શોધખોળ કરો

Gujarat Weather: રાજ્યમાં આ તારીખે પડશે વરસાદ, માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના

Gujarat Weather: 28 અને 29 તારીખે રાજ્યમાં વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્ર,ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

Gujarat Weather: રાજ્યમાં ગરમીથી શેકાતા લોકો માટે રાહતના સમાચાર છે. હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. જે મુજબ 28 અને 29 તારીખે રાજ્યમાં વરસાદ પડી શકે છે.
સૌરાષ્ટ્ર,ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સ્ટક્યુલેશન સક્રિય થતાં સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી, ભાવનગર, પોરબંદરમાં આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતના પાટણ,મેહસાણા, બનાસકાંઠા,સાબરકાંઠા તથા મધ્ય ગુજરાતના વડોદરા,આણંદ,ભરૂચમાં વરસાદની આગાહી કરવાં આવી છે. દરિયાકાંઠા વિસ્તારોમાં ભારે પવન ફુંકાવાની આગાહી છે, જેના કારણે માછીમારોને આગામી 3 દિવસ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી હતી કે આગામી 25થી 29 મેના રોજ કમોસમી વરસાદ વરસશે. અંબાલાલ પટેલે હળવાથી ભારે અને તોફાની વરસાદની આગાહી કરી હતી. અરબી સમૃદ્રમાં સર્જાયેલા હવાના દબાણના કારણે વરસાદ વરસશે. અંબાલાલ પટેલના મતે ભારે વીજળીના કડાકા સાથે કમોસમી વરસાદ થશે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયા કિનારાના કેટલાક ભાગમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગે કેરળમાં 5થી 15મી જૂન આસપાસ ચોમાસુ શરૂ થાય તેવી આગાહી કરવામાં આવી છે.

રાજ્યમાં ક્યારથી શરૂ થઈ શકે છે પ્રિમોન્સૂન એક્ટિવિટી

હવામાનના વિભાગના અનુમાન મુજબ રાજ્યમાં 8 જૂનથી પ્રિમોનસૂન એક્ટિવિટી શરૂ થઇ શકે છે. જેને લઇને રાજ્યભરમાં પ્રિમોન્સૂન પ્લાન મામલે પણ કામગીર થઇ રહી છે. ચોમાસામાં ભરાતા વરસાદી પાણીને લઈને સુરત મહાનગર પાલિકા આ વખતે સજાગ બની છે. આ મુદ્દે  કમિશનરની કડક સૂચના અપાઇ છે. કહ્યું જે પણ વિસ્તારમાં પાણી ભરાશે તેની જવાબદરી ઝોન અધિકારીની રહેશે. ચોમાસામાં પાણી ભરાશે તો  જે તે વિસ્તારના જવાબદાર અધિકારીનો  સામે  કાર્યવાહી કરવામાં આવશે. ઝોનના  અધિકારીએ વરસાદી જાળિયાની સફાઇ થઇ ગયાના પ્રમાણપત્રો મેળવવા પડશે. ઉલ્લેખનિય છે કે, કમિશનર શાલિની અગ્રવાલની અધ્યક્ષતામાં મળેલી મિટિંગમાં આ  નિર્ણય લેવાયો હતો.

ભારતીય હવામાન વિભાગે જણાવ્યું કે આજથી સમગ્ર ભારતમાં ગરમીનું મોજું સમાપ્ત થઈ ગયું છે. આઈએમડીના હવામાનશાસ્ત્રી આરકે જેનામાનીએ જણાવ્યું હતું કે "આજે સમગ્ર ભારતમાં ગરમીનું મોજું સમાપ્ત થઈ ગયું છે. આજથી તાપમાનમાં ઘટાડો થશે અને વાદળછાયું આકાશ રહેશે. અમે રાજસ્થાન, પંજાબ, દિલ્હી, ઉત્તર પ્રદેશ, હરિયાણા અને ચંદીગઢમાં કરા, વાવાઝોડાનું અવલોકન કર્યું છે. આર.કે.જેનમણીએ જણાવ્યું હતું કે આગામી 2-3 દિવસ પહાડી વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે અને પૂર્વ ભારતમાં પણ તોફાન આવવાની સંભાવના છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખૂટ્યું ખાતર?Hun To Bolish : હું તો બોલીશ : પોસ્ટમોર્ટમAmreli Farmer: અમરેલી જિલ્લામાં ખાતરની અછત! બગસરામાં 360 બેગ ખાતર માટે ખેડૂતોએ કરી પડાપડીRajkot News: જેતપુર યાર્ડમાં મગફળીથી છલકાયું, બજાર કરતા સારા ભાવથી ખેડૂતો ખુશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા
આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 
આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 
336 દિવસની વેલિડિટી સાથે BSNLનો પ્લાન,  કિંમત જાણી ચોંકી જશો
336 દિવસની વેલિડિટી સાથે BSNLનો પ્લાન, કિંમત જાણી ચોંકી જશો
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
Embed widget