Gujarat Rain Live Updates: બોટાદના ગઢડામાં મૂશળધાર વરસાદ બાદ રસ્તાઓ ધોવાયા, ઘેલો નદી પરના પુલને નુકસાન
Gujarat Rain Live Updates: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 227 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. મળતી જાણકારી અનુસાર, રાજ્યના 8 તાલુકામાં સાડા ચારથી પોણા આઠ ઈંચ વરસાદ વરસ્યો હતો
LIVE

Background
Gujarat Rain Live Updates: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 227 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. મળતી જાણકારી અનુસાર, રાજ્યના 8 તાલુકામાં સાડા ચારથી પોણા આઠ ઈંચ વરસાદ વરસ્યો હતો. તે સિવાય બોટાદના બરવાળામાં પોણા આઠ ઈંચ, સુરેન્દ્રનગરના સાયલામાં સવા છ ઈંચ, બોટાદ તાલુકામાં સાડા પાંચ ઈંચ, સુરેન્દ્રનગરના મુળીમાં સાડા પાંચ ઈંચ, જામનગરના જોડીયામાં સાડા પાંચ ઈંચ, ભાવનગરના ઉમરાળામાં પાંચ ઈંચ, સુરેન્દ્રનગરના થાનગઢમાં પાંચ ઈંચ, ભાવનગરના વલ્લભીપુરમાં સવા ચાર ઈંચ, સુરેન્દ્રનગરના ચુડામાં ચાર ઈંચ, બોટાદના રાણપુરમાં પોણા ચાર ઈંચ, કચ્છના ગાંધીધામમાં સાડા ત્રણ ઈંચ, બનાસકાંઠાના દિયોદરમાં સાડા ત્રણ ઈંચ, અમદાવાદના ધંધુકામાં સાડા ત્રણ ઈંચ, આણંદના બોરસદમાં સવા ત્રણ ઈંચ, કચ્છના અંજારમાં ત્રણ ઈંચ, આણંદના પેટલાદમાં ત્રણ ઈંચ, કચ્છના નખત્રાણામાં ત્રણ ઈંચ, આણંદના ખંભાતમાં ત્રણ ઈંચ, મોરબીના માળીયામાં પોણા ત્રણ ઈંચ વરસાદ વરસ્યો હતો.
તે સિવાય અમદાવાદના ધોલેરામાં અઢી ઈંચ, ભાવનગરના સિહોરમાં અઢી ઈંચ, આણંદ તાલુકામાં સવા બે ઈંચ, સાબરકાંઠાના ઈડરમાં સવા બે ઈંચ, અમદાવાદના દસક્રોઈમાં સવા બે ઈંચ, મોરબી તાલુકામાં સવા બે ઈંચ, ચોટીલા, વઢવાણમાં સવા બે ઈંચ, ભચાઉ, વાંકાનેરમાં સવા બે ઈંચ, કલ્યાણપુર, તારાપુરમાં બે બે ઈંચ, અબડાસા, ભૂજ, રાપરમાં પોણા બે ઈંચ, જામનગર, દ્વારકામાં પોણા બે ઈંચ, પાટણ ખંભાળીયામાં પોણા બે ઈંચ, જૂનાગઢના માંગરોળમાં પોણા બે ઈંચ, વલસાડના ઉમરગામમાં પોણા બે ઈંચ, સાબરકાંઠાના વિજયનગરમાં પોણા બે ઈંચ, 30 તાલુકામાં એકથી દોઢ ઈંચ વરસાદ વરસ્યો હતો.
રાજ્યમાં 11 જળાશયો હાઇએલર્ટ પર
ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ ખાબકી રહ્યો છે, સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી અને બોટાદમાં ચોમાસાના પ્રથમ વરસાદે જ તબાહી મચાવી દીધી છે. ભારે વરસાદના કારણે રાજ્યના મોટાભાગના જળાશયો ભરાયા છે, જેમાં કેટલાકને હાઇ એલર્ટ અને એલર્ટ પર મુકવામાં આવ્યા છે. હાલમાં તાજા અપડેટ પ્રમાણે, રાજ્યમાં 11 જળાશયો હાઇએલર્ટ પર મુકવામાં આવ્યા છે. જેમાં 13 ડેમ એલર્ટ પર તો 10 જળાશય વૉર્નિંગ લેવલ પર મુકાયા છે. રાજ્યના 9 જળાશય 100 ટકા ભરાયા છે.
ભાવનગરમાં પડેલા ભારે વરસાદના કારણે શેત્રુંજી ડેમ ઓવરફ્લો થયો છે
છેલ્લા બે દિવસથી ભાવનગર, બોટાદ અને અમરેલીમાં ભારે વરસાદ ખાબકી રહ્યો છે. તાજા અપડેટ પ્રમાણે, ભાવનગરમાં પડેલા ભારે વરસાદના કારણે શેત્રુંજી ડેમ ઓવરફ્લો થયો છે. હાલમાં શેત્રુંજી ડેમના તમામ 59 દરવાજા 2 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે, સતત પાણીની આવક વધતા નીચાણવાળા 17 જેટલા વિસ્તારોને એલર્ટ અપાયુ છે. શેત્રુંજી ડેમના 59 દરવાજા ખોલવામાં આવતા 15,340 ક્યુસેક પાણીની આવક સામે 15340 ક્યુસેક પાણીની જાવક થઈ રહી છે.





















