શોધખોળ કરો
Advertisement
રાજ્યમાં કડકડતી ઠંડીના એંધાણ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હટતાં થશે ઠંડીનો અનુભવ
રાજસ્થાનમાં સર્જાયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ રાજ્ય પરથી હટી જતા વાતાવરણ ચોખ્ખુ થઇ ગયું છે. જેના કારણે આગામી બે થી ત્રણ દિવસમાં ઠંડીનું પ્રમાણ વધશે.
ગાંધીનગરઃ રાજ્યમાંથી માવઠાની અસર ખતમ થઈ ગઈ છે અને હવે કડકડતી ઠંડી પડી શકે છે. રાજસ્થાનમાં સર્જાયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ રાજ્ય પરથી હટી જતા વાતાવરણ ચોખ્ખુ થઇ ગયું છે. જેના કારણે આગામી બે થી ત્રણ દિવસમાં ઠંડીનું પ્રમાણ વધશે.
ઉત્તર ભારતના ત્રણ રાજ્યો લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના કેટલાક વિસ્તારમાં આગામી 24 કલાકમાં હળવા વરસાદ અને ઉંચાઈવાળા વિસ્તારોમાં બરફવર્ષાનું અનુમાન છે. ઉત્તર ભારતમાં ઠંડી વધે છે ત્યારે એક સપ્તાહમાં તેની અસર ગુજરાતમાં થાય છે. આમ હવે ગુજરાતમાં પણ ઠંડી ચમકારો આવવાની શક્યતાઓ છે.
રાજ્યમાં આજ રાતથી લઘુતમ તાપમાન ગગડવાની શક્યતા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાતથી આગળ વધતા ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધશે. રાજ્યના મોટા ભાગના શહેરોમાં તાપમાન ૨૦ ડિગ્રીની નીચે રહેતા વહેલી પરોઢે ફૂલગુલાબી ઠંડીનો અહેસાસ થયો હતો.
હવામાન વિભાગ દ્વારા આવનારા ત્રણથી ચાર દિવસ ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી પડવાની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આ વખતે કાતિલ ઠંડી પડવાની શક્યતા છે.
રાજ્યમાં છેલ્લા ચાર દિવસ કમોસમી વરસાદ પડ્યો હતો. જેના કારણે ભરશિયાળે ચોમાસા જેવા મોહાલ સર્જાયો હતો. ઝરમર વરસાદથી રાજ્યમાં શ્રાવણ જેવું વાતાવરણ સર્જાયું હતું. જ્યારે ખેતરોમાં ઉભા પાક અને ઘાસચારાને નુકસાન થયું છે.
Solar Eclipse 2020: આજે સૂર્યગ્રહણમાં બની રહ્યો છે આ અશુભ યોગ, રહેજો સાવધાન, જાણો વિગતે
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
મનોરંજન
ગુજરાત
Advertisement