શોધખોળ કરો

Gujarat Weather: ગુજરાતમાં હજુ કેટલા દિવસ હાડ થીજવતી પડશે ઠંડી ? હવામાન વિભાગે શું કરી આગાહી

ઉતરી પવન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે હાલ ઠંડીમાં વધારો થયો છે. પવનને કારણે ઠંડીનો વધુ અહેસાસ થઈ રહ્યો છે. પવનની ગતિ 18 km પ્રતિ કલાકની છે.

  Gujarat Weather: રાજસ્થાનમાં કોલ્ડવેવની સ્થિતિથી ઉત્તર પૂર્વ તરફથી બર્ફીલા પવનો તીવ્ર ગતિએ ફુંકાતા અમદાવાદ સહિત રાજ્યભરમાં હાડ થીજવતી ઠંડીથી નાગરિકો ઠુંઠાવાયા હતા. બર્ફીલા પવનો ફુંકાતા જનજીવન પર વ્યાપક અસર પડી છે. મીની વાવાઝોડા જેવા ઠંડા પવનોને લીધે રાજ્યના તમામ શહેરોમાં ઠંડીનો પારો ગગડ્યો છે. આ દરમિયાન હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સૂકું વાતાવરણ રહેશે તેવી આગાહી કરી છે.

હાલ રાજ્યમાં કેમ પડી રહી છે કડકડતી ઠંડી

ઉતરી પવન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે હાલ ઠંડીમાં વધારો થયો છે. પવનને કારણે ઠંડીનો વધુ અહેસાસ થઈ રહ્યો છે. પવનની ગતિ 18 km પ્રતિ કલાકની છે. અમદાવાદમા સીઝનનું સૌથી ઓછું 10 ડિગ્રી તાપમાન નોંધાયું, તો નલિયામાં સૌથી ઓછા તાપમાન 2 ડિગ્રી સાથે કોલ્ડવેવ નોંધાયું. 24 કલાક બાદ 2 થી 3 ડિગ્રી તાપમાન વધશે અને ઠંડીમાં સામાન્ય ઘટાડો થશે. દક્ષિણ ગુજરાતમાં 2 ડિગ્રી તાપમાન વધી શકે છે.

ઠંડા પવનથી લોકો ઠુંઠવાયા

અતિશય ઠંડા પવન અને અસહ્ય ઠંડીને લીધે લોકો ઠુંઠવાયા હતા. રસ્તાઓ પર લોકોની અવરજવર ઘટી હતી. અને બજારો પણ સુમસાન થઈ ગયા હતા. દિવસ દરમિયાન લોકો શ્વેટરમાં લપેટાયેલા રહ્યા હતા.

રાજ્યના ચાર શહેરોમાં ઠંડીનો પારો 10 ડિગ્રીની નીચે નોંધાયો. 8.1 ડિગ્રી સાથે નલિયામાં સૌથી નીચુ તાપમાન જોવા મળ્યુ. જ્યારે વલ્લભવિદ્યાનગરમાં ઠંડીનું તાપમાન 9.4 ડિગ્રી પર પહોંચ્યુ.

પાટનગર ગાંધીનગરમાં ઠંડીનો પારો 10.5 ડિગ્રી પર પહોંચ્યો છે. જ્યારે ડીસામાં ઠંડીનું તાપમાન 10.6 ડિગ્રી પર પહોંચ્યુ. આ તરફ ભૂજ અને સુરેન્દ્રનગરમાં ઠંડીનો પારો 11.2 ડિગ્રી પર પહોંચ્યો. જ્યારે વડોદરામાં ઠંડીનો પારો 11.6 ડિગ્રી પર પહોંચ્યો. અમદાવાદમાં ઠંડીનો પારો 12.1 ડિગ્રી પર પહોંચ્યો હતો.

ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી

કાતિલ ઠંડીથી સમગ્ર ઉત્તર ભારત ઠંડીથી ઠુંઠવાયું છે. દિલ્લીમાં શિયાળાની સીઝનનું સૌથી નીચુ 4.4 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ. ભારે ધુમ્મસને લીધે વિઝિબિલિટી ઘટીને 200 મીટર પર આવી ગઈ હતી. ભારે ધુમ્મસને કારમે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે. જ્યારે 25થી વધુ ટ્રેનો મોડી ચાલી રહી છે. ઉત્તર ભારતના અન્ય રાજ્યોમાં પણ કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. દિલ્લી ઉપરાંત જમ્મુ-કાશ્મીર, રાજસ્થાન, હરિયાણા, ઉત્તર પ્રદેશ, બિહાર પણ કાતિલ ઠંડીથી ઠુંઠવાયા હતા. રાજસ્થાનના ચુરૂમાં તાપમાન શૂન્યથી નીચે એટલે કે 0.9 ડિગ્રી પર પહોંચી ગયું હતું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પૂજ્ય સંત શ્રી લાલબાપુનું અમદાવાદમાં સફળતાપૂર્વક ઓપરેશન પૂર્ણ
પૂજ્ય સંત શ્રી લાલબાપુનું અમદાવાદમાં સફળતાપૂર્વક ઓપરેશન પૂર્ણ
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ

વિડિઓઝ

Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન
ભાવનગર શહેરમાં ફરી મોતની સવારીનો વીડિયો, ઘેટા બકરાની જેમ દિવ્યાંગ વિદ્યાર્થીઓને રિક્ષામાં બેસાડ્યાનો વીડિયો વાયરલ
ઉત્તરાખંડના ચમોલીમાં ટનલ ધરાશાયી, સાત શ્રમિકના મોત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ 
Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ 
Embed widget