શોધખોળ કરો

ગુજરાતમાં કઈ જગ્યાએ કેટલા ઈંચ વરસાદ ખાબક્યો? હવામાન વિભાગે શું કરી મોટી આગાહી?

ગુરૂવાર આખો દિવસ સાર્વત્રિક વરસાદની સ્થિતિ યથાવત રહી હતી. શુક્રવાર બપોર સુધી જોવા મળી હતી. આ 48 કલાકમાં 11 તાલુકામાં સૌથી વધુ 4થી 9 ઈંચ સુધીનો વરસાદ નોંધાયો.

ગાંધીનગર: ઉત્તર ગુજરાતમાં બંગાળની ખાડીની લો-પ્રેશર સિસ્ટમને લઈ બુધવાર સાંજ બાદ વરસાદી માહોલ જામ્યો હતો. ત્યાર બાદ મોડી રાતથી ધીમે ધીમે સાર્વત્રિક વરસાદની શરૂઆત થઈ હતી. ગુરૂવાર આખો દિવસ સાર્વત્રિક વરસાદની સ્થિતિ યથાવત રહી હતી. શુક્રવાર બપોર સુધી જોવા મળી હતી. ત્યાર બાદ ધીમેધીમે વાદળો વિખરાયા હતા. આ 48 કલાકમાં 11 તાલુકામાં સૌથી વધુ 4થી 9 ઈંચ સુધીનો વરસાદ નોંધાયો હતો. જેમાં પોશીનામાં 8.6 ઈંચ, હારીજમાં 8 ઇંચ, સતલાસણામાં 6.48 ઇંચ, અમીરગઢમાં 5.56 ઇંચ, ખેડબ્રહ્મામાં 5.44 ઇંચ, દાંતામાં 5 ઇંચ, સિધ્ધપુરમાં 4.68 ઇંચ, પાલનપુરમાં 4.6 ઇંચ, વડગામ અને ઊંઝામાં 4.16 ઇંચ, ભિલોડા અને હિંમતનરમાં 4 ઇંચ વરસાદ વરસ્યો હતો. બે દિવસના વરસાદમાં મહેસાણા જિલ્લામાં સતલાસણા તાલુકાના ભાલુસણાથી નાનીભાલુ જતો રોડ ધોવાયો હતો. સાબરકાંઠા જિલ્લામાં તાજપુર કુઈમાં એક મકાન અને બડોલીમાં દુકાન ધરાશાયી થયું હતું. ઈરના દેત્રોલી ગામની નદીમાં ઘોડાપૂર આવતાં સંર્પક વિહોણું બન્યું હતું. રાજકોટમાં ગુરુવાર સાંજથી શુક્રવાર સાંજ સુધીના 24 કલાકમાં બે ઇંચ જેટલું પાણી વરસી ગયું હતું. ભાવનગરમાં શુક્રવારે એક ઇંચ વરસાદ પડી ગયો હતો. જ્યારે સિહોરમાં અડધા ઇંચથી વધુ અને તળાજા, જેસર અને ઘોઘામાં હળવા ઝાપટા વરસી ગયા હતા. વડોદરામાં શુક્રવારે શહેરમાં વરસાદનું પુન:આગમન થયું હતું.સવારે 6 વાગ્યાથી લઇને રાત્રે 8 વાગ્યા સુધીના 14 કલાકના સમયગાળામાં શહેરભરમાં 14 મી.મી વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગ અનુસાર વરસાદી સિસ્ટમ હજુ સક્રિય હોવાથી ઉત્તર ગુજરાતમાં તેની અસર જોવા મળશે. ગુજરાતમાં છુટોછવાયો વરસાદ ચાલુ રહેવાની આગાહી કરવામાં આવી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Delhi Assembly election 2025:  કૉંગ્રેસે 26 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ 

Jammu Kashmir: પૂંછમાં ભારતીય સેનાનું વાહન ઊંડી ખીણમાં ખાબક્યું, 5 જવાનોના મોત 

Pakistan Airstrike: અફઘાનિસ્તાન પર પાકિસ્તાનનો હવાઇ હુમલો, 15 લોકોના મોત,  મૃતકોની સંખ્યા વધવાની આશંકા

રાષ્ટ્રપતિએ 5 રાજ્યોમાં નવા રાજ્યપાલ નિયુક્ત કર્યા, આરિફ મો. ખાન બિહારના ગવર્નર બન્યા 
રાષ્ટ્રપતિએ 5 રાજ્યોમાં નવા રાજ્યપાલ નિયુક્ત કર્યા, આરિફ મો. ખાન બિહારના ગવર્નર બન્યા 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'પાવરફુલ' દાદાHun To Bolish : હું તો બોલીશ : કેટલી વધી મોંઘવારી?Saurashtra Express Train Derailment : કીમ રેલવે સ્ટેશન પર મોટી દુર્ઘટના ટળી!Botad Accident News: બોટાદના ખસ રોડ ઉપર ગમખ્વાર અકસ્માત, બેફામ આઈસર ચાલકે અડફેટે લેતા બાઈક ચાલકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Delhi Assembly election 2025:  કૉંગ્રેસે 26 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ 
Delhi Assembly election 2025:  કૉંગ્રેસે 26 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ 
Jammu Kashmir: પૂંછમાં ભારતીય સેનાનું વાહન ઊંડી ખીણમાં ખાબક્યું, 5 જવાનોના મોત 
Jammu Kashmir: પૂંછમાં ભારતીય સેનાનું વાહન ઊંડી ખીણમાં ખાબક્યું, 5 જવાનોના મોત 
Pakistan Airstrike: અફઘાનિસ્તાન પર પાકિસ્તાનનો હવાઇ હુમલો, 15 લોકોના મોત,  મૃતકોની સંખ્યા વધવાની આશંકા
Pakistan Airstrike: અફઘાનિસ્તાન પર પાકિસ્તાનનો હવાઇ હુમલો, 15 લોકોના મોત, મૃતકોની સંખ્યા વધવાની આશંકા
રાષ્ટ્રપતિએ 5 રાજ્યોમાં નવા રાજ્યપાલ નિયુક્ત કર્યા, આરિફ મો. ખાન બિહારના ગવર્નર બન્યા 
રાષ્ટ્રપતિએ 5 રાજ્યોમાં નવા રાજ્યપાલ નિયુક્ત કર્યા, આરિફ મો. ખાન બિહારના ગવર્નર બન્યા 
Baba Vanga Predictions 2025: બાબા વેંગા અનુસાર 2025માં આ રાશિઓ પર રહેશે માતા લક્ષ્મીની કૃપા, જાણો

IND-W vs WI-W: ટીમ ઈન્ડિયાએ જીતી બીજી વનડે, વેસ્ટઈન્ડિઝ સામે સીરીઝ પોતાના નામે કરી  

આ રાજ્ય સરકારે ક્રિસમસ પર કર્મચારીઓને આપી મોટી ભેટ,  મોંઘવારી ભથ્થામાં કર્યો ત્રણ ટકાનો વધારો  

ESIC : કરોડો કર્મચારીઓ માટે આવ્યા ખુશીના સમાચાર, જાણો કઈ રીતે થશે ફાયદો 

Embed widget