Renault Duster: ફરીવાર બજારમાં ધૂમ મચાવવા આવશે રેનો ડસ્ટર, લુક અને ફીચર્સમાં થશે મોટો બદલાવ
Renault Duster Update: એક અંદાજ મુજબ રેનો આ કારને નવા નામથી લોન્ચ કરી શકે છે. નવા લુકની સાથે આ કારમાં ઘણા ફીચર્સ અપડેટ્સ પણ જોવા મળશે.
Renault Upcoming Cars: વાહન નિર્માતા કંપની Renault India તેની એક વખતની ખૂબ જ લોકપ્રિય SUV Renault Dusterને ભારતમાં બહુ જલ્દી નવા અવતારમાં લોન્ચ કરવા જઈ રહી છે. એક અંદાજ મુજબ રેનો આ કારને નવા નામથી લોન્ચ કરી શકે છે. નવા લુકની સાથે આ કારમાં ઘણા ફીચર્સ અપડેટ્સ પણ જોવા મળશે.
CMF-B મોડ્યૂલર પ્લેટફોર્મ પર બનાવવામાં આવી છે નવી ડસ્ટર
રેનો તેના નવા ડસ્ટરને કંપનીનું CMF-B મોડ્યુલર પ્લેટફોર્મ બનાવશે. આ પ્લેટફોર્મ પર બનેલી કાર સલામતી અને આરામ સાથે મજબૂત અને શક્તિશાળી બોડી સાથે આવે છે. નવા ડસ્ટરના આગળ અને પાછળના દેખાવને સંપૂર્ણપણે ફરીથી ડિઝાઇન કરવામાં આવશે. નવી SUVમાં વેન્ટિલેટેડ સીટ, વાયરલેસ ચાર્જર, ઈલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ, ઓટોમેટિક ક્લાઈમેટ કંટ્રોલ, એર પ્યુરિફાયર, વાયરલેસ એન્ડ્રોઈડ ઓટો અને એપલ કારપ્લે સપોર્ટ સાથે મોટી ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ, પેનોરેમિક સનરૂફ, વ્હીકલ સ્ટેબિલિટી મેનેજમેન્ટ, મલ્ટીપલ એરબેગ્સ અને હિલ હોલ્ડ જેવા ફીચર્સ આવી શકે છે.
નવી ડસ્ટરનું કેવું હશે એન્જિન
રેનો આ SUVને 2012માં દેશમાં લાવી હતી. ત્યારથી આ કાર પર કોઈ અપડેટ કરવામાં આવ્યું નથી. કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નવી ડસ્ટરમાં 1.2L પેટ્રોલ એન્જિન મળશે. સાથે જ તેમાં હાઇબ્રિડ પાવરટ્રેનનો વિકલ્પ પણ જોઈ શકાય છે. સાથે જ કંપની આ કારને ઇલેક્ટ્રિક અવતારમાં પણ લોન્ચ કરી શકે છે.
કોને આપશે ટક્કર
આ નવી કાર ભારતમાં Skoda Kushak, Kia Seltos, Mahindra XUV700, Tata Harrier અને Hyundai Creta જેવી SUV ને ટક્કર આપશે.
આ પણ વાંચોઃ
Bhavnagar: AAP ના ગોપાલ ઈટાલીયા સામે શ્રીકૃષ્ણને લઈ કરી ટિપ્પણી પર નોંધાઈ ફરિયાદ, જાણો વિગત
Gujarat News: ભાજપના બે નેતાઓ વચ્ચે સોશિયલ મીડિયા પર શાબ્દિક ટપાટપી, જાણો શું છે મામલો
India Corona Cases Today: ભારતમાં કોરોનાના વળતા પાણી, 24 કલાકમાં નોંધાયા માત્ર આટલા કેસ
Vastu Tips: વૈવાહિક જીવનમાં પરેશાની દૂર કરે છે આ વાસ્તુ ટિપ્સ, તમે પણ અજમાવો