શોધખોળ કરો

Gujarat Rain Live Updates: સુરત અને રાજકોટમાં સતત બીજા દિવસે કમોસમી વરસાદ, ડાંગર, કેરી સહિતના પાકને નુકસાન

અમદાવાદ, ખેડા,આણંદ, વડોદરા, ડાંગ, તાપી, ભરૂચ, નર્મદા, નવસારી, સુરતમાં પણ પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Key Events
Gujarat Rain Live Updates Trees fell at 75 places in Ahmedabad due to strong winds Gujarat Rain Live Updates: સુરત અને રાજકોટમાં સતત બીજા દિવસે કમોસમી વરસાદ, ડાંગર, કેરી સહિતના પાકને નુકસાન
સુરતના અડાજણમાં તોફાને વેર્યો વિનાશ
Source : ફોટોઃ abp asmita

Background

રાજ્યના 25થી વધુ જિલ્લામાં આગામી ત્રણ કલાકમા ઝડપી પવન સાથે વરસાદ વરસી શકે છે. 25થી વધુ જિલ્લામાં 41થી 61 કિલોમીટર પ્રતિ કલાકે પવન ફૂંકાશે. કચ્છ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસી શકે છે.

આ જિલ્લાઓમાં વરસશે કમોસમી વરસાદ

અમદાવાદ, ખેડા,આણંદ, વડોદરા, ડાંગ, તાપી, ભરૂચ, નર્મદા, નવસારી, સુરતમાં પણ પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. તે સિવાય વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુરમાં પવન સાથે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરાઇ છે. તે સિવાય દ્વારકા, જામનગર, પોરબંદર, રાજકોટમાં ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરાઇ છે તો જૂનાગઢ, બોટાદ, સુરેન્દ્રનગર, ગાંધીનગરમાં પણ છૂટ્ટા છવાયા હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના 53 તાલુકામાં વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે  હજુ આજે પણ 18 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ જાહેર થયું છે.  સોમવારે ભાવનગરમાં એક ઇંચ વરસાદ નોંધાયો છે. શિહોરમાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો છે. 13 તાલુકામાં અડધાથી પોણા ઇંચ વરસાદ વરસ્યો છે.

મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પણ સોમવારે માવઠાના સંકટે ચિતા વધારી છે. મોટાભાગના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. સોમવારે મોડી સાથે માવઠાએ અમદાવાદને પણ ઘમરોળ્યું અહીં ભારે પવન સાથે ધોધમાર વરસાદ તૂટી પડતાં અનેક જ્ગ્યાએ હોર્ડિગ્સ પડી ગયા હતા તો અનેક જગ્યા પાણી ભરાઇ જતા જનજીવન પ્રભાવિત થયું છે. સાબરકાંઠા જિલ્લામાં સોમવારે વાતાવરણમાં પલટો આવ્યો અને ધૂળભરી આંધી સાથે અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો, વરસાદના કારણે અહીં વીજળી ગૂલ થઇ જતાં અને અનેક વિસ્તારમાં પાણી ભરાતા જન જીવન બહુ ખરાબ રીતે પ્રભાવિત થયું છે.  ઈડર શહેરમાં ભારે પવન સાથે વરસાદ વરસતા . અનેક વિસ્તારમાં વીજળી ગૂલ થઇ ગઇ હતી. આ વિસ્તારમાં ખાસ કરીને માવઠાથી બાગાયતી પાકને નુકસાન થયું છે. 

નવસારીમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો.  ગણદેવી, બિલીમોરા, ચીખલી સહિતના વિસ્તારમાં વરસાદે તારાજી સર્જી છે. અનેક જગ્યાએ કેરીઓ ખરી પડી જતાં ખેડૂતોને નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. બિલીમોરા શહેરમાં  વરસાદને કારણે વીજળી ગૂલ થઇ જતાં અંધારપટ છવાઇ ગયો હતો.                              

15:10 PM (IST)  •  06 May 2025

રાજકોટ શહેરમાં સતત બીજા દિવસે કમોસમી વરસાદ વરસ્યો

રાજકોટ શહેરમાં સતત બીજા દિવસે કમોસમી વરસાદ વરસ્યો હતો. યાજ્ઞિક રોડ, કાલાવડ રોડ, યુનિવર્સિટી રોડ વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. સાધુ વાસવાણી રોડ, 150 ફૂટ રિંગ રોડ વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો.

15:10 PM (IST)  •  06 May 2025

સુરતમાં ફરી એક વખત આફતનો વરસાદ વરસ્યો

સુરતમાં થોડા વિરામ બાદ ફરી એક વખત આફતનો વરસાદ વરસ્યો હતો. અઠવાલાઈન્સ, રાંદેર, પાલ, અડાજણ સહિતના વિસ્તારોમાં માવઠું પડ્યું હતું. વેસુ, પાર્લે પોઈન્ટ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. ભારે પવન સાથે સુરતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. ડાંગર, કેરી સહિતના પાકને નુકસાન થયું છે.

Load More
New Update
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Bihar Election 2025: બિહારમાં 121 બેઠકો માટે મતદાન પૂર્ણ, પહેલા તબક્કામાં 64.46 ટકા થયું મતદાન
Bihar Election 2025: બિહારમાં 121 બેઠકો માટે મતદાન પૂર્ણ, પહેલા તબક્કામાં 64.46 ટકા થયું મતદાન
Ambalal patel: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લઈ કમોસમી વરસાદની શક્યતા, જાણો અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી
Ambalal patel: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લઈ કમોસમી વરસાદની શક્યતા, જાણો અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
PAK vs SA 2nd ODI: ક્વિન્ટન ડી કોકે સદી ફટકારી ઈતિહાસ રચ્યો, પાકિસ્તાનને 8 વિકેટથી હરાવ્યું 
PAK vs SA 2nd ODI: ક્વિન્ટન ડી કોકે સદી ફટકારી ઈતિહાસ રચ્યો, પાકિસ્તાનને 8 વિકેટથી હરાવ્યું 
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સામે આવ્યા 'વતનના રતન'
Hun To Bolish : હું તો બોલીશ :  ક્યારે ખોલશો તાળા ?
Hun To Bolish : હું તો બોલીશ : ગુજરાતમાં યોગીવાળી?
Harsh Sanghavi In Kutch : સરહદી ગામમાં કોઈ નવો માણસ દેખાય તો પોલીસને જાણ કરો
Amit Chavda: ખેડૂતોનું દેવું માફ કરો, કોંગ્રેસના ધારાસભ્યો પગાર જતો કરવા તૈયાર
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bihar Election 2025: બિહારમાં 121 બેઠકો માટે મતદાન પૂર્ણ, પહેલા તબક્કામાં 64.46 ટકા થયું મતદાન
Bihar Election 2025: બિહારમાં 121 બેઠકો માટે મતદાન પૂર્ણ, પહેલા તબક્કામાં 64.46 ટકા થયું મતદાન
Ambalal patel: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લઈ કમોસમી વરસાદની શક્યતા, જાણો અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી
Ambalal patel: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લઈ કમોસમી વરસાદની શક્યતા, જાણો અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
PAK vs SA 2nd ODI: ક્વિન્ટન ડી કોકે સદી ફટકારી ઈતિહાસ રચ્યો, પાકિસ્તાનને 8 વિકેટથી હરાવ્યું 
PAK vs SA 2nd ODI: ક્વિન્ટન ડી કોકે સદી ફટકારી ઈતિહાસ રચ્યો, પાકિસ્તાનને 8 વિકેટથી હરાવ્યું 
Swapna Shastra: મૃતકોની આ 5 વસ્તુઓનો ક્યારેય ન કરવો ઉપયોગ, જીવન બરબાદ થઈ જશે
Swapna Shastra: મૃતકોની આ 5 વસ્તુઓનો ક્યારેય ન કરવો ઉપયોગ, જીવન બરબાદ થઈ જશે
Aadhaar Card Update ના નિયમોમાં થયો બદલાવ, જાણો શું છે નવી ઓનલાઈન પ્રક્રિયા અને ફી 
Aadhaar Card Update ના નિયમોમાં થયો બદલાવ, જાણો શું છે નવી ઓનલાઈન પ્રક્રિયા અને ફી 
IND vs AUS: ક્વીન્સલેન્ડમાં ભારતીય બોલરોએ મચાવી તબાહી,સુંદર અને દુબે ચમક્યા, ઓસ્ટ્રેલિયાને 48 રનથી હરાવ્યું
IND vs AUS: ક્વીન્સલેન્ડમાં ભારતીય બોલરોએ મચાવી તબાહી,સુંદર અને દુબે ચમક્યા, ઓસ્ટ્રેલિયાને 48 રનથી હરાવ્યું
8th pay commission: 8માં પગાર પંચમાં કેટલો વધશે સરકારી કર્મચારીઓનો પગાર, ફિટમેન્ટ ફેક્ટર કેટલું રહેશે, જાણો તમામ જાણકારી  
8th pay commission: 8માં પગાર પંચમાં કેટલો વધશે સરકારી કર્મચારીઓનો પગાર, ફિટમેન્ટ ફેક્ટર કેટલું રહેશે, જાણો તમામ જાણકારી  
Embed widget