શોધખોળ કરો

Local Body Election Result 2025: સલાયામાં ભાજપના સૂપડા સાફ, જાણો AAP-કૉંગ્રેસે કેટલી બેઠકો જીતી

સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો આજે જાહેર થઈ રહ્યા છે. સવારે 9 વાગ્યાથી મતગણતરી શરૂ કરવામાં આવી હતી.

Local Body Election Result 2025  : સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો આજે જાહેર થઈ રહ્યા છે. સવારે 9 વાગ્યાથી મતગણતરી શરૂ કરવામાં આવી હતી. જૂનાગઢ મહાનગરપાલિકા, 68 નગરપાલિકા અને 3 તાલુકા પંચાયતની ચૂંટણી માટે સરેરાશ 57 ટકા મતદાન થયું હતું. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો દબદબો જોવા મળી રહ્યો છે. પરંતુ સલાયા નગરપાલિકામાં ભાજપના સૂપડા સાફ થયા છે. અહીં ભાજપનું ખાતું પણ નથી ખુલ્યું. સલાયા નગરપાલિકામાં 
7 વોર્ડના પરીણામ જાહેર થયા છે. 

સલાયા નગરપાલિકા પરિણામ

ભાજપ - 0 
કોંગ્રેસ - 15
AAP - 13
AIMIM - 0

સલાયા નગરપાલિકામાં 7 વોર્ડની ગણતરી પુર્ણ થઇ છે. અહીં 28 ઉમેદવારોનું પરીણામ જાહેર કરવામાં આવ્યું છે.  કોંગ્રેસનો 28 માંથી 15 બેઠકો પર ભવ્ય વિજય થયો છે. સલાયા પાલિકામાં કોંગ્રેસની બોડી રચાશે.આમ આદમી પાર્ટીએ અહીં શાનદાર પ્રદર્શન કર્યું છે.  

દ્વારકાની તમામ 28 બેઠક પર ભાજપની જીત

દ્રારકામાં પણ ભાજપનો દબદબો જોવા મળી રહ્યો છે. અહીં તમામ 28 બેઠક પર ભાજપે કબ્જો કરી લીધો છે. શરૂઆતના વલણમાં જ ભાજપ અગ્રેસર ચાલી રહી છે.5 પેનલમાં કબ્જા બાદ ચિત્ર સ્પષ્ટ થયું અને આખરે દ્વારકાની તમામ બેઠક પણ કમળ ખીલ્યું છે. 

ભાજપની ભવ્ય જીત થઈ

જાફરાબાદ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત થઈ છે. ભાજપની તમામ બેઠક ઉપર જીત થઈ હતી. ભાજપની 16 બેઠકો અગાઉ બિનહરીફ થઇ હતી. આજે 12 બેઠક ભાજપનાં ફાળે આવી છે. આ રીતે ભાજપે 28 બેઠકો કબજે કરી છે.  જાફરાબાદમાં કૉંગ્રેસના સુપડાસાફ થયા છે.  ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ તમામ મતદારોનો આભાર માન્યો હતો. 

5 હજાર ઉમેદવારો મેદાનમાં હતા 

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 5775 દાવેદારો મેદાનમાં ઉતર્યા હતા અને કુલ 36 લાખ 71 હજાર 479 મતદારોને મતાધિકાર મળ્યો હતો. રાજ્યમાં પાલિકા-પંચાયતના યોજાયેલા મતદાનમાં ઘણા મતદાન મથકો પર મતદારોની લાંબી લાંબી કતારો પણ જોવા મળી હતી.                                

ઉલ્લેખનીય છે કે, આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે કુલ 7036 ઉમેદવારીપત્રો દાખલ થયા હતા, જેમાંથી 1261 પત્રો અમાન્ય ઠર્યા, જ્યારે કે 5775 ઉમેદવારોની ઉમેદવારી માન્ય રાખવામાં આવી. જે બાદ 478 ઉમેદવારોએ ઉમેદવારીપત્ર પરત ખેંચ્યા, જેના કારણે 213 બેઠકો બિનહરીફ થઈ ગઈ. જેના પગલે હરિફાઇ હેઠળની બેઠકો માટે કુલ 5 હજાર 84 ઉમેદવારો ચૂંટણીના જંગમાં મેદાને ઉતર્યા હતાં.  

Local Body Election: દ્વારકાની તમામ 28 બેઠક પર ભાજપની જીત, 68માંથી 31માં નગરપાલિકામાં વિજય

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

અમદાવાદ બંધ ફ્લેટમાંથી મળી આવેલ સોનુ અને રોકડ ક્યાંથી આવ્યાં? ATSએ  કબ્જે કર્યુ  95.5 કિલો સોનું
અમદાવાદ બંધ ફ્લેટમાંથી મળી આવેલ સોનુ અને રોકડ ક્યાંથી આવ્યાં? ATSએ કબ્જે કર્યુ 95.5 કિલો સોનું
Nagpur Violence: નાગપુરમાં અચાનક જ કેવી રીતે ભડકી હિંસા, ક્યાંથી શરૂ થયો આખરે વિવાદ, જાણો સમગ્ર વિગત
Nagpur Violence: નાગપુરમાં અચાનક જ કેવી રીતે ભડકી હિંસા, ક્યાંથી શરૂ થયો આખરે વિવાદ, જાણો સમગ્ર વિગત
ઔરંગઝેબની કબરને લઈને નાગપુરમાં હિંસા! બે જૂથો સામસામે આવી જતા પથ્થરમારો, પોલીસ થઈ લોહીલુહાણ
ઔરંગઝેબની કબરને લઈને નાગપુરમાં હિંસા! બે જૂથો સામસામે આવી જતા પથ્થરમારો, પોલીસ થઈ લોહીલુહાણ
પોલીસવાળા સુધરી જાઓ! લુખ્ખાઓ સાથેના સંબંધો ભારે પડશે, સીધી નોકરી જ જશે! હર્ષ સંઘવીની ચેતવણી!
પોલીસવાળા સુધરી જાઓ! લુખ્ખાઓ સાથેના સંબંધો ભારે પડશે, સીધી નોકરી જ જશે! હર્ષ સંઘવીની ચેતવણી!
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ થયા બટાકાના ખેડૂતો બરબાદ?Hun To Bolish : હું તો બોલીશ : કલાકારોનો વિક્રમી વિવાદHarsh Sanghavi: ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગુજરાત પોલીસને શું આપી ચેતવણી?Ahmedabad Anti Social Elements : અસામાજિક તત્વોને નથી રહ્યો પોલીસનો ખૌફ!, આતંકની ઘટના CCTVમાં કેદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદ બંધ ફ્લેટમાંથી મળી આવેલ સોનુ અને રોકડ ક્યાંથી આવ્યાં? ATSએ  કબ્જે કર્યુ  95.5 કિલો સોનું
અમદાવાદ બંધ ફ્લેટમાંથી મળી આવેલ સોનુ અને રોકડ ક્યાંથી આવ્યાં? ATSએ કબ્જે કર્યુ 95.5 કિલો સોનું
Nagpur Violence: નાગપુરમાં અચાનક જ કેવી રીતે ભડકી હિંસા, ક્યાંથી શરૂ થયો આખરે વિવાદ, જાણો સમગ્ર વિગત
Nagpur Violence: નાગપુરમાં અચાનક જ કેવી રીતે ભડકી હિંસા, ક્યાંથી શરૂ થયો આખરે વિવાદ, જાણો સમગ્ર વિગત
ઔરંગઝેબની કબરને લઈને નાગપુરમાં હિંસા! બે જૂથો સામસામે આવી જતા પથ્થરમારો, પોલીસ થઈ લોહીલુહાણ
ઔરંગઝેબની કબરને લઈને નાગપુરમાં હિંસા! બે જૂથો સામસામે આવી જતા પથ્થરમારો, પોલીસ થઈ લોહીલુહાણ
પોલીસવાળા સુધરી જાઓ! લુખ્ખાઓ સાથેના સંબંધો ભારે પડશે, સીધી નોકરી જ જશે! હર્ષ સંઘવીની ચેતવણી!
પોલીસવાળા સુધરી જાઓ! લુખ્ખાઓ સાથેના સંબંધો ભારે પડશે, સીધી નોકરી જ જશે! હર્ષ સંઘવીની ચેતવણી!
વિધવા મહિલાઓની પડખે ગુજરાત સરકાર: ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાના બજેટમાં જંગી વધારો
વિધવા મહિલાઓની પડખે ગુજરાત સરકાર: ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાના બજેટમાં જંગી વધારો
ટાંટીયાતોડ સર્વિસ બાદ પણ અમદાવાદમાં અસમાજિક તત્વોનો આતંક યથાવત, વિક્ટોરિયા ગાર્ડન નજીક પૂજારી પર હુમલો
ટાંટીયાતોડ સર્વિસ બાદ પણ અમદાવાદમાં અસમાજિક તત્વોનો આતંક યથાવત, વિક્ટોરિયા ગાર્ડન નજીક પૂજારી પર હુમલો
સુરતમાં કાળજુ કંપાવી દે તેવી ઘટના! માતા-પિતાની ભૂલને કારણે એક વર્ષની બાળકી ઝૂલામાં જ લટકી ગઈ!
સુરતમાં કાળજુ કંપાવી દે તેવી ઘટના! માતા-પિતાની ભૂલને કારણે એક વર્ષની બાળકી ઝૂલામાં જ લટકી ગઈ!
તમને ખબર પણ ન પડી એમ મોંઘવારી વધી ગઈ, જાણો ફેબ્રુઆરીમાં કઈ વસ્તુ થઈ મોંઘી અને કઈ સસ્તી
તમને ખબર પણ ન પડી એમ મોંઘવારી વધી ગઈ, જાણો ફેબ્રુઆરીમાં કઈ વસ્તુ થઈ મોંઘી અને કઈ સસ્તી
Embed widget