શોધખોળ કરો

Gujarat Rain: આગામી બે દિવસ આ જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ, જાણા હવામાન આગાહી

ગુજરાતમાં આગામી બે દિવસ માટે વરસાદી માહોલ વધુ તીવ્ર બનવાની શક્યતા છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અત્યંત ભારે વરસાદની આગાહી સાથે એલર્ટ જાહેર કર્યું.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • નવસારી-વલસાડમાં આજે રેડ એલર્ટ, અન્ય જિલ્લાઓમાં ભારે વરસાદ.
  • આવતીકાલે પણ આ વિસ્તારોમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ રહેશે.
  • સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ.
  • રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ 31% વરસાદની ઘટ નોંધાઈ છે.

Gujarat Rain Forecast: ગુજરાતમાં આગામી બે દિવસ માટે વરસાદી માહોલ વધુ તીવ્ર બનવાની શક્યતા છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અત્યંત ભારે વરસાદની આગાહી સાથે એલર્ટ જાહેર કર્યું છે. આજે નવસારી અને વલસાડ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે સુરત, તાપી, ડાંગ, દમણ અને દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. અપર એર સાયકલોનિક સર્ક્યુલેશન અને ટ્રફ લાઈન સક્રિય હોવાથી આગામી દિવસોમાં વરસાદનું જોર યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

નવસારી અને વલસાડમાં આજે રેડ એલર્ટ

હવામાન વિભાગે આજે નવસારી અને વલસાડ જિલ્લામાં અત્યંત ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કર્યું છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા, નદી-નાળાઓમાં જળસ્તર વધવા અને જનજીવન પ્રભાવિત થવાની શક્યતા હોવાથી લોકોને સાવચેત રહેવાની અપીલ કરવામાં આવી છે. સુરત, તાપી, ડાંગ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહીને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં ભારે વરસાદ, તેજ પવન અને સ્થાનિક સ્તરે પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ શકે છે.

અનેક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી

ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, ભરૂચ, નર્મદા, વડોદરા, છોટાઉદેપુર, દાહોદ અને પંચમહાલ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. કેટલાક સ્થળોએ ભારે ઝાપટાં પણ પડી શકે છે. હવામાન વિભાગના અનુમાન મુજબ આવતીકાલે નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ફરીથી રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની શક્યતા હોવાથી સ્થાનિક તંત્રને સજ્જ રહેવા સૂચના આપવામાં આવી છે.

માછીમારોને ત્રણ દિવસ દરિયો ન ખેડવા સૂચના

ભારે વરસાદને પગલે દરિયામાં પવનની ગતિ વધવાની અને સમુદ્ર તોફાની બનવાની શક્યતાને ધ્યાનમાં રાખીને માછીમારોને આગામી ત્રણ દિવસ સુધી દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે આજે LCS-3 સિગ્નલ પણ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અપર એર સાયકલોનિક સર્ક્યુલેશન અને સક્રિય ટ્રફ લાઈનના કારણે સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલમાં વધારો થયો છે. આગામી દિવસોમાં પણ અનેક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા યથાવત રહેશે.

આ પણ વાંચો- Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 48 કલાક આ વિસ્તારોમાં ભારે વરસાદ પડશે, જાણો ક્યાં તૂટી પડશે

રાજ્યમાં હજુ 31 ટકા વરસાદની ઘટ

રાજ્યમાં વરસાદી માહોલ સક્રિય હોવા છતાં અત્યાર સુધી સરેરાશ કરતાં 31 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. આગામી દિવસોમાં થનારો વરસાદ આ વરસાદની ઘટને અમુક અંશે પૂરી કરવામાં મદદરૂપ બની શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
હવામાન વિભાગની નવી આગાહી: આગામી 1 કલાકમાં ગુજરાતના 20 જિલ્લાઓમાં મેઘમહેર, 4 જિલ્લામાં ઓરેન્જ તો 16 જિલ્લામાં યલો એલર્ટ
હવામાન વિભાગની નવી આગાહી: આગામી 1 કલાકમાં ગુજરાતના 20 જિલ્લાઓમાં મેઘમહેર, 4 જિલ્લામાં ઓરેન્જ તો 16 જિલ્લામાં યલો એલર્ટ
આણંદમાં ભાજપ નેતાની કરતૂત: પ્રેમજાળમાં ફસાવી પરિણીતા પર મિત્રો સાથે મળી આચર્યું દુષ્કર્મ
આણંદમાં ભાજપ નેતાની કરતૂત: પ્રેમજાળમાં ફસાવી પરિણીતા પર મિત્રો સાથે મળી આચર્યું દુષ્કર્મ
World Lion Day: વિશ્વ સિંહ દિવસ નિમિત્તે યાદોના વિશ્વમાં-પરિમલ નથવાણી
World Lion Day: વિશ્વ સિંહ દિવસ નિમિત્તે યાદોના વિશ્વમાં-પરિમલ નથવાણી
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તર ગુજરાત કોંગ્રેસમાં કકળાટ
Hun To Bolish : હું તો બોલીશ : લાંચિયા બાબુના વચેટિયા કોણ ?
Anand News: આણંદ જિલ્લા ભાજપના નેતા વિરૂદ્ધ નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Ruckus in Dahod: દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જોરદાર બબાલ
Geniben Thakor: પાટણ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બાબુજી ઠાકોરને સાંસદ ગેનીબેનનો જવાબ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગની નવી આગાહી: આગામી 1 કલાકમાં ગુજરાતના 20 જિલ્લાઓમાં મેઘમહેર, 4 જિલ્લામાં ઓરેન્જ તો 16 જિલ્લામાં યલો એલર્ટ
હવામાન વિભાગની નવી આગાહી: આગામી 1 કલાકમાં ગુજરાતના 20 જિલ્લાઓમાં મેઘમહેર, 4 જિલ્લામાં ઓરેન્જ તો 16 જિલ્લામાં યલો એલર્ટ
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
16 રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ, ઘરની બહાર નિકળતા પહેલા વાંચી લો હવામાન વિભાગની આગાહી
16 રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ, ઘરની બહાર નિકળતા પહેલા વાંચી લો હવામાન વિભાગની આગાહી
8th Pay Commission: સેલેરીથી લઈને પેન્શન સુધી... 8મા પગારપંચમાં કરાઈ છે આ પાંચ મોટી માંગણીઓ, ક્યારે થશે લાગુ?
8th Pay Commission: સેલેરીથી લઈને પેન્શન સુધી... 8મા પગારપંચમાં કરાઈ છે આ પાંચ મોટી માંગણીઓ, ક્યારે થશે લાગુ?
અમદાવાદની યુવતી સાથે દુષ્કર્મ કેસમાં પોલીસનું ફાયરિંગ, ભાગવાનો પ્રયાસ કરતા આરોપીને પગમાં મારી ગોળી
અમદાવાદની યુવતી સાથે દુષ્કર્મ કેસમાં પોલીસનું ફાયરિંગ, ભાગવાનો પ્રયાસ કરતા આરોપીને પગમાં મારી ગોળી
Delimitation Bill: સીમાંકન બિલ શું છે અને દક્ષિણના રાજ્ય તેનાથી કેમ ચિંતિત છે?
Delimitation Bill: સીમાંકન બિલ શું છે અને દક્ષિણના રાજ્ય તેનાથી કેમ ચિંતિત છે?
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
ચીન, જાપાન, તાઈવાનમાં જોવા મળી તોફાન ડોલ્ફિનની અસર, 10 લાખ લોકોએ છોડવું પડ્યું ઘર
ચીન, જાપાન, તાઈવાનમાં જોવા મળી તોફાન ડોલ્ફિનની અસર, 10 લાખ લોકોએ છોડવું પડ્યું ઘર
Embed widget