શોધખોળ કરો

Aadhaar-PAN Link : તાત્કાલિક કરો આ કામ, 2 દિવસ બાકી, બેકાર થઈ જશે તમારું પાનકાર્ડ!

આધાર કાર્ડ-પાન કાર્ડ (Aadhaar-PAN Link) લિંક  કરવા માટે તમારી પાસે ફક્ત 2 દિવસ બાકી છે, કારણ કે આ કામ કરવા માટેની અંતિમ તારીખ 31 ડિસેમ્બર નક્કી કરવામાં આવી છે.

Aadhaar-PAN Link Alert: આધાર કાર્ડ-પાન કાર્ડ (Aadhaar-PAN Link) લિંક  કરવા માટે તમારી પાસે ફક્ત 2 દિવસ બાકી છે, કારણ કે આ કામ કરવા માટેની અંતિમ તારીખ 31 ડિસેમ્બર નક્કી કરવામાં આવી છે. આનો અર્થ એ છે કે તમારે વર્ષના છેલ્લા દિવસ સુધીમાં આ કાર્ય પૂર્ણ કરવું પડશે. જો તમે આમ કરવામાં નિષ્ફળ જાઓ છો તો તમારું પાન કાર્ડ બેકાર થઈ જશે. નવા વર્ષમાં તમારે અનેક નાણાકીય મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

પાન-આધાર લિંક કરવાની જરૂર

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (CBDT) એ ભારતીય કર કાયદા હેઠળ પાન-આધાર લિંકિંગ ફરજિયાત બનાવ્યું છે. 1 ઓક્ટોબર, 2024 પહેલા આધાર નંબરનો ઉપયોગ કરીને પાન કાર્ડ જાહેર કરાયેલા કાર્ડધારકો માટે આ આધાર-પાન લિંકિંગ પ્રક્રિયા 31 ડિસેમ્બર સુધીમાં ફરજિયાત છે. આવકવેરા વિભાગે 3 એપ્રિલ, 2025ના રોજ એક સૂચના દ્વારા સ્પષ્ટતા કરી હતી કે આવા પાન યુઝર્સને આ વર્ષના અંત સુધીમાં લિંકિંગ પ્રક્રિયા પૂર્ણ કરવી આવશ્યક છે.

1 જાન્યુઆરીથી પાન કાર્ડ નિષ્ક્રીય થઈ જશે!

આધાર-પાન લિંકિં 31 ડિસેમ્બરની અંતિમ તારીખ સુધીમાં પૂર્ણ ન થાય તો આવા યુઝર્સ પાન કાર્ડ વર્ષના પહેલા દિવસ, 1 જાન્યુઆરી, 2026થી ઈનએક્ટિવેટ થઈ શકે છે. આ ઉપરાંત, અન્ય સમસ્યાઓ પણ ઊભી થઈ શકે છે, જેમાં દંડ, આવકવેરા રિટર્ન ફાઇલ કરવા પર પ્રતિબંધ, વિલંબિત રિફંડ અને સ્ત્રોત પર ઉચ્ચ કર કપાતનો સમાવેશ થાય છે. તેથી અન્ય કાર્યોને બાજુ પર રાખીને આ કાર્ય પહેલા પૂર્ણ કરવું અત્યંત મહત્વપૂર્ણ છે.

પાન-આધાર લિંકિંગ શા માટે જરૂરી ?

જો પાન સમયમર્યાદા સુધીમાં આધાર સાથે લિંક ન થાય અને તમારું પાન કાર્ડ ત્યારબાદ ઈનએક્ટિવેટ થઈ જાય તો આ ઈનએક્ટિવેટ પાન કાર્ડ કરદાતાઓને ITR ફાઇલ કરવાથી, રિફંડ મેળવવાથી અને PAN ફરજિયાત હોય તેવા તમામ ટ્રાન્જેક્શન પૂર્ણ કરવાથી રોકી શકે છે. બેંકો, મ્યુચ્યુઅલ ફંડ્સ અને બ્રોકર્સ KYC-સંબંધિત સમસ્યાઓને કારણે સેવાઓ સ્થગિત કરી શકે છે.

ઘરે બેઠા PAN-આધાર કેવી રીતે લિંક કરવું

  • આવકવેરા વિભાગની વેબસાઇટ www.incometax.gov.in ની મુલાકાત લો.
  • પેજ પર ક્વિક લિંક્સ સેક્શનમાં જાવ અને "Link Aadhaar " પર ક્લિક કરો.
  • તમારી સ્ક્રીન પર ખુલતી નવી વિન્ડોમાં તમારો PAN, આધાર અને મોબાઇલ નંબર દાખલ કરો.
  • 'I validate my Aadhaar details' વિકલ્પ પસંદ કરો.
  • આમ કર્યા પછી તમને તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર એક OTP પ્રાપ્ત થશે.
  • જરૂરી ફીલ્ડમાં વન-ટાઇમ પાસવર્ડ દાખલ કરો અને 'Validate' પર ક્લિક કરો.
  • આ સમગ્ર પ્રક્રિયા પછી તમારું PAN તમારા આધાર કાર્ડ સાથે લિંક થઈ જશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

1 ઓક્ટોબરથી FD ના નિયમોમાં થશે મોટો ફેરફાર: ગ્રાહકોને અસર કરશે? જાણો 5 ખાસ વાતો
1 ઓક્ટોબરથી FD ના નિયમોમાં થશે મોટો ફેરફાર: ગ્રાહકોને અસર કરશે? જાણો 5 ખાસ વાતો
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
FSSAI ની ડાબર ઈન્ડિયાને નોટિસ, 100% દાવા સાથે મધ, ઘી, તેલના વેચાણ પર રોક 
FSSAI ની ડાબર ઈન્ડિયાને નોટિસ, 100% દાવા સાથે મધ, ઘી, તેલના વેચાણ પર રોક 
8th Pay Commission: 7 વર્ષમાં ડબલ થશે પગાર? DA મર્જરથી લઈ પગાર વધારા સુધી, એક્સપર્ટે સમજાવ્યું કેલક્યુલેશન 
8th Pay Commission: 7 વર્ષમાં ડબલ થશે પગાર? DA મર્જરથી લઈ પગાર વધારા સુધી, એક્સપર્ટે સમજાવ્યું કેલક્યુલેશન 

વિડિઓઝ

Tharad News : થરાદ નર્મદાની મુખ્ય કેનાલમાંથી મળ્યો યુવકનો મૃતદેહ
Chaudhary Samaj : ઉત્તર ગુજરાતમાં મહંત બળદેવગિરિ સામે આક્રોશ
Baroda Dairy Chairman Election : બરોડા ડેરીમાં દિનુમામાનો દબદબો યથાવત, ચેરમેન પદે થયા રિપીટ
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા
Supreme Court : લિવ-ઈનમાં રહેતી યુવતીઓને લઈ સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ
ટીમ ઈન્ડિયા શ્રીલંકા જવા રવાના થઈ, એક ખેલાડી ભારતમાં જ રોકાયો; જાણો શું છે કારણ
ટીમ ઈન્ડિયા શ્રીલંકા જવા રવાના થઈ, એક ખેલાડી ભારતમાં જ રોકાયો; જાણો શું છે કારણ
આજે સોનામાં કડાકો! 24થી લઈને 18 કેરેટના ભાવમાં થયો મોટો ઘટાડો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ રેટ
આજે સોનામાં કડાકો! 24થી લઈને 18 કેરેટના ભાવમાં થયો મોટો ઘટાડો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ રેટ
તમારા માટે કામના સમાચાર: પાસપોર્ટ વેરિફિકેશન માટે અરજદારે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી
તમારા માટે કામના સમાચાર: પાસપોર્ટ વેરિફિકેશન માટે અરજદારે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી
Gir Somnath Leopard: ઉનામાં રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસતા રહીશોમાં ફફડાટ, વન વિભાગ એક્શનમાં

Embed widget