શોધખોળ કરો
Advertisement
દક્ષિણ ગુજરાતમાં આભ ભાટ્યું: એક જ દિવસમાં ડાંગના વઘઈમાં કેટલા ઈંચ વરસાદ ખાબક્યો? જાણો વરસાદના આંકડા
ગ જિલ્લામાં હાલ વરસાદે વિરામ લીધો છે. અંબિકા નદી પર આવેલ પૂરના કારણે ધોડવહળ, સુપદહાડ, કુમારબંધ, બોરદહાડ, ચીખલદા અને સુસરદા કોઝવે પાણીમાં ગરક થતાં મુખ્ય મથકથી સંપર્ક વિહોણા થયા છે.
આહવા: છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં વરસાદ ધમાકેદાર બેટિંગ કરી રહ્યો છે. ત્યારે ડાંગમાં પણ વરસાદે જોરદાર બેટિંગ કરીને હાલ વિરામ લીધો છે. ભારે વરસાદના કારણે અંબિકા નદી પર આવેલા નાના કોઝવે પાણીમાં ગરકાવ થતાં અનેક ગામો સંપર્ક વિહોણા થઈ ગયા છે. ગઈકાલે દક્ષિણ ગુજરાતમાં વરસેલા ધોધમાર વરસાદમાં સૌથી વધુ વઘઈમાં 12 ઈંચ વરસાદ ખાબક્યો છે.
જોકે ડાંગ જિલ્લામાં હાલ વરસાદે વિરામ લીધો છે. અંબિકા નદી પર આવેલ પૂરના કારણે ધોડવહળ, સુપદહાડ, કુમારબંધ, બોરદહાડ, ચીખલદા અને સુસરદા કોઝવે પાણીમાં ગરક થતાં મુખ્ય મથકથી સંપર્ક વિહોણા થયા છે.
ડાંગ જિલ્લામાં હાલ વરસાદે લીધો વિરામ લીધો છે. છેલ્લા 24 કલાક દરમ્યાનમાં આહવામાં 6 ઈંચ, વઘઇમાં 12 ઈંચ, સુબિરમાં 7 ઇંચ, સાપુતારામાં 3.25 ઇંચ વરસાદ નોંધાયો છે. ધોધમાર વરસાદના કારણે કુદરતી સૌંદર્ય પણ ખુલી ઉઠ્યું હતું.
ડાંગની નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાતા રસ્તાઓ બંધ ગયા હતા જેના કારણે લોકોને ભારે મુશ્કેલી પડી રહી હતી. ભારે વરસાદના કારણે ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી.
હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલ આગાહી પ્રમાણે શુક્રવારથી પાંચ દિવસ સુધી ગુજરાતમાં ભારે વરસાદ આગાહી કરાઈ છે. હવામાન ખાતાએ કરેલી આગાહી પ્રમાણે, શુક્રવારે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
રાજકોટ
લાઇફસ્ટાઇલ
ક્રિકેટ
Advertisement