શોધખોળ કરો

ગુજરાતના કયા શહેરમાં સવારે 2 કલાકમાં જ પડી ગયો 4.6 ઇંચ વરસાદ? જાણો વિગત

આજે સવારે 6 થી 8માં રાજ્યના 25 તાલુકામાં વરસાદ પડ્યો હતો. સૌથી વધારે આણંદમાં 4.6 ઈંચ વરસાદ ખાબક્યો હતો. સુરતના ઓલપાડ 2.5 ઈંચ, સુરતના ચોરયાશીમાં અઢી ઈંચ, આણંદના પેટલાદમાં 1.5 ઈંચ અને બોટાદના બરવાળામાં અડધો ઈંચ  ખાબક્યો હતો. 

આણંદઃ ગુજરાતમાં સત્તાવાર ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે આજે સવારથી જ કેટલાક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો. ગુજરાતમાં આજે સવારે 6 થી 8માં રાજ્યના 25 તાલુકામાં વરસાદ પડ્યો હતો. સૌથી વધારે આણંદમાં 4.6 ઈંચ વરસાદ ખાબક્યો હતો. સુરતના ઓલપાડ 2.5 ઈંચ, સુરતના ચોરયાશીમાં અઢી ઈંચ, આણંદના પેટલાદમાં 1.5 ઈંચ અને બોટાદના બરવાળામાં અડધો ઈંચ  ખાબક્યો હતો. 

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 121 તાલુકામાં વરસાદ ખાબક્યો હતો.  જેમાં સૌથી વધારે વરસાદ નવસારીના ગણદેવીમાં 5.7 ઈંચ વરસાદ ખાબક્યો હતો. આ પછી વલસાડ શહેરમાં 5.5 ઈંચ, પારડીમાં સાડા 4 ઈંચ વરસાદ,  વલસાડના ઉમરગામમાં 4 ઈંચ, ભાવનગરના ગારિયાધારમાં 4 ઈંચ, ભાવનગર શહેરમાં 3 ઈંચ, બનાસકાંઠાના વડગામમાં 3 ઈંચ, સુરત શહેર અને નવસારીમાં 3 ઈંચ, નવસારીના જલાલપોર અને ખેરગામમાં 2.8 ઈંચ, નવસારીના ખેરગામમાં 2.7 ઈંચ, અમરેલીના લાઠીમાં 2.6 ઈંચ, ભાવનગરના ઉમરાળામાં 2.4 ઈંચ, વલસાડના વાપીમાં , ભાવનગરના વલ્લભીપુરમાં, સુરતના ઓલપાડમાં 2 ઈંચ વરસાદ, જામનગરના કાલાવાડ અને આણંદના તારાપુરમાં 1.8 ઈંચ વરસાદ પડ્યો હતો. 

હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ અનુસાર, પશ્ચિમ રાજસ્થાનથી ઉત્તરપૂર્વ બંગાળની ખાડીમાં ટ્રો સર્જાયો છે. દક્ષિણ પાકિસ્તાન અને એની આસપાસ સાઇક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. આગામી 2-3 દિવસમાં ગુજરાતમાં ચોમાસાની આગેકૂચ થવા માટે સાનુકૂળ વાતાવરણ છે.

ગઈ કાલે અમદાવાદમાં બે કલાકમાં બે ઇંચ વરસાદ ખાબકતા ઠેરઠેર જળબંબાકારની સ્થિતિ, ઉત્તર ઝોનમાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ

અમદાવાદ શહેરમાં બુધવારે બપોર બાદ અચાનકથી વાતાવરણમાં પલટો આવ્યો હતો અને મોડી રાતે અમદાવાદમાં સાર્વત્રિક ધોધમાર વરસાદ વરસ્યો હતો. અમદાવાદ શહેરમાં બુધવારે રાતના આઠથી દસ વાગ્યા દરમિયાન અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. અમદાવાદ શહેરમાં બે કલાકમાં સરેરાશ પોણા બે ઈંચ વરસાદ વરસ્યો હતો.

શહેરમાં મેમ્કો વિસ્તારમાં સૌથી વધુ બે કલાકમાં ત્રણ ઈંચ અને નરોડા વિસ્તારમાં અઢી ઈંચ વરસાદ વરસતા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય હતા. આવી જ હાલત શહેરના અન્ય વિસ્તારોની થઈ હતી. બે કલાક વરસેલા વરસાદે અમદાવાદ મનપાની પોલ ખોલી નાંખી અને ઠેર ઠેર વરસાદી પાણી ભરાતા નાગરિકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો.

ચકુડીયા, ઓઢવ, વિરાટનગર, નિકોલ, સરખેજ, કોતરપુર, મણીનગર, વટવામાં પોણા બેથી બે ઈંચ સુધીનો વરસાદ વરસ્યો હતો. શહેરના ઉત્તર ઝોનમાં સૌથી વધુ અઢી ઈંચ વરસાદ વરસ્યો હતો.

ભારે વરસાદને પગલે અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં ટ્રાફિક જામના પણ દ્રશ્યો સર્જાયા હતા. બોપલ, ઘુમા, શિલજ, રાણીપ, ન્યુ રાણીપ સહિતના વિસ્તારોમાં પણ પાણી ભરાતા મહાનગર પાલિકાની પ્રિ-મોનસુન કામગીરીની પોલ ખુલી ગઈ હતી. બુધવારે ભારે પવન સાથે વરસેલા વરસાદમાં એયરપોર્ટ પર પણ ભારે નુકસાન થયું હતું.

ભારે પવનને લીધે પાંચ એયરક્રાફ્ટના વિંગ્સ તૂટી ગયા હતા. જેમાંથી ત્રણ ઈંડિગો અને બે ગો એયરના વિમાનને નુકસાન થયુ છે. ભારે પવનને લીધે વિમાનમાં ચઢવાની સીડી પણ એયરક્રાફ્ટ સાથે અથડાતા મોટુ નુકસાન થયુ છે.

અમદાવાદ શહેરમાં વરસેલા થોડા જ વરસાદે મનપાની પ્રી મોનસૂન કામગીરીની પોલ ખોલી નાખી હતી. બુધવારે પડેલા વરસાદના પાણી હજુ કેટલાય વિસ્તારમાં ઓસર્યા નથી. તો કેટલાક વિસ્તારોમાં વૃક્ષ ધરાશાયી થવાની ઘટના બની હતી. માણેકબાગ વિસ્તારમાં મોટું વૃક્ષ ધરાશાયી થયું હતું. રોડ પર જ વૃક્ષ પડતા માર્ગ બ્લોક થયો છે. જેના કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

સવાલ તો તે છે કે ગયા મહિને જ તાઉતે વાવાઝોડાના કારણે અમદાવાદ શહેરમાં 2500 મોટા અને 6000 નાના વૃક્ષ ધરાશાયી થયા હતા. તેમ છતાં મનપાએ કોઈ શીખ લીધી નથી અને ટ્રી સ્ટ્રીમિંગના દાવાઓની પોલ ખોલી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમદાવાદમાં અકસ્માતની ત્રણ ગંભીર ઘટનાથી હાહાકાર, થલતેજ-શીલજ રોડ પર નશામાં ધૂત નબીરાએ 9 વાહનોને ઉડાવ્યા
અમદાવાદમાં અકસ્માતની ત્રણ ગંભીર ઘટનાથી હાહાકાર, થલતેજ-શીલજ રોડ પર નશામાં ધૂત નબીરાએ 9 વાહનોને ઉડાવ્યા
ચાંદીના ભાવમાં 12 હજારનો ઐતિહાસિક ઉછાળો, કિંમત 3 લાખને પાર,સોનાની તેજીએ પણ ચોંકાવ્યા
ચાંદીના ભાવમાં 12 હજારનો ઐતિહાસિક ઉછાળો, કિંમત 3 લાખને પાર,સોનાની તેજીએ પણ ચોંકાવ્યા
કથાકારો પર BJP ના પૂર્વ ધારાસભ્યનું વિવાદાસ્પદ નિવેદન, કહ્યું-
કથાકારો પર BJP ના પૂર્વ ધારાસભ્યનું વિવાદાસ્પદ નિવેદન, કહ્યું- "તેમને જૂતાની માળા પહેરાવો, ફાંસી આપો"
Spain Train Accident: સ્પેનમાં ભયાનક અકસ્માત, હાઇ-સ્પીડ ટ્રેનો વચ્ચે ટક્કર, 21 લોકોના મોત
Spain Train Accident: સ્પેનમાં ભયાનક અકસ્માત, હાઇ-સ્પીડ ટ્રેનો વચ્ચે ટક્કર, 21 લોકોના મોત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચાલો સુધરી જઈએ
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી-ધારાસભ્ય વચ્ચે સંકલન કેમ નહીં?
Thakor Sane : અલ્પેશ ઠાકોર પહેલા જ મહેસાણામાં અભિજિતસિંહ બારડનું શક્તિ પ્રદર્શન
Rajkot News : રાજકોટમાં શિક્ષણમંત્રીની હાજરીમાં વિપક્ષે ખોલી સરકારી શાળાની પોલ
Phool Singh Baraiya Statement: સુંદર યુવતીને જોઇને કોઈનું પણ મન વિચલિત થઈ શકે, કોંગ્રેસ MLAનો બફાટ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં અકસ્માતની ત્રણ ગંભીર ઘટનાથી હાહાકાર, થલતેજ-શીલજ રોડ પર નશામાં ધૂત નબીરાએ 9 વાહનોને ઉડાવ્યા
અમદાવાદમાં અકસ્માતની ત્રણ ગંભીર ઘટનાથી હાહાકાર, થલતેજ-શીલજ રોડ પર નશામાં ધૂત નબીરાએ 9 વાહનોને ઉડાવ્યા
ચાંદીના ભાવમાં 12 હજારનો ઐતિહાસિક ઉછાળો, કિંમત 3 લાખને પાર,સોનાની તેજીએ પણ ચોંકાવ્યા
ચાંદીના ભાવમાં 12 હજારનો ઐતિહાસિક ઉછાળો, કિંમત 3 લાખને પાર,સોનાની તેજીએ પણ ચોંકાવ્યા
કથાકારો પર BJP ના પૂર્વ ધારાસભ્યનું વિવાદાસ્પદ નિવેદન, કહ્યું-
કથાકારો પર BJP ના પૂર્વ ધારાસભ્યનું વિવાદાસ્પદ નિવેદન, કહ્યું- "તેમને જૂતાની માળા પહેરાવો, ફાંસી આપો"
Spain Train Accident: સ્પેનમાં ભયાનક અકસ્માત, હાઇ-સ્પીડ ટ્રેનો વચ્ચે ટક્કર, 21 લોકોના મોત
Spain Train Accident: સ્પેનમાં ભયાનક અકસ્માત, હાઇ-સ્પીડ ટ્રેનો વચ્ચે ટક્કર, 21 લોકોના મોત
હવે Mahindra Thar ખરીદવી પડશે મોંઘી, કંપનીએ અચાનક વધારી કિંમત, જાણો વિગતો
હવે Mahindra Thar ખરીદવી પડશે મોંઘી, કંપનીએ અચાનક વધારી કિંમત, જાણો વિગતો
માર્કેટમાં ધૂમ મચાવવા આવી રહ્યો છે Apple નો પહેલો ફોલ્ડેબલ આઇફોન, ફીચર્સ જાણીને દંગ રહી જશો
માર્કેટમાં ધૂમ મચાવવા આવી રહ્યો છે Apple નો પહેલો ફોલ્ડેબલ આઇફોન, ફીચર્સ જાણીને દંગ રહી જશો
Google નું નવું ફીચર! હવે વીડિયો બનાવવો બનશે એકદમ સરળ, મિનિટોમાં જ વાયરલ થઈ જશે રીલ્સ
Google નું નવું ફીચર! હવે વીડિયો બનાવવો બનશે એકદમ સરળ, મિનિટોમાં જ વાયરલ થઈ જશે રીલ્સ
ગોવિંદા પર બરાબરની ભડકી તેમની પત્ની સુનિતા, કહ્યું-
ગોવિંદા પર બરાબરની ભડકી તેમની પત્ની સુનિતા, કહ્યું- " 63 વર્ષની ઉંમરે લફરા શૌભતા નથી, બાળકો પર ખરાબ અસર થાય છે"
Embed widget