(Source: ECI/ABP News/ABP Majha)
Gujarat Rain: રાજ્યમાં 24 કલાકમાં 224 તાલુકામાં મેઘમહેર, સૌરાષ્ટ્રના આ તાલુકામાં પડ્યો સૌથી વધુ વરસાદ
Gujarat Monsoon: રાજ્યમાં આગામી 48 કલાક ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.
Gujarat Rain: એક સાથે ત્રણ સિસ્ટમ એક્ટિવ થતા રાજ્યમાં આગામી 48 કલાક ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. આજે ઉત્તર ગુજરાતના
બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ભરૂચ, તો દક્ષિણ ગુજરાતના સુરત નવસારી, વલસાડ તો સૌરાષ્ટ્રના જામનગર, દ્વારકા, મોરબી, પોરબંદર અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 224 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ સૌરાષ્ટ્રના જામનગર તાલુકામાં પડ્યો છે.
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 224 તાલુકામાં નોંધાયો વરસાદ
- જામનગર તાલુકામાં સાડા ચાર ઈંચ વરસાદ
- ગીર સોમનાથના તાલાલામાં સવા ચાર ઈંચ વરસાદ
- મહેસાણાના વિજાપુરમાં ચાર ઈંચ વરસાદ
- ગીર સોમનાથના વેરાવળમાં સાડા ત્રણ ઈંચ વરસાદ
- સુરતના માંડવીમાં ત્રણ ઈંચ વરસાદ
- હારીજ, મોરબી તાલુકામાં પોણા ત્રણ ઈંચ વરસાદ
- વાંસદા, હિંમતનગર, ભૂજમાં સવા બે ઈંચ વરસાદ
- સુત્રાપાડા, ટંકારા, હળવદમાં સવા બે ઈંચ વરસાદ
- માંગરોળ, બારડોલી, ઉમરપાડામાં સવા બે ઈંચ વરસાદ
- ખેરગામ, ખેડબ્રહ્મા, ડોલવણમાં સવા બે ઈંચ વરસાદ
- ગાંધીનગર, માળીયા હાટીનામાં બે ઈંચ વરસાદ
- સુબીર,માણસા, અબડાસામાં પોણા બે ઈંચ વરસાદ
- પ્રાંતિજ, પોરબંદર, કોડીનારમાં પોણા બે ઈંચ વરસાદ
- માળીયામીયાણા, વઘઈ, કલ્યાણપુરમાં પોણા બે ઈંચ વરસાદ
- કુતિયાણા, ગોધરા, દ્વારકામાં પોણા બે ઈંચ વરસાદ
- નખત્રાણા, સોજીત્રા, વલસાડમાં દોઢ ઈંચ વરસાદ
- રાણાવાવ, ઉના, તારાપુરમાં દોઢ ઈંચ વરસાદ
- ધ્રોલ, ગીર ગઢડા, દસક્રોઈમાં દોઢ ઈંચ વરસાદ
- લખપત, સંખેડા, કેશોદમાં સવા ઈંચ વરસાદ
- સાવરકુંડલા, લાઠી, દહેગામમાં સવા ઈંચ વરસાદ
- જાંબુઘોડા, બાયડ, બરવાડામાં સવા સવા ઈંચ વરસાદ
- પેટલાદ, આંકલાવ, કલોલ, સમી, વાલોડમાં સવા ઈંચ વરસાદ
- 13 તાલુકમાં એક ઈંચથી વધુ વરસાદ વરસ્યો
- 17 તાલુકામાં પોણા ઈંચથી વધુ વરસાદ વરસ્યો
માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદ અને ગાંધીનગરમાં મધ્યમ વરસાદનું અનુમાન છે. આગામી બે, ત્રણ દિવસ ભારે પવન અને દરિયો તોફાની રહેવાની શક્યતાને પગલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
સારા વરસાદથી રાજ્યમાં 29 ડેમ હાઈએલર્ટ પર
સારા વરસાદને પગલે રાજ્યના જળાશયોમાં પાણીનો ભારે આવક થઇ રહી છે. 29 ડેમ હાઈએલર્ટ પર છે. 11 જળાશય એલર્ટ તો 15 ડેમો વોર્નિંગ પર છે. રાજ્યના કુલ 207 જળાશયોમાં કુલ 46.30 ટકા પાણીનો જથ્થો છે.ભારે વરસાદની સાથે રાજ્યના જળાશયો ઓવરફ્લો થઇ રહ્યા છે. રાજ્યના 207 પૈકી 21 જળાશયો સંપૂર્ણ ભરાઇ ચૂક્યાં છે. સૌરાષ્ટ્રના 15, કચ્છના 5 અને દક્ષિણ ગુજરાતનો એક ડેમ ઓવરફ્લો થયો છે.
અત્યાર સુધીમાં રાજ્યમાં સિઝનનો 39 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. કચ્છમાં 100 ટકા, સૌરાષ્ટ્રમાં 55.53 ટકા, તો ઉત્તર ગુજરાતમાં 37.03 ટકા, તો દક્ષિણ ગુજરાતમાં 29.52 ટકા વરસાદ વરસ્યો છે.રાજ્ય પાંચ જિલ્લામાં અત્યાર સુધીમાં ચોમાસાની સિઝનનો સૌથી વધુ વરસાદ.. કચ્છમાં 100 ટકા.. તો જૂનાગઢ જિલ્લામાં 75.28 ટકા, ગીર સોમનાથમાં 58.61 ટકા, નવસારીમાં 36.34 ટકા, તો વલસાડ જિલ્લામાં સરેરાશ 36 ટકા વરસાદ વરસ્યો છે.
Gujarat to receive Heavy to Very heavy rainfall (up to 120mm) on 8th & 9th July. Stay cautious and updated. #OrangeAlert #GujaratRainfall #WeatherWarning #StaySafe #rainalert @moesgoi@DDNewslive@airnewsalerts@ndmaindia pic.twitter.com/H5sSTzdLHM
— India Meteorological Department (@Indiametdept) July 8, 2023