Gujarat Weather: રાજ્યમાં વાવાઝોડાનો ખતરો, 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફુંકાઈ શકે છે પવન
રાજ્ય હવામાન વિભાગના અનુમાન મુજબ હાલ આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં વરસાદના કોઇ સંકેત નથી.આગામી પાંચ દિવસ સમગ્ર રાજ્યમાં વાતાવરણ સૂકૂ રહેશે,
Gujarat Weather: રાજ્ય હવામાન વિભાગના અનુમાન મુજબ હાલ આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં વરસાદના કોઇ સંકેત નથી.આગામી પાંચ દિવસ સમગ્ર રાજ્યમાં વાતાવરણ સૂકૂ રહેશે, રાજ્યમાં વિધિવત ચોમાસાના આગમને લઇને પણ હજુ રાહ જોવી પડશે. જો કે અરબ સાગરમાં 2 અને બંગાળની ખાડીમાં એક સાયક્લોનિક સિસ્ટમ બની રહી છે. આ સિસ્ટમ 5 જૂને આકાર પામશે જેથી રાજ્યમાં પવનની તેજ ગતિ જોવા મળશે, હવામાન વિભાગના અનુમાન મુજબ 5 જૂન બાદ રાજ્યમાં 30થી 40 કિલોમીટરની પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાઈ શકે છે.
Cyclone Alert: ગુજરાતમાં તોળાઇ રહેલા વાવાઝોડાના ખતરા વિશે અંબાલાલે શું કરી આગાહી
Cyclone Alert :હવામાન વિભાગની આગાહી મુજબ અરબ સાગર અને બંગાળની ખાડીમાં 8 અને 10 જૂનની વચ્ચે એક સાયક્લોનિક સિસ્ટમ બની રહી છે. હવામાન નિષ્ણાત મુજબ આ સિસ્ટમની અસર ગુજરાતના હવામાન પર પણ થઇ શકે છે. હવામાનના નિષ્ણાત અંબાલાલે પણ આવનાર વાવાઝોડાના ખતરા સંદર્ભે કેટલીક આગાહી કરી છે.
દેશ પર હાલ ત્રિપલ વાવાઝોડાનો ખતરો તોડાળ રહ્યો છે. અરબ સાગરમાં બે અને એક બંગાળની ખાડીમાં એક વાવાઝોડુ સક્રિય થઇ રહ્યું છે.6 જુનથી 9 જુન સુધી તે સક્રિય થઇ શકે છે. હવામાનના નિષ્ણાત મુજબ ગુજરાત પર બે વાવાઝોડાનો ખતરો દેખાઇ રહ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડાની અસરની શક્યતાનો અનુમાન છે ઉપરાંત સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં પણ તેની અસર જોવા મળે કેવો અનુમાન છે. વાવાઝોડાના કારણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદની શક્યતા જોવાઇ રહી છે.
વાવાઝોડોના ખતરા વિશે અંબાલાલ બે શું કરી આગાહી?
હવામાન નિષ્ણાત આંબાલાલે વાવાઝોડાની ગુજરાત પર અસરને લઇને આગાહી કરતા જણાવ્યું કે, 6 જૂનથી અરબ સાગરના મધ્યમ ભાગમાં સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થશે, જેના પગલે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં હવાનું દબાણ રહેવાની શક્યતા જોવાઇ રહી છે. સાયકલોનિક સિસ્ટમ સક્રિય થતાં 7 અને 8 જુને દરિયા પર તેની ખાસ અસર જોવા મળશે દરિયો તોફાની બનશે જો કે વાવાઝોડાને લઇને રાજ્યમાં કોઇ મોટા નુકાનનો અનુમાન નથી. જો કે ગુજરાતના દરિયાઇ વિસ્તારમાં 4 જુનથી 11 જૂન સુધી વાવાઝાડાની અસર રહેશે. જેના પગલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદ થઇ શકે છે..