(Source: ECI/ABP News/ABP Majha)
Gujarat Weather: રાજ્યમાં આજે પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી, આ જિલ્લામાં રેડ અલર્ટ
હવામાન વિભાગની આગાહી મુજબ આજે પણ ગુજરાતમાં મેઘ મહેર રહેશે. આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે.
Gujarat Weather:હવામાન વિભાગની આગાહી મુજબ આજે પણ ગુજરાતમાં મેઘ મહેર રહેશે. આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે.
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આજે પણ ભારેથી અતિભારે વરસાદનો હવામાન વિભાગનો અનુમાન છે. જૂનાગઢ, જામનગર, દ્વારકા, પોરબંદર, સુરત, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે. આજે પવનની ગતિ 30 કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની સાથે માછીમારોને હજુ ત્રણ દિવસ દરિયો ન ખડેવા માટે સૂચના આપવામાં આવી છે.
હવામાન વિભાગની માહિતી મુજબ હાલ ઓફ શ્યોર અને સાઈસર વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી રાજ્યમાં હજુ પાંચ દિવસ વરસાદી માહોલ રહેવાનો અનુમાન છે અને આવતીકાલથી ધીમે ધીમે વરસાદનું જોર ઘટશે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ પાંચ જુલાઈ સુધી રાજ્યમાં વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. અંબાલાલના મત મુજબ 6 જુલાઈથી વરસાદનો ફરી એક રાઉન્ડ થશે શરૂ.. તો વરાપ બાદ જ ખેડૂતોને વાવેતર કરવાની અંબાલાલ પટેલે સલાહ આપી છે, રાજ્યમાં ક્યાં જિલ્લામાં રેડ ઓરેન્જ અને યલો એલર્ટ અપાયું જાણીએ
આ વિસ્તારમાં રેડ એલર્ટ
- ડાંગ
- નવસારી
- વલસાડ
- અમરેલી
- જૂનાગઢ
- દમણ
- દાદરાનગર હવેલી
વરસાદ માટે અપાયું ઓરેન્જ એલર્ટ
- ભરૂચ
- સુરત
- તાપી
- ગીર સોમનાથ
- ભાવનગર
- દીવ
હવામાન વિભાગે આપ્યું યેલો એલર્ટ
- અમદાવાદ
- આણંદ
- વડોદરા
- નર્મદા
- રાજકોટ
- પોરબંદર
- દ્વારકા
- બોટાદ
ભારે વરસાદને પગલે અસરગ્રસ્ત વિસ્તારમાં પહોંચ્યા CM ભૂપેન્દ્ર પટેલ,નુકશાની અંગે મેળવી માહિતી
રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડ્યો છે. જેને લઈને અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. આ ઉપરાંત કેટલીક જગ્યાએ નુકસાનીના પણ સમાચાર છે. આવી સ્થિતિમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારે વરસાદને કારણે અસરગ્રસ્ત જામનગર શહેરના ગાંધીનગર વિસ્તારના વોર્ડ નં 2 ખાતે ખોડિયાર હોલ તથા આસપાસના વિસ્તારની મુલાકાત લઈ સમગ્ર સ્થિતિનો તાગ મેળવ્યો હતો.
મુખ્યમંત્રીએ આ અસરગ્રસ્ત વિસ્તારના સ્થાનિક રહેવાસીઓ સાથે વાતચીત કરી તેઓના ખબર અંતર પૂછ્યા હતા તેમજ વરસાદી પાણીથી થયેલ નુકસાન અને હાલની સ્થિતિ અંગેની વિગતો મેળવી હતી. તેમણે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા આ અસરગ્રસ્તો માટે કરવામાં આવેલી વ્યવસ્થાની પણ વિગતો મેળવી હતી.મુખ્યમંત્રી સાથે આ વેળાએ કૃષિમંત્રી રાઘવજી પટેલ,સાંસદ પૂનમ માડમ, ધારાસભ્ય રિવાબા જાડેજા, દિવ્યેશ અકબરી,કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર સહિતના અગ્રણીઓ જોડાયા હતા.
Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial