શોધખોળ કરો

આગામી ત્રણ કલાક 11 જિલ્લાઓ માટે ભારે, હવામાન વિભાગે ‘રેડ એલર્ટ’ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી

નાસકાંઠાથી દીવ સુધીના વિસ્તારોમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ; દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 20 જૂન સુધી અતિભારે વરસાદની શક્યતા.

Gujarat rain red alert today: ગુજરાતમાં ચોમાસું સંપૂર્ણપણે સક્રિય થઈ ગયું છે અને રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે આગામી 3 કલાક (સાંજે 4 થી 7 વાગ્યા સુધી) માટે રાજ્યના 11 જિલ્લા અને દીવમાં ભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કર્યું છે, જે ચિંતાજનક સ્થિતિ સૂચવે છે.

કયા જિલ્લાઓમાં રેડ એલર્ટ?

હવામાન વિભાગની તાજેતરની આગાહી મુજબ, નીચેના જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતા છે, જેના પગલે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે:

બનાસકાંઠા, મહેસાણા, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ, દીવ

આ જિલ્લાઓ માટે ઓરેન્જ અને યલો એલર્ટ

હવામાન વિભાગની તાજેતરની આગાહી મુજબ, આજે સાંજે 4 થી 7 વાગ્યા સુધી ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. મધ્યમ વરસાદ માટે ઓરેન્જ એલર્ટ સાબરકાંઠા, પાટણ, અમદાવાદ, ખેડા, ગાંધીનગર, પંચમહાલ, દાહોદ, અરવલ્લી, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, આણંદ, મોરબી, દેવભૂમિ દ્વારકા, જામનગર અને કચ્છમાં આપવામાં આવ્યું છે. જ્યારે નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરા નગર હવેલીમાં હળવા વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

તંત્ર સજ્જ, નાગરિકોને સાવચેતી રાખવા અપીલ

રાજ્ય સરકારે વરસાદની આ ગંભીર આગાહીને ધ્યાનમાં રાખીને તમામ સંબંધિત વિભાગોને એલર્ટ મોડ પર મૂક્યા છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમોને સજ્જ રાખવામાં આવી છે. નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે તેઓ હવામાન વિભાગ દ્વારા જારી કરાયેલી સૂચનાઓનું પાલન કરે, વીજળીના કડાકા-ભડાકા સમયે સુરક્ષિત સ્થળે રહે અને પાણી ભરાયેલા વિસ્તારોમાં જવાનું ટાળે. માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી છે. વરસાદની વર્તમાન સ્થિતિ અને આગામી આગાહીને જોતા, ગુજરાતમાં આગામી કલાકોમાં વધુ વરસાદી માહોલ જોવા મળશે.

આગામી દિવસોની વરસાદની આગાહી

આજથી એટલે કે 16 જૂનથી લઈને 20 જૂન સુધી, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે, તેથી તંત્રને એલર્ટ રહેવા સૂચના અપાઈ છે. જ્યારે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં હળવાથી ભારે વરસાદની સંભાવના છે.

ગઈકાલે (15 જૂન)ના રોજ પણ ઉત્તર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી હતી, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભાજપ શાસિત રાજ્યોની પેટાચૂંટણીઓ પર Gen-Zના પ્રોટેસ્ટની કેટલી થશે અસર? સમજો ગણિત અને વિશ્લેષણ
ભાજપ શાસિત રાજ્યોની પેટાચૂંટણીઓ પર Gen-Zના પ્રોટેસ્ટની કેટલી થશે અસર? સમજો ગણિત અને વિશ્લેષણ
દારૂના નશામાં પોલીસ કર્મીઓએ ગાળા-ગાળી કર્યાનો ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો આરોપ
દારૂના નશામાં પોલીસ કર્મીઓએ ગાળા-ગાળી કર્યાનો ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો આરોપ
ખેડાના ઠાસરાના નેસ ગામમાં મકાનની દીવાલ ધરાશાયી, સાસુ અને પુત્રવધૂનું થયું મોત
ખેડાના ઠાસરાના નેસ ગામમાં મકાનની દીવાલ ધરાશાયી, સાસુ અને પુત્રવધૂનું થયું મોત
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ આફત માટે જવાબદાર કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના સાંસદ થયા લાલઘૂમ
Hun To Bolish : હું તો બોલીશ : પૂરના પાણી, ગામનું દર્દ
MLA Kirit Patel: પાટણમાં સમસ્યાનો ઉકેલ લાવવા MLA ડૉ. કિરીટ પટેલ મેદાને
Morbi News: આમરણ નજીક ડાયવર્ઝનનું ધોવાણ , ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપ આગળ, જાણો કોંગ્રેસને કેટલા મળ્યા મત?
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપ આગળ, જાણો કોંગ્રેસને કેટલા મળ્યા મત?
ભાજપ શાસિત રાજ્યોની પેટાચૂંટણીઓ પર Gen-Zના પ્રોટેસ્ટની કેટલી થશે અસર? સમજો ગણિત અને વિશ્લેષણ
ભાજપ શાસિત રાજ્યોની પેટાચૂંટણીઓ પર Gen-Zના પ્રોટેસ્ટની કેટલી થશે અસર? સમજો ગણિત અને વિશ્લેષણ
UPI પેમેન્ટ કરતા સમયે બે વખત કપાઈ ગયા છે બેન્કમાંથી પૈસા તો પરત મેળવવા અહીં કરો ફરિયાદ
UPI પેમેન્ટ કરતા સમયે બે વખત કપાઈ ગયા છે બેન્કમાંથી પૈસા તો પરત મેળવવા અહીં કરો ફરિયાદ
Commonwealth Games 2026: ભારતે કોમનવેલ્થ ગેમ્સમાં જીત્યા કુલ 39 મેડલ, બોક્સરોનું ઐતિહાસિક પ્રદર્શન
Commonwealth Games 2026: ભારતે કોમનવેલ્થ ગેમ્સમાં જીત્યા કુલ 39 મેડલ, બોક્સરોનું ઐતિહાસિક પ્રદર્શન
5 ઓગસ્ટે કર્ક રાશિમાં બનશે બુધાદિત્ય રાજયોગ, 4 રાશિઓને કારકિર્દી અને આર્થિક ક્ષેત્રે મળી શકે છે મોટી સફળતા
5 ઓગસ્ટે કર્ક રાશિમાં બનશે બુધાદિત્ય રાજયોગ, 4 રાશિઓને કારકિર્દી અને આર્થિક ક્ષેત્રે મળી શકે છે મોટી સફળતા
ખેડાના ઠાસરાના નેસ ગામમાં મકાનની દીવાલ ધરાશાયી, સાસુ અને પુત્રવધૂનું થયું મોત
ખેડાના ઠાસરાના નેસ ગામમાં મકાનની દીવાલ ધરાશાયી, સાસુ અને પુત્રવધૂનું થયું મોત
Commonwealth Games 2026: ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સનું શાનદાર સમાપન, ભારતને મળી 2030ની યજમાની
Commonwealth Games 2026: ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સનું શાનદાર સમાપન, ભારતને મળી 2030ની યજમાની
લેપટોપની બેટરી જલદી સમાપ્ત થઈ રહી છે? એક મિનિટમાં આ રીતે કરો ચેક
લેપટોપની બેટરી જલદી સમાપ્ત થઈ રહી છે? એક મિનિટમાં આ રીતે કરો ચેક
Embed widget