શોધખોળ કરો
Advertisement
દ્વારકાના જામખંભાળિયામાં આભ ફાટ્યું, જાણો માત્ર 3 કલાકમાં કેટલો વરસાદ ખાબક્યો
દેવભૂમિ દ્વારકાના મુખ્ય મથક જામખંભાળિયામાં માત્ર 3 કલાકમાં છ ઈંચથી વધુ વરસાદ ખાબકતાં અનેક વિસ્તારો પાણી પાણી થઈ ગયા હતા. નીચાણવાળા વિસ્તારોમાં ગોઠણ ડૂબ પાણી ભરાઈ ગયા હતા.
દ્વારકાઃ દેવભૂમિ દ્વારકાના મુખ્ય મથક જામખંભાળિયામાં આજે આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. માત્ર 3 કલાકમાં છ ઈંચથી વધુ વરસાદ ખાબકતાં અનેક વિસ્તારો પાણી પાણી તઈ ગયા હતા. નીચાણવાળા વિસ્તારોમાં ગોઠણ ડૂબ પાણી ભરાઈ ગયા હતા. ખંભાળિયાના ગોળીબાર હનુમાનજીના મંદિરની બાજુમાં વ્રજધામ સોસાયટીના ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા.
નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા તંત્ર એલર્ટ થઈ ગયું છે. એનડીઆરએફની ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. ભારે વરસાદના કારણે વીજ કનેકશન ખોરવાઈ જતા લોકો મુશ્કેલીમાં છે. વરસાદના કારણે બજારમાંથી નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.
અરબી સમુદ્ર ઉપર સાયક્લોનિક સરક્યુલેશન અને લો પ્રેશર સિસ્ટમ સક્રિય છે. ત્યારે હવામાન વિભાગે આગામી 48 કલાક ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. જેમાં સૌરાષ્ટ્રના સોમનાથ, જૂનાગઢ, અમરેલી જ્યારે દક્ષિણ ગુજરાતના વાપી-વલસાડ અને નવસારી સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ થાય તેવી સંભાવના છે.
હાર્દિક પટેલની વધી શકે છે મુશ્કેલી, જાણો કયા કેસમાં હાજર રહેવા અપાઈ નોટિસ
અનુષ્કા શર્માએ શેર કરી બિકિની તસવીર, સ્વીમિંગ પૂલમાં આમ કરી રહી છે રિલેક્સ, જુઓ તસવીરો
દક્ષિણ આફ્રિકા સામેની T20 શ્રેણીમાં આ યુવા ખેલાડીઓ પર રહેશે સૌની નજર, જાણો કોણ કોણ છે
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
બિઝનેસ
ગુજરાત
Advertisement