શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
(Source: ECI/ABP News/ABP Majha)
Narmda Panchayat Election 2021 Results: નર્મદા જિલ્લામાં ભાજપનો વિજય, જાણો કૉંગ્રેસ-BTPને કેટલી બેઠકો મળી ?
નર્મદા જિલ્લામાં પણ કૉંગ્રેસ અને બીટીપી(BTP)ને હારનો સામનો કરવો પડ્યો છે. નર્મદા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભવ્ય જીત મેળવી છે.
![Narmda Panchayat Election 2021 Results: નર્મદા જિલ્લામાં ભાજપનો વિજય, જાણો કૉંગ્રેસ-BTPને કેટલી બેઠકો મળી ? Gujarat Panchayat Election 2021 Results Narmada District and taluka panchayat election results Narmda Panchayat Election 2021 Results: નર્મદા જિલ્લામાં ભાજપનો વિજય, જાણો કૉંગ્રેસ-BTPને કેટલી બેઠકો મળી ?](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/03/03025104/manshuk-vasava-narmada-rally.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નર્મદા: રાજ્યની તમામ 31 જિલ્લા પંચાયતો પર કમળ ખીલ્યું છે. 2022ની વિધાનસભાની સેમી ફાઈનલ સમી આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપની મહાજીત થઈ છે. ત્યારે નર્મદા જિલ્લામાં પણ કૉંગ્રેસ અને બીટીપી(BTP)ને હારનો સામનો કરવો પડ્યો છે. નર્મદા જિલ્લા પંચાયતની કુલ બેઠક 22 બેઠકમાંથી ભાજપે 19 બેઠકો જીતી જિલ્લા પંચાયત પર કબજો કર્યો છે. જ્યારે કૉંગ્રેસના ફાળે માત્ર 2 બેઠક અને છોટુ વસાવાની પાર્ટી બીટીપીને એક બેઠક પર જીત મળી હતી.
નર્મદાની જનતાએ કેવડીયાના વિકાસ ને વધાવ્યો છે. આંદોલનની વારંવાર આગેવાની લેનાર કોંગ્રેસ અને ભારતીય ટ્રાઇબલ પાર્ટીને જાકારો આપ્યો છે. ભાજપે આશ્ચર્યજનક રીતે કેવડિયા જિલ્લા - તાલુકા પંચાયત બેઠક કબજે કરી છે. 20-20 વર્ષથી કોંગ્રેસના કબ્જામાં આ બેઠક હતી.
પંચાયતની ચૂંટણીમાં જીત બાદ ભાજપના સાંસદ મનસુખ વસાવાએ કહ્યું- બિટીપી ની અલગતાવાદી ની વાતો ને મતદારો એ જાકારો આપ્યો છે. બીટીપી પર થી મતદારો નો વિશ્વાસ ઉઠી ગયો છે. ભારતીય જનતા પાર્ટી ની વિકાસ ની વાતો માં મતદારો એ વિશ્વાસ મૂકીને જંગી બહુમતી આપી છે.
રાજપીપલા નગરપાલિકા
કુલ બેઠક - ૨૮
ભાજપ - ૧૬
કોંગ્રેસ - ૬
અપક્ષ - ૬
તાલુકા પંચાયત - નાંદોદ
કુલ બેઠક - ૧૮
ભાજપ - ૧૫
કોંગ્રેસ - ૨
અપક્ષ - ૧
તાલુકા પંચાયત - ગરુડેશ્વર
કુલ બેઠક - ૧૬
ભાજપ - ૯
કોંગ્રેસ - ૭
અપક્ષ - 0.
તાલુકા પંચાયત - તિલકવાડા
કુલ બેઠક - ૧૬
ભાજપ - ૧૦
કોંગ્રેસ - ૫
અપક્ષ - ૧
તાલુકા પંચાયત - ડેડીયાપાડા
કુલ બેઠક - ૨૨
ભાજપ - ૧૬
કોંગ્રેસ - ૦૪
Btp - ૦૨
તાલુકા પંચાયત - સાગબારા
કુલ બેઠક - ૧૮
ભાજપ - ૧૨
કોંગ્રેસ - ૦૩
Btp - ૦૨.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
સુરત
ક્રિકેટ
બિઝનેસ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![gujarati.abplive.com](https://cdn.abplive.com/imagebank/editor.png)
gujarati.abplive.com
Opinion