શોધખોળ કરો

Gujarat Weather Forecast: 15 મે સુધી કાળઝાળ ગરમીની ચેતવણી, આ જિલ્લામાં હિટવેવની આગાહી

Gujarat Weather Update: ગુજરાતમાં ગરમીનો પ્રકોપ સતત વધી રહ્યો છે અને રાજ્યભરમાં જનજીવન પર તેની સ્પષ્ટ અસર જોવા મળી રહી છે. હવાાન વિભાગે હજુ પણ 15 મે સુધી આકરી ગરમીનું એલર્ટ આપ્યું છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • અમદાવાદ, રાજકોટ, કચ્છ, સુરેન્દ્રનગરમાં યલો એલર્ટ, ૪૪ ડિગ્રી તાપમાનની શક્યતા.

Gujarat Weather Update:હવામાન વિભાગે રાજ્યમાં 15 મે સુધી આકરી ગરમી પડવાની  આગાહી વ્યક્ત કરી છે.  10 મેથી એટલે કે કાલથી રાજ્યના મોટાભાગના શહેરોમાં હીટવેવની શક્યતાને પગલે યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. આજે કચ્છ, સુરેન્દ્રનગર, રાજકોટ અને પોરબંદરમાં ગરમીનું યલો એલર્ટ જાહેર કરાયું છે. હવામાન વિભાગ મુજબ આગામી ચાર દિવસમાં મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થઈ શકે છે.. કચ્છ-સૌરાષ્ટ્રમાં 15 મે સુધી હીટવેવની અસર રહી શકે છે.. આવતીકાલે કચ્છની સાથે સૌરાષ્ટ્રના દ્વારકા, પોરબંદર, રાજકોટ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને સુરેન્દ્રનગરમાં ગરમીનું યલો એલર્ટ જાહેર કરાયુ છે તો ઉત્તર ગુજરાતના પાટણ,બનાસકાંઠા, મધ્ય ગુજરાતના વડોદરા અને દક્ષિણ ગુજરાતના સુરતમાં ગરમીનું યલો એલર્ટ જાહેર કરાયું છે. સંઘ પ્રદેશ દીવમાં પણ ગરમીનું યલો એલર્ટ જાહેર કરાયું છે.  આકરી ગરમીને પગલે હવામાન વિભાગે બપોરના સમયે નાગરિકોને કામ વગર બહાર ન નીકળવાની સલાહ આપી છે..

ગુજરાતમાં હાલ ગરમીનો પારો સતત ઊંચો જઈ રહ્યો છે અને તેના કારણે જનજીવન પર ગંભીર અસર જોવા મળી રહી છે. વિવિધ મીડિયા અહેવાલો મુજબ રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત છે અને 6થી વધુ શહેરોમાં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસને પાર પહોંચી ગયું છે.

તાજા આંકડા મુજબ વડોદરા રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું છે, જ્યાં તાપમાન 43.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. રાજકોટમાં 41.3 ડિગ્રી, સુરતમાં 39.5 ડિગ્રી અને અમદાવાદમાં 39 ડિગ્રી તાપમાન નોંધાયું છે. સુરેન્દ્રનગર સતત બીજા દિવસે રાજ્યનું સૌથી ગરમ શહેર બની રહ્યું છે.

આકાશમાંથી વરસી અગનવર્ષા     

સુરેન્દ્રનગર-   44.3 ડિગ્રી
અમદાવાદ-   43.1 ડિગ્રી
રાજકોટ -  42.8 ડિગ્રી
ગાંધીનગર-   42.8 ડિગ્રી
અમરેલી-   42.7 ડિગ્રી
ડીસા  -  41.8 ડિગ્રી
વડોદરા-   41.6 ડિગ્રી
વલ્લભવિદ્યાનગર- 41.5 ડિગ્રી
ભૂજ   - 41.2 ડિગ્રી
કેશોદ-   40.6 ડિગ્રી
ભાવનગર-   40.0 ડિગ્રી

હવામાન વિભાગે આગામી દિવસોને લઈને ગંભીર ચેતવણી આપી છે. 10 મે થી રાજ્યમાં ગરમીનો પ્રકોપ વધુ વધવાની શક્યતા છે અને હીટવેવની સ્થિતિ સર્જાઈ શકે છે. ખાસ કરીને અમદાવાદ, રાજકોટ, કચ્છ અને સુરેન્દ્રનગર જેવા વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કેટલાક વિસ્તારોમાં તાપમાન 44 ડિગ્રી સુધી પહોંચી શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

આ પણ વાંચો:Weather: રાજ્યમાં પાંચ દિવસ માટે કાળઝાળ ગરમીનું એલર્ટ, 43.2 ડિગ્રી તાપમાન સાથે અમદાવાદ બન્યું હોટેસ્ટ સિટી

બીજી તરફ, રાજ્યના હવામાનમાં અચાનક ફેરફાર પણ જોવા મળી રહ્યો છે. ગરમી વચ્ચે જ એક નવી વરસાદી સિસ્ટમ સક્રિય થતાં પાંચ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. ગીર વિસ્તારમાં મિની વાવાઝોડા સાથે વરસાદ વરસ્યો છે, જેના કારણે વૃક્ષો પડવાની ઘટનાઓ પણ નોંધાઈ છે. કચ્છમાં પણ કમોસમી વરસાદ પડ્યો છે, જ્યારે અમદાવાદમાં વીજળીના કડાકા સાથે ભારે પવન અને વરસાદી માહોલ સર્જાયો હતો.

આ કઠિન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્ર પણ સજ્જ બન્યું છે. અમદાવાદના કાંકરિયા ઝૂમાં વન્યજીવોને ગરમીથી બચાવવા માટે ખાસ એર કૂલર અને ગ્રીન નેટની વ્યવસ્થા કરવામાં આવી છે.ઉનાળાની આ સીઝનમાં લીંબુના ભાવમાં પણ મોટો ઉછાળો જોવા મળ્યો છે, જેના કારણે સામાન્ય જનતાના ખિસ્સા પર વધારાનો ભાર પડી રહ્યો છે. હવામાન વિભાગ અને તંત્ર દ્વારા લોકોને પૂરતું પાણી પીવા, બપોરના સમયે બહાર ન નીકળવા અને સુરક્ષિત રહેવા માટે સતત અપીલ કરવામાં આવી રહી છે

Frequently Asked Questions

ગરમીની અસરને કારણે શું પગલાં લેવાયા છે?

અમદાવાદના કાંકરિયા ઝૂમાં વન્યજીવોને ગરમીથી બચાવવા એર કૂલર અને ગ્રીન નેટની વ્યવસ્થા કરાઈ છે. લોકોને પૂરતું પાણી પીવા અને બપોરે બહાર ન નીકળવાની સલાહ અપાઈ રહી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather Forecast: અલનીનો અને વરસાદને લઇને અંબાલાલ પટેલે શું કરી આગાહી, જાણો કેવું રહેશે હવામાન
Weather Forecast: અલનીનો અને વરસાદને લઇને અંબાલાલ પટેલે શું કરી આગાહી, જાણો કેવું રહેશે હવામાન
ગુજરાતના 2 જિલ્લાઓમાં આજે નહિ મળે CNG, પંપ માલિકોએ કેમ પાડી હડતાળ?
ગુજરાતના 2 જિલ્લાઓમાં આજે નહિ મળે CNG, પંપ માલિકોએ કેમ પાડી હડતાળ?
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
ITR Refund Status: ટેક્સ રિફંડ આવવામાં થઈ રહ્યો છે વિલંબ? ઓનલાઈન આ રીતે ચેક કરો પોતાનું સ્ટેટ્સ
ITR Refund Status: ટેક્સ રિફંડ આવવામાં થઈ રહ્યો છે વિલંબ? ઓનલાઈન આ રીતે ચેક કરો પોતાનું સ્ટેટ્સ
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત

Embed widget