Gujarat Monsoon: રાજ્યમાં આવશે ચોમાસોનો વધુ એક રાઉન્ડ, આ વિસ્તારોને ધમરોળશે મેઘરાજા
Gujarat Monsoon: બંગાળની ખાડીમાં હવાનું દબાણ સર્જાતાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં ભારેથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
Gujarat Monsoon: ગુજરાતમાં ચોમાસાનો વધુ એક રાઉન્ડ આવશે. બંગાળની ખાડીમાં હવાનું દબાણ સર્જાતાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં ભારેથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
આ વિસ્તારોમાં વરસાદની છે આગાહી
- હવામાન વિભાગના અનુમાન અનુસાર 8 સપ્ટેમ્બરે અરવલ્લી-મહીસાગર-દાહોદ-પંચમહાલ-અમરેલી-ગીર સોમનાથ-ભાવનગર-બોટાદમાં મધ્યમ વરસાદ પડી શકે છે.
- 9 સપ્ટેમ્બરે તાપી-નવસારી-વલસાડ-ડાંગમાં ભારે-અમદાવાદ-આણંદ-અરવલ્લી-દાહોદ-ખેડા-મહીસાગર-પંચમહાલ-અમરેલી-ભાવનગર-બોટાદ-ગીર સોમનાથ-જુનાગઢ-રાજકોટ-સુરેન્દ્રનગરમાં મધ્યમ વરસાદ પડી શકે છે.
- 10 સપ્ટેમ્બરે નર્મદા-તાપી-નવસારી-ડાંગમાં ભારે અને અમદાવાદ-આણંદ-અરવલ્લી-દાહોદ-ખેડા-મહીસાગર-પંચમહાલ-ભાવનગર-બોટાદ-અમરેલી-ગીર સોમનાથ-પોરબંદર-જુનાગઢ-રાજકોટ-સુરેન્દ્રનગરમાં મધ્યમ વરસાદ પડી શકે છે.
- હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના મતે અમદાવાદમાં આગામી 11 સપ્ટેમ્બર સુધી વરસાદની સંભાવના છે. 11 સપ્ટેમ્બરના છૂટાછવાયા ઝાપટાં પડી શકે છે.
આજે ક્યાં ક્યાં છે વરસાદી માહોલ
- હવામાન વિભાગની આગાહી પ્રમાણે, તાપી જિલ્લાના કેટલાક વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો છે. વ્યારા શહેરમાં ઝરમર ઝરમર વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. વ્યારા, વાલોડ, ડોલવણ સહિતના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ છે.
- મહીસાગર જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. આકાશમાં કાળા ડિંબાગ વાદળો ઘેરાયા છે. વાતાવરણમાં પલટો આવતાં વાતાવરણમાં થડક પ્રસરી છે
ભારતમાં શું છે કોરોનાની સ્થિતિ
દેશમાં કોરોનાના નવા કેસોની સંખ્યામાં ઘટાડો થયો છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 4 હજાર 417 નવા કેસ નોંધાયા છે અને 23 દર્દીના મોત થયા છે, જ્યારે 6032 સંક્રમિતો સાજા થયા છે. ગઈકાલ કરતાં આજે કેસમાં 1493 નો ઘટાડો થયો છે. દૈનિક પોઝિટિવિટી રેટ 1.20 ટકા છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા નવા આંકડા બાદ હવે દેશમાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 52 હજાર 336 થઈ છે. કુલ 4 કરોડ 38 લાખ 86 હજાર 496 લોકો કોરોના મુક્ત થયા છે. મૃત્યુના કુલ આંકડા પર નજર કરીએ તો આ આંકડો 5 લાખ 28 હજાર 030 પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં કુલ 213 કરોડ 72 લાખ 68 હજાર 615 રસીના ડોઝ આપવામાં આવ્યાછે. જેમાંથી ગઈકાલે 19 લાખ 93 હજાર 670 ડોઝ અપાયા હતા.
આ પણ વાંચોઃ
Vastu Tips: વૈવાહિક જીવનમાં પરેશાની દૂર કરે છે આ વાસ્તુ ટિપ્સ, તમે પણ અજમાવો
Bhavnagar: AAP ના ગોપાલ ઈટાલીયા સામે શ્રીકૃષ્ણને લઈ કરી ટિપ્પણી પર નોંધાઈ ફરિયાદ, જાણો વિગત
Gujarat News: ભાજપના બે નેતાઓ વચ્ચે સોશિયલ મીડિયા પર શાબ્દિક ટપાટપી, જાણો શું છે મામલો
Renault Duster: ફરીવાર બજારમાં ધૂમ મચાવવા આવશે રેનો ડસ્ટર, લુક અને ફીચર્સમાં થશે મોટો બદલાવ