Gujarat: ગુજરાતનું શિક્ષણ વિભાગ 'નિદ્રાધીન', ખેડામાં કડકડતી ઠંડીમાં શાળાના બાળકો ખુલ્લામાં અભ્યાસ કરવા મજબૂર
Gujarat News: ખેડા જિલ્લાના ઠાસરામાં આવેલી દીપકપુરા પ્રાથમિક શાળાના બાળકો અત્યારે આવી કડકડતી ઠંડીમાં પણ ખુલ્લામાં બહાર બેસીને શિક્ષણ લઇ રહ્યાં છે
Gujarat News: ગુજરાતમાં ભણતરને લઇને મોટા મોટા દાવાઓ અને યોજનાઓ સરકાર દ્વારા કરવામાં આવી રહી છે, પરંતુ તે માત્ર કાળગ પર જ હોય તેનું સ્પષ્ટ ઉદાહરણ ખેડા જિલ્લાના એક પ્રાથમિક શાળાની સ્થિતિ પરથી સામે આવ્યુ છે. અહીં ઠાસરાની એક શાળાના બાળકોને કડકડતી ઠંડીમાં પણ બહાર ખુલ્લામાં બેસીને અભ્યાસ કરવો પડી રહ્યો છે. હાલમાં આ પ્રાથમિક શાળાનો વીડિયો ખુબ જ વાયરલ થયો છે. જોકે, આ સમગ્ર ઘટના મુદ્દે રાજ્યનું શિક્ષણ વિભાગ હજુ પણ નિદ્રાધીન અવસ્થામાં છે.
રાજ્યમાં શિક્ષણની વ્યવસ્થા દિવસેને દિવસે કથળતી રહી છે, જેના એક પછી એક ઉદાહરણો સામે આવી રહ્યાં છે. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે, જે ખેડા જિલ્લાના ઠાસરાની દીપકપુરા પ્રાથમિક શાળાનો છે. આ વીડિયો જોઇને સમગ્ર સ્થિતિનો ચિતાર મળી જાય છે.
ખરેખરમાં, ખેડા જિલ્લાના ઠાસરામાં આવેલી દીપકપુરા પ્રાથમિક શાળાના બાળકો અત્યારે આવી કડકડતી ઠંડીમાં પણ ખુલ્લામાં બહાર બેસીને શિક્ષણ લઇ રહ્યાં છે. દીપકપુરા પ્રાથમિક શાળામાં હાલની સ્થિતિમાં અભ્યાસ માટેના ઓરડા-વર્ગખંડ જર્જરીત થઇ ચૂક્યા છે અને બાળકોના જીવનુ જોખમ બની ગયા છે. છતાં કોઇ વ્યવસ્થા નથી કરાઇ રહી. ખાસ વાત છે કે, વર્ષ 2018માં દીપકપુરા પ્રાથમિક શાળામાં નવા ઓરડા બનાવવાની માંગ કરાઇ હતી, પરંતુ સરકારે કોઇ નોંધ લીધી નથી. કડકડતી ઠંડીમાં બહાર બેસીને ભણવાનું હોવાથી કેટલાક વાલીઓએ પોતાના બાળકોને શાળાએ જ મોકલવાનું બંધ કરી દીધુ છે.
આ પણ વાંચો
Rajkot: 11મા ધોરણના વિદ્યાર્થીએ શિક્ષકના દબાણથી કર્યો આપઘાત, વીડિયોમાં લગાવ્યા ગંભીર આરોપ