Gujarat News: ભાજપના બે નેતાઓ વચ્ચે સોશિયલ મીડિયા પર શાબ્દિક ટપાટપી, જાણો શું છે મામલો
Gujarat BJP News: પંકજભાઈ દેસાઈએ પોસ્ટ મુકતા દેવુસિંહ ચૌહાણનું નામ ન લખતા દેવુસિંહ ચૌહાણ રોષે ભરાયા. દેવુસિંહ ચૌહાણે પંકજભાઈ દેસાઈની પોસ્ટ પર કમેન્ટ કરી પંકજભાઈને આડે હાથ લીધા.
Gujarat Politics: કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ અને મુખ્ય દંડક પંકજ દેસાઈ વચ્ચે સોશિયલ મીડિયા પર શાબ્દિક ટપાટપી થઈ. પંકજભાઈ દેસાઈએ પોસ્ટ મુકતા દેવુસિંહ ચૌહાણનું નામ ન લખતા દેવુસિંહ ચૌહાણ રોષે ભરાયા. દેવુસિંહ ચૌહાણે પંકજભાઈ દેસાઈની પોસ્ટ પર કમેન્ટ કરી પંકજભાઈને આડે હાથ લીધા.
દેવુસિંહ ચૌહાણની સોશિયલ મીડિયા પર કોમેન્ટ કરતાં લખ્યું, ભાઈ પંકજભાઈ, જય મહારાજ... આ રોડ ભારત સરકારના વિભાગ માંથી જેને તાત્કાલિક મંજૂરી કરાવી આપ્યો તેનું નામ લખવું જોઈએ તેટલી તો ખેલદિલી હોવી જોઇએ. તમારા ઘણા કામ મંજૂર કરાવી આપ્યા છે પણ ,ખેલદિલીનો ગુણ કેળવશો તો મોટા કહેવાશો.
કેન્દ્રીય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણની કમેન્ટ બાદ પંકજભાઈ દેસાઈ દ્વારા તેમની પોસ્ટમાં દેવુસિંહનું નામ ઉમેરવામાં આવ્યું. સોશિયલ મીડિયાની પોસ્ટ અને કમેન્ટના આ સ્ક્રીનશોટ સોશિયલ મીડિયામાં વાયરલ થયા. સમગ્ર મામલો શહેરમાં ટોક ઓફ ધ ટાઉન બનતા દેવુસિંહે પોસ્ટ ડિલીટ કરી હતી.
ભારતમાં શું છે કોરોનાની સ્થિતિ
દેશમાં કોરોનાના નવા કેસોની સંખ્યામાં ઘટાડો થયો છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 5 હજાર 910 નવા કેસ નોંધાયા છે અને 16 દર્દીના મોત થયા છે, જ્યારે 7034 સંક્રમિતો સાજા થયા છે. ગઈકાલ કરતાં આજે કેસમાં 899 નો ઘટાડો થયો છે. દૈનિક પોઝિટિવિટી રેટ 2.60 ટકા છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા નવા આંકડા બાદ હવે દેશમાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 53 હજાર 974 થઈ છે. કુલ 4 કરોડ 38 લાખ 80 હજાર 464 લોકો કોરોના મુક્ત થયા છે. મૃત્યુના કુલ આંકડા પર નજર કરીએ તો આ આંકડો 5 લાખ 28 હજાર 007 પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં કુલ 213 કરોડ 52 લાખ 74 હજાર 945 રસીના ડોઝ આપવામાં આવ્યાછે. જેમાંથી ગઈકાલે 32 લાખ 31 હજાર 895 ડોઝ અપાયા હતા.