શોધખોળ કરો
Advertisement
રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર, આજથી ત્રણ દિવસ આ વિસ્તારોમાં વરસાદની આગાહીથી ખેડૂતોની વધી ચિંતા
15 થી 17 ઓક્ટોબર સુધી માછીમારોને દરિયો નહીં ખેડવા માટેની સૂચના આપવામાં આવી છે.
અમદાવાદઃ ગુજરાતમાં 15થી 17 ઓકટોબર દરમિયાન મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં સામાન્યથી હળવા વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જેમાં 16 અને 17 ઓકટોબર દરમિયાન સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર તથા દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થવાની શક્યતા છે.
17 ઓક્ટોબરના રોજ અમદાવાદમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. 15 થી 17 ઓક્ટોબર સુધી માછીમારોને દરિયો નહીં ખેડવા માટેની સૂચના આપવામાં આવી છે. સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં પહેલા ભારે વરસાદના કારણે તલ અન મગફળીના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે ત્યારે હવે વરસાદ કપાસના પાકને નુકસાન પહોંચાડી શકે તેમ છે. જેના કારણે ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં શેરડી, કેળના પાકને પણ વરસાદથી નુકસાન પહોંચી શકે છે.
રાજ્યમાં ફરી એક વખત વરસાદનો રાઉન્ડ આવી શકે છે. ભારે વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં 15થી 17 ઓક્ટોબર વચ્ચે ફરી એકવાર ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યમાં 16 અને 17 ઓક્ટોબરે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્રના અમરેલી,ભાવનગર ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે. આ વરસાદના કારણે ખેત પેદાશમાં જીવાતનો ઉપદ્રવ વધી શકે છે.
ગુજરાતમાં અત્યાર સુધી સિઝનનો 44.18 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે સિઝનનો 135 ટકા કરતા વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દેશ
ક્રિકેટ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion