Gujarat Rain: ધોધમાર વરસાદ બન્યો આફતરૂપ, રસ્તા જળમગ્ન, રાજ્યના 224 તાલુકામાં મેઘતાંડવ
હવામાન વિભાગની આગાહી વરસાદની આગાહી વચ્ચે મેઘરાજા છેલ્લા 24 કલાકથી સમગ્ર રાજ્યને ઘમરોળી રહ્યાં છે. ભારે વરસાદના કારણે તાપીના નીચાણવાળા 10 ગામોને એલર્ટ કરવામાં આવ્યાં છે.
Gujarat Rain:હવામાન વિભાગની આગાહી વરસાદની આગાહી વચ્ચે મેઘરાજા છેલ્લા 24 કલાકથી સમગ્ર રાજ્યને ઘમરોળી રહ્યાં છે. તાપીના નીચાણવાળા 10 ગામોને એલર્ટ કરવામાં આવ્યાં છે.
રાજ્યમાં હાલ સૌથી વધારે વરસાદ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પડી રહ્યો છે. ગીર સોમનાથ, અમરેલીમા ધોઘમાર વરસાદે જનજીવને પ્રભાવિત કર્યું છે. જૂનાગઢ જિલ્લા પોણા અગિયાર ઇંચ વરસાદ ખાબકતાં કેટલાક નિચાણવાળા વિસ્તારના ઘરો પાણી ધૂસી ગયા છે.
દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ આફતરૂપ બની ગયો છે. અહીં નવસારી, વલસાડ, સુરત, તાપી સહિતના વિસ્તારમાં મેઘરાજા મનમૂકીને વરસી રહ્યાં છે. ગ્રામ્ય વિસ્તારમાં વરસાદથી ખેડૂતોમાં ખુશીને લહેર છે પરંતુ ભારે વરસાદના કારણે રસ્તા પાણીમાં ગરકાવ થઇ જતાં જનજીવનને માઠી અસર થઇ છે. સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદના કારણે બારડોલીમાં 10 વાગ્યા સુધીમાં દોઢ ઈંચ વરસાદ વરસ્યો. ધુલિયા ચોકડી પાસે નેશનલ હાઈવે પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે.
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 224 તાલુકામાં નોંધાયો વરસાદ
- છેલ્લા 24 કલાકમાં જૂનાગઢ તાલુકામાં પોણા અગિયાર ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં જૂનાગઢ શહેરમાં નોંધાયો પોણા અગિયાર ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં તાપીના વાલોડમાં નોંધાયો નવ ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં સુરતના મહુવામાં નોંધાયો નવ ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં તાપીના વ્યારામાં વરસ્યો પોણા આઠ ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં કચ્છના અંજારમાં વરસ્યો પોણા આઠ ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં તાપીના ડોલવણમાં વરસ્યો સાડા સાત ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં ગીર સોમનાથના તાલાલામાં વરસ્યો સાત ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં ગીર સોમનાથના સુત્રાપાડામાં વરસ્યો પોણા સાત ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં રાજકોટના જામકંડોરણામાં વરસ્યો સવા છ ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં જૂનાગઢના વિસાવદરમાં વરસ્યો છ ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં જૂનાગઢના ભેંસાણમાં વરસ્યો છ ઈંચ વરસાદ
- ધોરાજી, બારડોલીમાં વરસ્યો સાડા પાંચ ઈંચ વરસાદ
- ચોટીલા, વડીયા, જેતપુરમાં વરસ્યો સાડા પાંચ ઈંચ વરસાદ
- તિલકવાડા, ઉના, વાંસદામાં વરસ્યો સવા પાંચ ઈંચ વરસાદ
- ઉપલેટા, ચીખલી, બાયડમાં વરસ્યો પાંચ પાંચ ઈંચ વરસાદ
- ગણદેવી, વંથલી, સોનગઢમાં વરસ્યો પોણા પાંચ ઈંચ વરસાદ
- વેરાવળ, ખેરગામ, જલાલપોરમાં વરસ્યો પોણા પાંચ ઈંચ વરસાદ
- કુકરમુન્ડા, સુબિર, વઘઈમાં વરસ્યો સાડા ચાર ઈંચ વરસાદ
- ધનસુરા, નવસારી, આહવામાં વરસ્યો સવા ચાર ઈંચ વરસાદ
- પલસાણા, જોડીયા, નાંદોદમાં વરસ્યો ચાર ચાર ઈંચ વરસાદ
- ગરૂડેશ્વર, ગાંધીધામ, માળીયા હાટીનામાં વરસ્યો પોણા ચાર ઈંચ વરસાદ
- કપરાડા, ડભોઈ, તલોદમાં વરસ્યો પોણા ચાર ઈંચ વરસાદ
- બાબરા, કોડીનાર, ઉમરાળામાં વરસ્યો સાડા ત્રણ ઈંચ વરસાદ
- ધ્રોલ, મોરબી, ધરમપુરમાં વરસ્યો સાડા ત્રણ ઈંચ વરસાદ
- સુરતના માંડવી, ઉમરગામ, બોરસદમાં વરસ્યો ત્રણ ત્રણ ઈંચ વરસાદ
- બોડેલી, તારાપુર, મહેમદાવાદમાં ત્રણ ત્રણ ઈંચ વરસાદ
- પડધરી, વડોદરા, કેશોદમાં ત્રણ ત્રણ ઈંચ વરસાદ
- નિઝર, બાલાસિનોર, હાલોલમાં પોણા ત્રણ ઈંચ વરસાદ
- માંગરોળ, જસદણ, દહેગામમાં વરસ્યો અઢી અઢી ઈંચ વરસાદ
- ઉચ્છલ, કાલાવડ, ગીર ગઢડામાં વરસ્યો અઢી અઢી ઈંચ વરસાદ
- વાંકાનેર, ગઢડા, જામનગરમાં વરસ્યો સવા બે ઈંચ વરસાદ
- સાયલા, ડેડીયાપાડા, સોજીત્રામાં વરસ્યો સવા બે ઈંચ વરસાદ
- પારડી, કરજણ, બગસરામાં સવા બે ઈંચ વરસાદ
- જેતપુર પાવી, ગોંડલ, માણાવદરમાં બે બે ઈંચ વરસાદ
- આણંદ, માલપુર, રાજકોટ, પેટલાદમાં બે બે ઈંચ વરસાદ
- મહુધા, જાંબુઘોડા, ભાવનગર, ગળતેશ્વરમાં બે બે ઈંચ વરસાદ
- વલસાડ, ઉમરપાડા, લખતરમાં વરસ્યો બે બે ઈંચ વરસાદ
- વિજાપુર, લાઠી, સંતરામપુરમાં વરસ્યો પોણા બે ઈંચ વરસાદ
- સાગરબારા, કડાણા, અમીરગઢમાં વરસ્યો પોણા બે ઈંચ વરસાદ
- કાલોલ, સંખેડા, વાપી, નડીયાદમાં પોણા બે ઈંચ વરસાદ
- વીરપુર, વાગરા, ધોલેરામાં વરસ્યો દોઢ દોઢ ઈંચ વરસાદ
- ક્વાંટ, લીમખેડા, કુતિયાણામાં દોઢ દોઢ ઈંચ વરસાદ
- હળવદ, સિનોર, માંડલ, શિહોરમાં દોઢ દોઢ ઈંચ વરસાદ
Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial