શોધખોળ કરો

Gujarat Rain: રાજ્યના ૧૨થી વધુ જિલ્લામાં ભારે વરસાદની આગાહી, તંત્રને ૨૪x૭ કંટ્રોલરૂમ શરૂ કરવા મુખ્યમંત્રીના આદેશ

Rain Alert: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ૫૦ ૭૦ કિ.મી.ની ઝડપે પવન સાથે ગાજવીજ અને ભારે વરસાદનું યલો એલર્ટ; ૨૮ મે સુધી રાજ્યમાં વરસાદી કહેરની શક્યતા, વહીવટીતંત્ર સતર્ક.

Gujarat Rain: ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાના વિધિવત આગમન પૂર્વે જ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં રાજ્યભરમાં વરસાદી માહોલ છવાયો છે. હવામાન વિભાગે આગામી ૭ દિવસ દરમિયાન, ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ગાજવીજ અને ભારે પવન સાથે હળવાથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. જેને પગલે રાજ્ય સરકારે અસરગ્રસ્ત જિલ્લાઓના વહીવટીતંત્રને સંપૂર્ણપણે સતર્ક રહેવા અને ૨૪x૭ કંટ્રોલરૂમ કાર્યરત કરવા સૂચના આપી છે.

હવામાન વિભાગ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, આજે ગુરુવારે (૨૨ મે) જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદની શક્યતાને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

આગામી દિવસોની આગાહી:

  • ૨૩ થી ૨૫ મે (શુક્રવારથી રવિવાર): રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, ભરૂચ, સુરત, તાપી, નર્મદા, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
  • ૨૬ મે (સોમવાર): આ દિવસે વરસાદનો વ્યાપ વધવાની શક્યતા છે. રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, આણંદ, ભરૂચ, સુરત, તાપી, છોટા ઉદેપુર, નર્મદા, નવસારી, ડાંગ અને વલસાડ (કુલ ૧૫ જિલ્લા)માં ગાજવીજ સાથે ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું છે. આ દરમિયાન સમગ્ર ગુજરાતમાં ૫૦ ૭૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની અને મેઘગર્જના થવાની પણ સંભાવના છે.
  • ૨૭ મે (મંગળવાર): દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં યલો એલર્ટ હેઠળ ભારે વરસાદની આગાહી છે.
  • ૨૮ મે (બુધવાર): દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, નવસારી, ડાંગ, તાપી અને વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતા દર્શાવતું યલો એલર્ટ જાહેર કરાયું છે.

ભારે વરસાદની આગાહીને પગલે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સંબંધિત જિલ્લાઓના વહીવટી તંત્રોને સંપૂર્ણ સતર્ક અને સજાગ રહેવા કડક સૂચનાઓ આપી છે. યલો એલર્ટ જાહેર કરાયેલા તમામ જિલ્લાઓમાં ૨૪x૭ કંટ્રોલરૂમ તાત્કાલિક અસરથી શરૂ કરવા પણ આદેશ આપ્યો છે, જેથી કોઈપણ આપાતકાલીન પરિસ્થિતિને પહોંચી વળી શકાય.

હાલ સમગ્ર દેશમાં કમોસમી વરસાદનો માહોલ જોવા મળી રહ્યો છે. અરબી સમુદ્રમાં સક્રિય સિસ્ટમ ઉપરાંત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, પંજાબ, ઉત્તરપ્રદેશ, બંગાળની ખાડી અને દક્ષિણ ગુજરાત નજીક ઉત્તર પૂર્વ અરબી સમુદ્રમાં પણ સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ્સ સક્રિય હોવાનું હવામાન નિષ્ણાતો જણાવી રહ્યા છે, જે આ અસાધારણ વરસાદી માહોલ માટે જવાબદાર છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
Bharuch: ભરૂચ જિલ્લાના ખેડૂતો આંદોલનના માર્ગે, પાવરગ્રીડ લાઇનના વિરોધમાં યોજી વિશાળ ટ્રેક્ટર રેલી
Bharuch: ભરૂચ જિલ્લાના ખેડૂતો આંદોલનના માર્ગે, પાવરગ્રીડ લાઇનના વિરોધમાં યોજી વિશાળ ટ્રેક્ટર રેલી
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી
Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
Tarot Card Rashifal : કન્યા રાશિ માટે ધન પ્રાપ્તિનો શુભ અવસર, જાણો શું કહે છે આપનું કિસ્મતનું કાર્ડ
Tarot Card Rashifal : કન્યા રાશિ માટે ધન પ્રાપ્તિનો શુભ અવસર, જાણો શું કહે છે આપનું કિસ્મતનું કાર્ડ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
Embed widget