શોધખોળ કરો

Gujarat Weather: દ્વારકા - અમદાવાદમાં કમોસમી વરસાદ, સૌરાષ્ટ્રમાં વાદળછાયું વાતાવરણ

Weather: અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ વાદળછાયુ વાતાવરણ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે અમદાવાદ સહિત સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ વરસશે.

Gujarat Weather Update: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના લીધે કમોસમી વરસાદ રહેશે. કેટલાક વિસ્તારમાં ગાજવીજ અને પવન સાથે કમોસમી વરસાદ પડશે. હવાવાન વિભાગની આગાહી મુજબ, યાત્રાધામ દ્વારકામાં વહેલી સવારે ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડ્યો. અચાનક વાતાવરણમાં પલટો થતાં ગાજવીજ સાથે વરસાદ સાથે વીજ પુરવઠો પણ બંધ થયો હતો. અચાનક કમોસમી વરસાદ પડતા સમગ્ર દ્વારકાના રોડ રસ્તા પાણી પાણી થઈ ગયા હતા. યાત્રાધામ દ્વારકામાં ભર ચોમાસા જેવો વરસાદી માહોલ જોવા મળ્યો હતો.

અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ વાદળછાયુ વાતાવરણ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે અમદાવાદ સહિત સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર અને  દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ વરસશે. 30 માર્ચે અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, જામનગર, પોરબંદર, દ્વારકા, મોરબી, કચ્છ, અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ જિલ્લામાં વરસાદ વરસી શકે છે.  31 માર્ચે ગીર સોમનાથ, સુરત, નવસારી, વલસાડ અને ભરુચ જિલ્લામાં વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના મતે વરસાદની સાથે ભારે પવન પણ ફૂંકાશે.

સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ

 રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વહેલી સવારથી વાદળછાયુ વાતાવરણ છે. વાદળ છાયા વાતાવરણને લઈને ફરીથી ખેડૂતોની ચિંતા વધી છે. જો હવે વરસાદ પડશે તો ખેડૂતોના પાછોતરા ઘઉં અને લસણના પાકમાં સૌથી વધુ નુકસાન થશે. સૌરાષ્ટ્રમાં અમુક ખેડૂતોએ કપાસનો પાક કાઢીને પાછોતરા ઘઉંનું વાવેતર કર્યું હતું, અમુક વિસ્તારોમાં ખેડૂતોનું લસણ ડાબામા ખેતરોમાં પડ્યું છે. સાથે જ કેરીના પાકને પણ મોટા પ્રમાણમાં નુકસાન થશે. એક મહિનાના સમયગાળામાં સતત ચોથી વખત વરસાદ પડશે તો ફરીથી ખેડૂતોની મુશ્કેલી વધશે. જોકે સરકાર દ્વારા હજી સુધી સૌરાષ્ટ્રના એક પણ જિલ્લામાં ખેડૂતોને એક પણ રૂપિયાની સહાય મળી નથી. સરકારના નિયમો એવા કે ખેડૂતોનો પાક નિષ્ફળ જાય તો પણ તેમને સહાય ન મળે. અલગ અલગ વિસ્તારોમાં કૃષિ અધિકારીઓએ સર્વે કર્યા પરંતુ ખેડૂતોને ફદીયું પણ મળ્યું નથી.

દિલ્હી-NCRના વાતાવરણમાં બદલાવ

દિલ્હી-NCR સહિત ઉત્તર ભારતમાં ફરી એકવાર હવામાન બદલાયું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દિલ્હી-એનસીઆરમાં ગુરુવારે (30 માર્ચ) વાદળછાયું વાતાવરણ રહેશે અને વરસાદ પડી શકે છે. ઉત્તર પ્રદેશમાં પણ હવામાનમાં ફેરફારની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુરુવારે બપોર અથવા સાંજથી ભારે પવન ફૂંકાશે. શુક્રવારે (31 માર્ચ)ના રોજ વાવાઝોડા સાથે વરસાદની સંભાવના છે. આ સ્થિતિ શનિવાર સુધી યથાવત રહેવાની ધારણા છે. લખનૌમાં 31 માર્ચ અને 1 એપ્રિલ માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સૌથી પહેલા રાજસ્થાનને અસર કરશે. હવામાન વિભાગે ગુરુવારે રાજસ્થાનમાં વરસાદની આગાહી કરી છે. આગાહી મુજબ આજે પૂર્વ રાજસ્થાનમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. વાવાઝોડાની સાથે સાથે અનેક જગ્યાએ વીજળી અને કરા પડવાની શક્યતા છે. રાજ્યમાં 31 માર્ચ અને 1 એપ્રિલે પણ વરસાદની શક્યતા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

કોંગ્રેસને ડબલ ફટકોઃ પહેલા હાઈકોર્ટે અરજી ફગાવી, હવે આવકવેરા વિભાગે 1700 કરોડની નોટિસ ફટકારી
કોંગ્રેસને ડબલ ફટકોઃ પહેલા હાઈકોર્ટે અરજી ફગાવી, હવે આવકવેરા વિભાગે 1700 કરોડની નોટિસ ફટકારી
LokSabha Election 2024: પાટણ બેઠક પર કોંગ્રેસના સમર્થનમાં પાટીદારો,  શપથ લેતા હોય તેવો વીડિયો વાયરલ
LokSabha Election 2024: પાટણ બેઠક પર કોંગ્રેસના સમર્થનમાં પાટીદારો,  શપથ લેતા હોય તેવો વીડિયો વાયરલ
Controversial statement: ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા સામે આ વ્યક્તિએ કેમ કરી ફરિયાદ? જાણો શું છે મામલો
Controversial statement: ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા સામે આ વ્યક્તિએ કેમ કરી ફરિયાદ? જાણો શું છે મામલો
UGC એ PhD માં પ્રવેશ માટેના નિયમોમાં કર્યો મોટો ફેરફાર, હવે આ સ્કોરને આધારે જ મળશે એડમિશન
UGC એ PhD માં પ્રવેશ માટેના નિયમોમાં કર્યો મોટો ફેરફાર, હવે આ સ્કોરને આધારે જ મળશે એડમિશન
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Dahod Congress | યુથ કોંગ્રેસના મહામંત્રી કલ્પેશ બરજોડે આ મોટા કારણથી છોડી દીધી કોંગ્રેસ પાર્ટીGeniben Thakor|‘પ્રજાના પ્રતિનિધીએ ચૂંટાણા પછી કઈ ભાષામાં વાત કરવી એ તો...’ જાણો શું કહ્યું ગેનીબેનેParshottam Rupala | રૂપાલા દ્વારા સર્જાયેલા વિવાદનો અંત લાવવા જયરાજસિંહ મેદાને, પાટીલે શું કહ્યું?Mukhtar Ansari Death | મુખ્તાર અંસારીનું આજે કરાશે પોસ્ટમાર્ટમ, ઉત્તર પ્રદેશમાં હાઈ એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોંગ્રેસને ડબલ ફટકોઃ પહેલા હાઈકોર્ટે અરજી ફગાવી, હવે આવકવેરા વિભાગે 1700 કરોડની નોટિસ ફટકારી
કોંગ્રેસને ડબલ ફટકોઃ પહેલા હાઈકોર્ટે અરજી ફગાવી, હવે આવકવેરા વિભાગે 1700 કરોડની નોટિસ ફટકારી
LokSabha Election 2024: પાટણ બેઠક પર કોંગ્રેસના સમર્થનમાં પાટીદારો,  શપથ લેતા હોય તેવો વીડિયો વાયરલ
LokSabha Election 2024: પાટણ બેઠક પર કોંગ્રેસના સમર્થનમાં પાટીદારો,  શપથ લેતા હોય તેવો વીડિયો વાયરલ
Controversial statement: ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા સામે આ વ્યક્તિએ કેમ કરી ફરિયાદ? જાણો શું છે મામલો
Controversial statement: ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા સામે આ વ્યક્તિએ કેમ કરી ફરિયાદ? જાણો શું છે મામલો
UGC એ PhD માં પ્રવેશ માટેના નિયમોમાં કર્યો મોટો ફેરફાર, હવે આ સ્કોરને આધારે જ મળશે એડમિશન
UGC એ PhD માં પ્રવેશ માટેના નિયમોમાં કર્યો મોટો ફેરફાર, હવે આ સ્કોરને આધારે જ મળશે એડમિશન
Sabarkantha: સાબરકાંઠા બેઠક પર ડેમેજ કન્ટ્રોલના ભાજપના પ્રયાસ, અરવલ્લી પહોંચ્યા હર્ષ સંઘવી
Sabarkantha: સાબરકાંઠા બેઠક પર ડેમેજ કન્ટ્રોલના ભાજપના પ્રયાસ, અરવલ્લી પહોંચ્યા હર્ષ સંઘવી
Unseasonal Rain : કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ, કેરી પકવતા ખેડૂતો ચિંતામાં
Unseasonal Rain : કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ, કેરી પકવતા ખેડૂતો ચિંતામાં
Lok sabha 2024 Live Update: સીટ વહેંચણીને લઈને કોંગ્રેસ અને આરજેડી વચ્ચે વાતચીત, MVAને લઈને પ્રકાશ આંબેડકર કરશે મોટો ખુલાસો
Lok sabha 2024 Live Update: સીટ વહેંચણીને લઈને કોંગ્રેસ અને આરજેડી વચ્ચે વાતચીત, MVAને લઈને પ્રકાશ આંબેડકર કરશે મોટો ખુલાસો
IPL 2024: IPL 2024માં 16 વર્ષના ખેલાડીની એન્ટ્રી, KKRએ ટીમમાં કર્યો સામેલ, RR તરફથી રમશે કેશવ મહારાજ
IPL 2024: IPL 2024માં 16 વર્ષના ખેલાડીની એન્ટ્રી, KKRએ ટીમમાં કર્યો સામેલ, RR તરફથી રમશે કેશવ મહારાજ
Embed widget