શોધખોળ કરો
Advertisement
કોરોના વાયરસને લઈને ગુજરાતમાં અહીં એડવાઈઝરી જાહેર કરી, જાણો શું ધ્યાન રાખવું?
કોરોના વાયરસના લક્ષણો વિષે આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે, ભારે તાવ, કફ, શરદી, શ્વાસ લેવામાં તકલીફ જેવા એક્યુટ રેસ્પિરેટરી ઈન્ફેક્શન જેવા લક્ષણો જોવા મળે તો તાત્કાલિક કચેરીને જાણ કરવી
મોરબી: હાલ સમગ્ર ચીનમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે અને સમગ્ર વિશ્વમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે ત્યારે મોરબીના ઉદ્યોગપતિઓ પણ ચીન મુસાફરી કરતા હોય છે જેને કોરોના વાયરસ અંગે સાવચેતીના પગલા લેવા જણાવ્યું છે. મોરબી મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી દ્વારા મોરબી સિરામિક એસોસીએશન માટે એડવાઈઝરી પણ જાહેર કરવામાં આવી છે.
ચાઈનામાં શ્વાસોશ્વાસને લગતાં કોરોના વાયરસ જે ન્યુમોનિયા જેવી ગંભીર બીમારી ફેલાવે છે અને સમયસર સારવાર ના મળે તો મૃત્યુ થાય છે. તેવા નોવેલ કોરોના વાયરસ 2019નો રોગ ખાસ કરીને ચીનના વુહાન પ્રદેશમાં ફેલાયેલો છે. મોરબીમાંથી વેપાર અર્થે અનેક વેપારીઓ ચીનની મુલાકાતે જતાં હોય છે જેથી છેલ્લા 14 દિવસમાં ચીનની મુલાકાત લઈ મોરબી પરત આવેલા હોય જેમાં કોરોના વાયરસના કોઈ લક્ષણો દેખાય તો મોરબી આરોગ્ય કચેરીને જાણ કરવા જણાવ્યું હતું.
કોરોના વાયરસના લક્ષણો વિષે આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે, ભારે તાવ, કફ, શરદી, શ્વાસ લેવામાં તકલીફ જેવા એક્યુટ રેસ્પિરેટરી ઈન્ફેક્શન જેવા લક્ષણો જોવા મળે તો તાત્કાલિક કચેરીને જાણ કરવી. વાઈરસનો ચેપ હવાના માધ્યમ દ્વારા એક મનુષ્યથી બીજા મનુષ્યને ફેલાતો હોવાથી દર્દીઓને ભીડભાડ જગ્યાએ જવાનું ટાળવું જોઈએ અને શરદી ઉધરસ કે છીંક ખાતી વખતે મોં આગળ રૂમાલ રાખવો જોઈએ. તેમજ શક્ય એટલો અન્ય લોકો સાથે માનવ સંપર્ક ટાળવો જોઈએ.
તેમજ સમયાંતરે એન્ટીસેફ્ટીક સોલ્યુશન દ્વારા હાથ ધોવા અને ઈંડા તેમજ માંસને બરાબર રાંધીને ખાવું હિતાવહ છે તેમ જણાવ્યું હતું. આ મામલે સિરામિક ઉદ્યોગપતિએ જણાવ્યું હતું કે, ચીનની મુલાકાતેથી તાજેતરમાં પરત ફરેલા ઉદ્યોગપતિઓ માટે એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે ત્યારે ઉદ્યોગપતિઓ પણ સાવચેતી દાખવે તેવી અપીલ કરવામાં આવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દુનિયા
દેશ
ક્રિકેટ
Advertisement