Gujarat Politics: હપ્તાખોરીના મુદ્દે ગરમાયું ગુજરાતનું વાતાવરણ, મનસુખ વસાવા – ચૈતર વસાવા આવ્યા સામ સામે
આજે સાંસદ મનસુખ વસાવા દિલ્હીથી આવશે. તેમણે કહ્યું, ચૈતર વસાવા જ્યાં બોલાવે ત્યાં હું આવવા તૈયાર છું.
Narmada: હપ્તાખોરીના મુદ્દે ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. નેતાઓ હપ્તા ઉઘરાવતા હોવાનો મુદ્દો ગરમાયો છે, ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવાના વિસ્તારમાં કેટલાક રાજકીય નેતાઓ દ્વારા ખંડણી ઉઘરાવામાં આવે છે તેવો નનામો પત્ર વાયરલ થતા ચકચાર મચી ગઈ છે. ચૈતર વસાવાએ જાહેરમાં ચર્ચા કરવા પડકાર ફેંક્યો છે. તેણે કહ્યું મનસુખ વસાવા આરોપો અંગે પુરાવા સાથે ખુલાસા નહીં કરે તો માનહાનિનો કેસ કરીશ.
આજે સાંસદ મનસુખ વસાવા દિલ્હીથી આવશે. તેમણે કહ્યું, ચૈતર વસાવા જ્યાં બોલાવે ત્યાં હું આવવા તૈયાર છું. 3 દિવસની મારી લોકસભામાં રજાને લઈ હું રાજપીપળા આવ્યો છું. જે મારે પુરાવા આપવા હશે એ હું એની સામે પુરાવા આપવાનો છું.
મનસુખ વસાવાના નામે પત્ર થયો છે વાયરલ
ભરૂચના સાંસદ મનસુખ વસાવાના નામે એક પત્ર વાયરલ થયો છે. જે બાદ મનસુખ વસાવા વસાવાએ કહ્યું, સી.આર.પાટીલ સાહેબને જે પત્ર લખ્યો છે તે મે નથી લખ્યો આ વિશે મેં મીડિયા સમક્ષ તથા અનેક લોકો સમક્ષ ખુલાસો કર્યો છે. જે પત્ર જીલ્લામાં આ ક્ષેત્રે કામ કરનાર નારાજ લોકોએ લખ્યો હશે એવું મારું માનવુ છે. આ પ્રશ્ન બાબતે 18 માર્ચ ના રોજ જીલ્લા સંકલનની બેઠક પહેલા મુખ્ય અધિકારીઓ સાથે પણ મારી ચર્ચા થઈ હતી તથા જીલ્લા સંકલનની બેઠક પૂર્ણ થયા બાદ તમારી સાથે તેમજ જીલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવાની સાથે આ પત્ર બાબતે ચર્ચા કરવામાં આવી હતી.છતાં પણ આ પ્રશ્ન ને તમે જાણી જોઈને નકારાત્મક પ્રસિધ્ધિ મેળવા વેગ આપી રહ્યા છો. આ પત્ર માં અમારી પાર્ટીના આગેવાનો ના પણ નામ છે. હું શું કામ પત્ર લખુ? આ પત્ર મેં નથી લખ્યો અને એમાં પત્રમાં મારી સહી પણ નથી. ચૈતર વસાવાને મારો જવાબ છે કે મનરેગા યોજના હોય કે કોઈપણ પ્રકારના બાંધકામના કામો હોય, રોડ રસ્તા સહિતના તમામ બધા જ કામોમાં ગુણવત્તા જળવાય, સરકારી નાણાનો સદઉપયોગ થાય એના માટે જિલ્લા દીશા બેઠક કે જિલ્લા સંકલન બેઠકમાં મેં સતત જિલ્લાના જવાબદાર અધિકારીઓનું ધ્યાન દોરતો આવ્યો છું.
આ પણ વાંચોઃ
Gujarat Weather: દ્વારકામાં વહેલી સવારે ગાજવીજ સાથે કમોસમી વરસાદ, અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ