પર ભાજપનો વિજય થયો હતો. હાલોલ નગરપાલિકામાં કુલ 9 વોર્ડના 36 બેઠકો પૈકી 21 બિનહરીફ થઈ હતી. 15 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં તમામ બેઠકો ભાજપે કબજે કરી હતી. હાલોલ નગરપાલિકામાં કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને અપક્ષોનો સફાયો થયો હતો.
Local Body Election Result 2025: સલાયામાં ભાજપના સૂપડા સાફ, જાણો AAP-કૉંગ્રેસે કેટલી બેઠકો જીતી
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
