શોધખોળ કરો

Gift City: ગુજરાતના કયા ધારાસભ્યએ ગિફ્ટ સિટીમાં દારૂની છૂટને રાજ્યને કલંકિત કરતી ઘટના ગણાવી?

Gujarat News: ગુજરાતીની લાગણી અને માંગણીને ધ્યાને રાખી તાત્કાલિક અસરથી આ છૂટ પર રોક લગાવવા બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ માંગ કરી.

Gujarat Liquor News: બોટાદ ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા દ્વારા હાલમાં ગુજરાત સરકાર દ્વારા ગિફ્ટ સિટી ગાંધીનગર ખાતે દારૂની છૂટ આપવામાં આવતા તાત્કાલિક અસરથી ગાંધીનગરમાં લીકર સેવન ઉપર તાત્કાલિક રોક લગાવવા માટે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે.

બોટાદ ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા દ્વારા જણાવવામાં આવ્યું કે ગાંધીના આ ગુજરાતમાં ગિફ્ટ સિટી ગાંધીનગર ખાતે અધિકૃત રીતે કામ કરતા કર્મચારી/અધિકારી તેમજ ગિફ્ટ સિટી ખાતે અધિકૃત રીતે મુલાકાત લેતા મુલાકાતીઓને લીકરના સેવન માટે મુક્તિ આપવામાં આવી રહી છે, જે ગુજરાત રાજ્યને કલંકિત કરતી ઘટના છે, ગુજરાતની અસ્મિતાનું ઘોર અપમાન કહી શકાય તેવી સ્થિતિ ઉભી થવા જઈ રહી છે, ગાંધીના ગુજરાતમાં દરેક ગુજરાતીનું આ ઘોર અપમાન છે જેના લીધે ગુજરાતની જનતાની લાગણી દુભાઈ શકે તેવું કૃત્ય થવા જઈ રહ્યું છે, ગુજરાતમાં દારૂબંધી માટે કડક વલણ દાખવવામાં આવે અને તાત્કાલિક અસરથી ગિફ્ટ સિટી ખાતે અધિકૃત રીતે કામ કરતા કર્મચારી/અધિકારી તેમજ ગિફ્ટ સિટી ખાતે અધિકૃત રીતે મુલાકાત લેતા મુલાકાતીઓને લીકરના સેવન માટે મુક્તિ પર રોક લગાવવામાં આવે તેવી દરેક ગુજરાતીની લાગણી અને માંગણીને ધ્યાને રાખી તાત્કાલિક અસરથી આ છૂટ પર રોક લગાવવા બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ માંગ કરી હતી.

Gift City: ગુજરાતના કયા ધારાસભ્યએ ગિફ્ટ સિટીમાં દારૂની છૂટને રાજ્યને કલંકિત કરતી ઘટના ગણાવી?

ભાજપના ધારાસભ્ય અલ્પેશ ઠાકેરે શું કહ્યું

ગિફ્ટ સિટીમાં અપાયેલી દારૂની છૂટ અંગે ભાજપના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું, હું દારૂબંધીનો હિમાયતી છું અને રહીશ. ગિફ્ટ સિટીમાં માત્ર બહારથી આવતા લોકો માટે છૂટ અપાઈ છે. આ કોઈ નવી બાબત નથી ગુજરાતની અનેક હોટલોમાં આવી છૂટ છે.  પરમીટ ધારકો માટે ગુજરાતની અનેક હોટલમાં આ વ્યવસ્થા પહેલાથી છે, ગિફ્ટ સિટીમાં ગુજરાતીઓ માટે છૂટ આપવામાં નથી આવી. કોઈ અમદાવાદથી ગિફ્ટ સિટીમાં દારૂ પીવા આવે એવું નહીં બને. ગિફ્ટ સિટીમાં દારૂની હાટડીઓ નથી ખૂલવાની.

કૃષિ મંત્રી રાઘવજી પટેલે શું કહ્યું

ગિફ્ટ સિટીમાં ડાઇન એન્ડ વાઇન મામલે રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું ગિફ્ટ સિટીની જરૂરિયાતોને લઈ નિર્ણય લીધો છે. ગિફ્ટ સિટીમાં આંતરરાષ્ટ્રીય વેપારી, તજજ્ઞો આવશે જેથી સમગ્ર નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારના નિર્ણયને હું આવકારું છું. સુરત, મોરબી અને રાજકોટમાં ઉઠેલી માંગ અંગે સરકાર વિચારણા કરશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ

આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય,  PAK-કેનેડા કરતાં પણ વધારે.....

Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન

SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આવો મેસેજ આવે તો ક્લિક ન કરતા, બેંકે એલર્ટ જાહેર કર્યું
SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આવો મેસેજ આવે તો ક્લિક ન કરતા, બેંકે એલર્ટ જાહેર કર્યું
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેનેડાને પૂરું કરોHun To Bolish : હું તો બોલીશ : નવા વર્ષે તો સુધરોVav by-Poll 2024: વાવ ચૂંટણીમાં હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, હર્ષ સંઘવી અને ગુલાબસિંહ રાજપૂત વચ્ચે શાબ્દિક જંગIsudan Gadhvi: અમદાવાદમાં AAPના કાર્યાલયમાં તાળું તૂટ્યું, મહત્ત્વની વસ્તુ ચોરાયાનો ઈસુદાનનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ
વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય,  PAK-કેનેડા કરતાં પણ વધારે.....
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય, PAK-કેનેડા કરતાં પણ વધારે.....
Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન
Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન
SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આવો મેસેજ આવે તો ક્લિક ન કરતા, બેંકે એલર્ટ જાહેર કર્યું
SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આવો મેસેજ આવે તો ક્લિક ન કરતા, બેંકે એલર્ટ જાહેર કર્યું
Chhath Puja 2024: છઠ પૂજા પર કરો આ કામ, પિતૃ દોષમાંથી મળશે મુક્તિ, બાળકો રહેશે ખુશ

2025 માં આવશે Reliance Jio IPO, સૌથી મોટા આઈપીઓને લઈને મોટા સમાચાર

અરવિંદ કેજરીવાલના નિશાને ભાજપ, કહ્યું - 'ભૂલથી BJP ને વોટ આપ્યો તો દિલ્હીને યુપી-બિહાર...'

મુંબઈમાં સગીર છોકરી સાથે શારીરિક સંબંધ બાંધતા એક વ્યક્તિનું મોત, મૃત્યુ પહેલા કર્યું હતું આ કામ

Embed widget