શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
રાજ્યસભાની ચૂંટણીમાં કયા પક્ષના ધારાસભ્યોએ ન કર્યું મતદાન ? જાણો વિગત
રાજ્યસભાની ચાર બેઠકોની ચૂંટણીમાં બીટીપના બે ધારાસભ્યો મતદાનથી દૂર રહ્યાં હતા.
ગાંધીનગરઃ ગુજરાતમાં રાજ્યસભાની ચાર બેઠકોની ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે. ચાર બેઠકો માટે 170 ધારાસભ્યોએ મતદાન કર્યુ હતું. બીટીપીએ રાજ્યસભા ચૂંટણીમાં મતદાન કર્યું નહોતું. બીટીપીના ધારાસભ્ય ધારાસભ્ય છોટુ વસાવા અને મહેશ વસાવા મતદાનથી દૂર રહ્યા હતા.
આ સાથે ભાજપના ત્રણેય ઉમેદવાર રમીલાબેન બારા, નરહરિ અમીન અને અભય ભારદ્વાજની જીત નિશ્ચિત થઈ ગઈ છે. જ્યારે કોંગ્રેસમાંથી શક્તિસિંહ ગોહિલની જીત નક્કી થઇ ગઇ છે અને ભરતસિંહ સોલંકીને હારનો સામનો કરવો પડશે.
છોટુ વસાવા કહ્યું હતું કે, દેશના ગરીબો અને આદિવાસીઓ સાથે આ સરકાર નથી. અમારી જે માંગણીઓ છે તે કોઈએ પૂરી કરી નથી, અને પૂરી કરી શકે તેમ નથી, એટલા માટે અમે મત નહીં આપીએ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
રાજકોટ
દેશ
શિક્ષણ
Advertisement
gujarati.abplive.com
Opinion