શોધખોળ કરો
Advertisement
સૌરાષ્ટ્રના જાણીતા લોકગાયકનું અકસ્માતમાં મોત, પ્રોગ્રામ પતાવી સવારે ઘરે જતા હતા ને કાળ આંબી ગયો
ગાયક કલાકાર રમેશભાઇ નારણદાસ દૂધરેજિયા (ઉ.વ.42) ભાણવડ અને ધોરાજી ગામેથી પ્રોગ્રામ પૂરો કરી કાર લઇ પોતાના ગામ મીઠાપુર જતા હતા. વહેલી સવારે દ્વારકા ખંભાળિયા હાઇવે ચરકલા રોડ પર પહોચતાં ત્યાં હાઇવે ટચ આવેલ એક વડલાના ઝાડ સાથે કાર જોરદાર અથડાઈ હતી.
દ્વારકાઃ દ્વારકા પાસે થયેલા અકસ્માતમાં લોકગાયક રમેશ દૂધરેજીયાનું મૃત્યુ થતાં શોકની લાગણી ફરી વળી છે. દ્વારકા ખંભાળિયા હાઇવે પાસેના ચરકલા હાઇવે રોડ પર વહેલી સવારે કાર વડના ઝાડ સાથે અથડાતા દ્વારકા તાલુકાના મિઠાપુર ગામે રહેતા આ લોકગાયક કલાકારનું મુત્યુ નિપજ્યુ હતું.
આ ઘટનાની વિગત અનુસાર દ્વારકા તાલુકાના મિઠાપુર ગામે રહેતા ગાયક કલાકાર રમેશભાઇ નારણદાસ દૂધરેજિયા (ઉ.વ.42) ભાણવડ અને ધોરાજી ગામેથી પ્રોગ્રામ પૂરો કરી કાર લઇ પોતાના ગામ મીઠાપુર જતા હતા. વહેલી સવારે દ્વારકા ખંભાળિયા હાઇવે ચરકલા રોડ પર પહોચતાં ત્યાં હાઇવે ટચ આવેલ એક વડલાના ઝાડ સાથે કાર જોરદાર અથડાઈ હતી. આ અકસ્માતમાં ગંભીર કીતે ઘાયલ રમેશભાઇ લોહી લુહાણ હાલતમાં પડ્યા હતા ત્યારે ત્યાંથી પસાર થતા વાહન ચાલકોએ દ્વારકામાં 108 નંબર ફોન કરતાં એમ્બ્યુલન્સ તરત ઘટના સ્થળે પહોચી હતી.
રમેશ દૂધરેજીયાને ગંભીર ઇજાઓ થઈ હોવાથી 108ની એમ્બ્યુલન્સમાં પહેલાં સારવાર શૂ કરી હતી પણ આજાઓ ગંભીર હોવાથી દ્વારકા સરકારી હોસ્પીટલે લઈ જતા હતા ત્યારે રસ્તામાં જ જ રમેશભાઇનું રસ્તામાં મોત થયુ હતું. અકસ્માતની જાણ થતા દ્વારકા પોલીસે ઘટના સ્થળે દોડી જઇ તપાસ આરંભી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
દેશ
અમદાવાદ
Advertisement