શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ગુજરાત પોલીસે 14થી 20 ડિસેમ્બર સુધીમાં માસ્ક નહી પહેરનારાઓ પાસેથી 8 કરોડથી વધુનો દંડ વસુલ્યો
ગુજરાતમાં કોરોના વાયરસ સંક્રમણના કેસમાં ઘટાડો થયો છે. જો કે હજુ પણ લોકો માસ્ક નહી પહેરીની બેદરકારી દાખવે છે.
અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસ સંક્રમણના કેસમાં ઘટાડો થયો છે. જો કે હજુ પણ લોકો માસ્ક નહી પહેરીની બેદરકારી દાખવે છે. જાહેરમાં થુંકીને કોરોના સંક્રમણ વધારે છે. ગુજરાત પોલીસે આવા લોકો સામે દંડનીય કાર્યવાહી કરે છે. જે અંતર્ગત ગુજરાત પોલીસે 14 ડિસેમ્બરથી 20 ડિસેમ્બર સુધીમાં 88,593 લોકો સામે જાહેરમાં માસ્ક નહી પહેરવા બદલ અને જાહેરમાં થુકીને નિયમોનો ભંગ કરવા બદલ દંડ ફટકારી 8 કરોડથી વધુનો દંડ વસુલ્યો છે.
કરફ્યુ ભંગને એમ વી એક્ટની કલમની જોગવાઇનો ભંગ કરવા બદલ 6063 વાહન જપ્ત કર્યા છે. અને જાહેરનામા ભંગ બદલ કુલ 8 હજાર 583 વ્યક્તિઓની ધરપકડ કરી છે.
રાજ્ય પોલીસ વડાઆશિષ ભાટિયાએ હજુ પણ તાકીદ કરી છે કે કોરોનાની ગાઇડલાઇનનો અમલ નહી કરનાર સામે હજુ પણ આકરી કાર્યવાહી કરવી. આમ, પોલીસ દ્વારા હજુ પણ દંડની કાર્યવાહી વધુ આકરી રીતે કરવામાં આવશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion