શોધખોળ કરો

જીલ્લા પંચાયતોમાં કોંગ્રેસને એવો માર પડ્યો કે બેઠકો તો માંડ આંગળીના વેઢે ગણાય એવી જ આવી! જુઓ લિસ્ટ

સ્થાનિક ચૂંટણીમાં ભાજપનો જંગી વિજય: જિલ્લા પંચાયતોમાં ભગવો, નર્મદામાં AAP ની ભવ્ય જીત.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ગુજરાત સ્થાનિક ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો.
  • ભાજપે 15 મહાનગરપાલિકાઓ, 84 નગરપાલિકાઓ, 34 જિલ્લા પંચાયતો જીતી.
  • આમ આદમી પાર્ટીએ નર્મદા જિલ્લા પંચાયતમાં 15 બેઠકો મેળવી.
  • કોંગ્રેસ અને AAPએ અમુક વિસ્તારોમાં ભાજપને ટક્કર આપી.

Gujarat Local Body Election Results 2026: સમગ્ર દેશનું ધ્યાન જેના પર કેન્દ્રિત હતું તે દેશની રાજકીય પ્રયોગશાળા ગણાતા ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો આવી ગયા છે. રાજ્યની 15 મહાનગરપાલિકાઓ, 84 નગરપાલિકાઓ, 34 જિલ્લા પંચાયતો અને 260 તાલુકા પંચાયતો માટે યોજાયેલી આ ચૂંટણીમાં મતદારોએ ફરી એકવાર ભાજપ પર પોતાનો અતૂટ ભરોસો મૂક્યો છે. શહેરોથી લઈને છેવાડાના ગામડાંઓ સુધી ચારેકોર ભાજપનો ભગવો લહેરાયો છે. બપોરે 2 વાગ્યા સુધીના શરૂઆતી ટ્રેન્ડ પર નજર કરીએ તો, કુલ 9992 બેઠકોમાંથી 5759 ના વલણો મુજબ ભાજપ 4552, કોંગ્રેસ 891 અને આમ આદમી પાર્ટી (AAP) 316 બેઠકો પર આગળ ચાલી રહી છે અથવા જીતી ચૂકી છે. મહાનગરપાલિકાઓમાં સરેરાશ 49.14 ટકા મતદાન નોંધાયું હતું. જોકે, આ ભવ્ય જીત વચ્ચે નર્મદા સહિત અમુક વિસ્તારોમાં કોંગ્રેસ અને આપે ભાજપને જોરદાર ટક્કર આપીને સૌને ચોંકાવી દીધા છે.

રાજ્યની વિવિધ જિલ્લા પંચાયતોની સ્થિતિ અને આંકડા:

નર્મદા જિલ્લા પંચાયત: અહીં ચૂંટણીનો સૌથી મોટો ઉલટફેર જોવા મળ્યો છે. નર્મદામાં આમ આદમી પાર્ટીએ ધમાકેદાર એન્ટ્રી કરતા 15 બેઠકો જીતી લીધી છે, જ્યારે ભાજપ માત્ર 3 બેઠકો પર સમેટાઈ ગયું છે.

આણંદ જિલ્લા પંચાયત: ભાજપને 23, કોંગ્રેસને 4 બેઠક મળી છે.

ખેડા જિલ્લા પંચાયત: ભાજપને 35, કોંગ્રેસને 5 બેઠક મળી છે.

પંચમહાલ જિલ્લા પંચાયત: ભાજપને 33, અન્યને 1 બેઠક મળી છે.

દાહોદ જિલ્લા પંચાયત: ભાજપને 27, કોંગ્રેસને 4, અન્યને 4 બેઠક મળી છે.

ભરૂચ જિલ્લા પંચાયત: ભાજપને 18, કોંગ્રેસને 3 બેઠક મળી છે.

ડાંગ જિલ્લા પંચાયત: ભાજપને 10, કોંગ્રેસને 6 બેઠક મળી છે.

નવસારી જિલ્લા પંચાયત: ભાજપને 26, કોંગ્રેસને 3 બેઠક મળી છે.

વલસાડ જિલ્લા પંચાયત: ભાજપને 32, કોંગ્રેસને 3, અન્યને 1 બેઠક મળી છે.

સુરત જિલ્લા પંચાયત: ભાજપને 33, અન્યને 1 બેઠક મળી છે.

તાપી જિલ્લા પંચાયત: ભાજપને 18, કોંગ્રેસને 8 બેઠક મળી છે.

દ્વારકા જિલ્લા પંચાયત: ભાજપને 18, કોંગ્રેસને 3, અન્યને 1 બેઠક મળી છે.

મોરબી જિલ્લા પંચાયત: ભાજપને 15, કોંગ્રેસને 2 બેઠક મળી છે.

ગીર સોમનાથ જિલ્લા પંચાયત: ભાજપને 16, કોંગ્રેસને 3 બેઠક મળી છે.

બોટાદ જિલ્લા પંચાયત: ભાજપને 18 બેઠકો મળી છે.

અરવલ્લી જિલ્લા પંચાયત: ભાજપને 15, કોંગ્રેસને 7 બેઠક મળી છે.

મહીસાગર જિલ્લા પંચાયત: ભાજપને 23, કોંગ્રેસને 1, અન્યને 1 બેઠક મળી છે.

છોટાઉદેપુર જિલ્લા પંચાયત: ભાજપને 10, અન્યને 4 બેઠક મળી છે.

વાવ-થરાદ વિસ્તાર (બનાસકાંઠા): ભાજપને 20, કોંગ્રેસને 10 બેઠક મળી છે.

આ પણ વાંચોઃ અમદાવાદના ખાડિયામાં ભાજપના કાંગરા ખર્યા! ઈમરાન ખેડાવાલાનો કટાક્ષ, 'ભારત જીત્યું, પાકિસ્તાન હાર્યું'

Frequently Asked Questions

ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કઈ પાર્ટીએ સૌથી વધુ બેઠકો જીતી છે?

ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો મુજબ, ભારતીય જનતા પાર્ટી (ભાજપ) એ સૌથી વધુ બેઠકો જીતી છે અને ફરી એકવાર પોતાનો વિશ્વાસ સ્થાપિત કર્યો છે.

નર્મદા જિલ્લા પંચાયતમાં ચૂંટણીના પરિણામોમાં શું ખાસ જોવા મળ્યું?

નર્મદા જિલ્લા પંચાયતમાં આમ આદમી પાર્ટી (AAP) એ ધમાકેદાર પ્રવેશ કર્યો છે અને 15 બેઠકો જીતી છે, જ્યારે ભાજપ માત્ર 3 બેઠકો પર રહી ગયું છે.

શહેરોમાં મતદાનની ટકાવારી કેટલી નોંધાઈ હતી?

મહાનગરપાલિકાઓમાં સરેરાશ 49.14 ટકા મતદાન નોંધાયું હતું.

આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (AAP) નું પ્રદર્શન કેવું રહ્યું?

આમ આદમી પાર્ટી (AAP) એ કુલ 316 બેઠકો પર આગળ ચાલી રહી છે અથવા જીતી ચૂકી છે, અને નર્મદા જિલ્લા પંચાયતમાં ખાસ પ્રભુત્વ દર્શાવ્યું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Rain updates: ગુજરાતમાં 24 કલાકમાં 119 તાલુકામાં વરસાદ, પંચમહાલના શહેરામાં 5.43 ઈંચ વરસાદ
Rain updates: ગુજરાતમાં 24 કલાકમાં 119 તાલુકામાં વરસાદ, પંચમહાલના શહેરામાં 5.43 ઈંચ વરસાદ
આગામી 2 દિવસ ભારે વરસાદ તૂટી પડશે! હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
આગામી 2 દિવસ ભારે વરસાદ તૂટી પડશે! હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
Cyber Fraud : કેન્દ્ર સરકારની ડિજિટલ સ્ટ્રાઈક, 3,718 મોબાઈલ એપ પર પ્રતિબંધ, 15.75 લાખ સિમ કર્યા બ્લોક
Cyber Fraud : કેન્દ્ર સરકારની ડિજિટલ સ્ટ્રાઈક, 3,718 મોબાઈલ એપ પર પ્રતિબંધ, 15.75 લાખ સિમ કર્યા બ્લોક
સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ જોર્જિના સાથે કર્યા લગ્ન, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ થઈ વાયરલ
સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ જોર્જિના સાથે કર્યા લગ્ન, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ થઈ વાયરલ
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ

Embed widget