શોધખોળ કરો

Gujarat Weather: આગામી 24 કલાકમાં રાજ્યમાં ગાજવીજ સાથે પડશે વરસાદ, તાપમાનમાં થશે ઘટાડો

Unseasonal Rain: સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી છે. મધ્ય ગુજરાતમાં પણ વરસાદ પડી શકે છે.

Gujarat Weather Update:  ગુજરાતમાં આગામી 24 કલાકમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આવતીકાલથી વીજળી અને ભારે પવનમાં વરસાદ પડી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, ટ્રફ અને રાજસ્થાન પર સિસ્ટમ સક્રિય થવાથી વરસાદની આગાહી છે. ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે. મોટાભાગના જિલ્લાઓમાં 40 ડિગ્રીથી નીચે તાપમાન રહી શકે  છે.

સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી છે. મધ્ય ગુજરાતમાં પણ વરસાદ પડી શકે છે. કચ્છમાં ભારે પવન સાથે વરસાદની સંભાવના છે. અમદાવાદ, અરવલ્લી, બનાસકાંઠામાં વરસાદની આગાહી છે. દાહોદ, ગાંધીનગર, ખેડામાં વરસાદની આગાહી છે. અમરેલી, ભાવનગર, પાટણ, મહેસાણામાં પણ વરસાદની આગાહી છે.

મોડાસામાં છત પરના પતરા ઉડ્યા

ગીર ગઢડા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો. ગઢડા જાખિયા ભાખા થોરડી સહિત ગીર ના ગામોમાં વરસાદનું આગમન થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. અરવલ્લીના મોડાસા પંથકમાં ભારે પવન ફૂંકાયો હતો. દાવલી નજીક આવેલા નવા ગામમાં પવનની આડ અસર જોવા મળી હતી. ભારે પવનના કારણે મગનભાઈ પ્રજાપતિનાં રહેણાંક મકાનની છત પરના પતરા ઉડ્યા હતા. મકાનની છત ઉડી જતા ઘરમાલિકને મોટુ નુકસાન થયું છે.

બનાસકાંઠામાં પાકને નુકસાનની ભીતિ

બનાસકાંઠાના કાંકરેજ તાલુકામાં ભારે પવન અને ગાજવીજ સાથે ઝરમર વરસાદ પડ્યો. હવામાન વિભાગની આગાહીના પગલે વાતાવરણમાં પલટો આવ્યો. વહેલી સવારથી આકાશમાં કાળા ડીમાંગ વાદળો ઘેરાયા હતા. ભારે પવન ફુંકાયો અને ગાજવીજ સાથે ઝરમર વરસાદ પડતાં ખેડૂતોમાં ચિંતા વધી હતી. ખેડૂતોને બાજરી જુવાર, રજ્કો  સહિત પાકોમાં નુકશાન થવાની ભીતી છે. વરસાદના કારણે કાળઝાળ ગરમી અને બફારા બાદ ઠંડક પ્રસરી હતી.

બનાસકાંઠાના પાલનપુર અને જલોત્રા પંથકમાં ભારે પવન સાથે  વરસાદ વરસતા અનેક જગ્યાએ નુકસાન થયું છે. ભારે પવનના કારણે અનેક વીજ થાંભલા અને વૃક્ષો ધરાશાયી થયા. વીજ લાઈનો નીચે પડી જતા છેલ્લા 24 કલાકથી વધુ સમયથી વીજળી ગૂલ થઇ ગઇ હતી. જલોત્રાના GEB ના સબ સ્ટેશન ગામડાંના તમામ ખેતીવાડીના ફીડર બંધ થઇ ગયા હતા જેના પગલે  ખેતરોમાં  અંધારપટ છવાઇ ગયો હતો.

આ પણ વાંચોઃ

Coin Deposit Rule: બેંકમાં એક સાથે કેટલા સિક્કા કરાવી શકાય છે જમા, જાણો શું છે આરબીઆઈનો નિયમ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Porbandar: પોરબંદર એરપોર્ટ પર કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોના મોત 
Porbandar: પોરબંદર એરપોર્ટ પર કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોના મોત 
Weather Update : દિલ્હીમાં કોલ્ડવેવ વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી
Weather Update : દિલ્હીમાં કોલ્ડવેવ વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી
Gujarat Cold: કાતિલ ઠંડી માટે  તૈયાર રહો, હવામાન વિભાગે કરી કોલ્ડવેવની આગાહી
Gujarat Cold: કાતિલ ઠંડી માટે  તૈયાર રહો, હવામાન વિભાગે કરી કોલ્ડવેવની આગાહી
IND vs AUS: સિડની ટેસ્ટમાં ભારતની કારમી હાર,ઓસ્ટ્રેલીયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી કબજે કરી, WTCમાં પણ મારી એન્ટ્રી
IND vs AUS: સિડની ટેસ્ટમાં ભારતની કારમી હાર,ઓસ્ટ્રેલીયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી કબજે કરી, WTCમાં પણ મારી એન્ટ્રી
Advertisement
ABP Premium

વિડિઓઝ

IND vs AUS: સિડની ટેસ્ટમાં ભારતની કારમી હાર,ઓસ્ટ્રેલીયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી કબજે કરીBhavnagar: પાંચમા ધોરણમાં ભણતી બાળકીને બાઈક પર લઈ જઈ નરાધમોએ આચર્યું સામૂહિક દુષ્કર્મWeather Updates: દેશના 14 રાજ્યોમાં ગાઢ ધુમ્મસ, આટલા રાજ્યોમાં એલર્ટ| Watch VideoAhmedabad Coldwave: આ તારીખે પડશે હાડથીજવતી ઠંડી, પારો 10 ડિગ્રીથી જશે નીચે

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Porbandar: પોરબંદર એરપોર્ટ પર કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોના મોત 
Porbandar: પોરબંદર એરપોર્ટ પર કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોના મોત 
Weather Update : દિલ્હીમાં કોલ્ડવેવ વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી
Weather Update : દિલ્હીમાં કોલ્ડવેવ વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી
Gujarat Cold: કાતિલ ઠંડી માટે  તૈયાર રહો, હવામાન વિભાગે કરી કોલ્ડવેવની આગાહી
Gujarat Cold: કાતિલ ઠંડી માટે  તૈયાર રહો, હવામાન વિભાગે કરી કોલ્ડવેવની આગાહી
IND vs AUS: સિડની ટેસ્ટમાં ભારતની કારમી હાર,ઓસ્ટ્રેલીયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી કબજે કરી, WTCમાં પણ મારી એન્ટ્રી
IND vs AUS: સિડની ટેસ્ટમાં ભારતની કારમી હાર,ઓસ્ટ્રેલીયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી કબજે કરી, WTCમાં પણ મારી એન્ટ્રી
Blast in Balochistan:  પાકિસ્તાનમાં આત્મઘાતી બોંબ વિસ્ફોટ, બસના ઉડી ગયા ફુરચા, 8 સુરક્ષાકર્મીના મોત
Blast in Balochistan: પાકિસ્તાનમાં આત્મઘાતી બોંબ વિસ્ફોટ, બસના ઉડી ગયા ફુરચા, 8 સુરક્ષાકર્મીના મોત
Guidelines For hMPV: ચીનમાં HMPVના વધતા કહેરની વચ્ચે ભારત એલર્ટ મોડ પર; ગાઈડલાઈન જાહેર
Guidelines For hMPV: ચીનમાં HMPVના વધતા કહેરની વચ્ચે ભારત એલર્ટ મોડ પર; ગાઈડલાઈન જાહેર
40 વર્ષમાં પહેલીવાર Tataએ Marutiને પછાડી, WagonR ને પાછળ છોડી Tataની આ SUV બની નંબર 1
40 વર્ષમાં પહેલીવાર Tataએ Marutiને પછાડી, WagonR ને પાછળ છોડી Tataની આ SUV બની નંબર 1
IND vs AUS: સિડનીમાં ભારતની હારના આ 3 મોટા કારણો, જાણો ઓસ્ટ્રેલિયા સામે ક્યાં થઈ ભૂલ
IND vs AUS: સિડનીમાં ભારતની હારના આ 3 મોટા કારણો, જાણો ઓસ્ટ્રેલિયા સામે ક્યાં થઈ ભૂલ
Embed widget