શોધખોળ કરો

Heart attack: કોઇ મોબાઇલમાં વાત કરતા કરતા તો કોઇ ઉંઘમાં જ બન્યા હાર્ટ અટેકનો ભોગ, જાણો રાજ્યમાં છેલ્લા અઠવાડિયામાં કેટલા થયા મોત?

રાજ્યમાં છેલ્લા થોડા દિવસોથી યુવાનોમાં હાર્ટએટેકથી મોતના કિસ્સા વધી રહ્યા છે

ગાંધીનગરઃ રાજ્યમાં છેલ્લા થોડા દિવસોથી યુવાનોમાં હાર્ટએટેકથી મોતના કિસ્સા વધી રહ્યા છે. છેલ્લા 15 દિવસમાં રાજ્યમાં હાર્ટ અટેકના કારણે 20થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો હતો. સુરત, રાજકોટ અને અમદાવાદ જેવા શહેરોમાં પણ યુવાઓનું હાર્ટ અટેકના કારણે મોત થયાની ઘટનાઓ વધી છે.

ગઇકાલે પંચમહાલના ગોધરાના 26 વર્ષીય યુવકનું હાર્ટઅટેકથી મોત થયું હતું.  તોફિક સાદિક મિયા મલેક તિજોરીવાલા નામના યુવકને છાતીમાં દુખાવો ઉપડતાં ખાનગી હોસ્પિટલ સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો જ્યાં તબીબે મૃત જાહેર કર્યો હતો.

સુરત શહેરમાં પાંડેસરા વિસ્તારમા 35 વર્ષીય યુવાનનું ફોન પર વાતો કરતાં કરતાં હાર્ટ એટેકથી મોત થયુ હતું. મૃતક યુવાન સિક્યૂરિટી ગાર્ડ તરીકે નોકરી કરીને પોતાના ઘરનું ગુજરાન ચલાવતો હતો. 35 વર્ષીય મૃતકનુ નામ પવન ગંગાવિષ્ણું ઠાકુર હતુ અને તે મૂળ બિહારનો વતની હતો, સુરતમાં હાલ તે પાંડેસરા વિસ્તારમાં આવેલા ગણેશનગરમાં પોતાના પરિવાર સાથે રહેતો હતો. પવન ફોન પર વાત કરતાં હતો તે સમયે અચાનક તે બેભાન થઇ ગયો હતો. જેથી કંપનીના માણસોએ પવનને કારમાં સારવાર માટે નવી સિવિલ હૉસ્પિટલ ખાતે લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે પવનને મૃત જાહેર કર્યો હતો.

ગઇકાલે બનાસકાંઠામાં કાંકરેજના અરણીવાડાના 40 વર્ષીય નટવરભાઈએ હાર્ટ અટેકના કારણે જીવ ગુમાવ્યો હતો. નટવરભાઈના મોતથી ત્રણ સંતાને પિતાની છત્રછાયા ગુમાવી હતી. 30 ઓક્ટોબરના રોજ 29 વર્ષીય કરણ પવારનું હાર્ટ અટેકથી મોત થયું હતું. કરણ પવાર સ્કૂલ વાન ચલાવતો હતો. કારેલીબાગના અશોક વાટીકામાં રહેતા કરણને ગત શનિવારે છાતીમા દુઃખાવો ઉપડતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે એસ.એસ.જી.હોસ્પિટલ પહોંચતા મોત થયુ હતું. 

પાટણમાં પણ હાર્ટ અટેકના કારણે એકનું મોત થયું હતું. ચાણસ્માના રણાસણ ગામના મહિલા સરપંચના પતિનું હાર્ટ અટેકના કારણે મોત થયું હતું. 58 વર્ષીય કાનજીભાઇ પરમાર સિદ્ધપુર ખાતે તેમની દીકરીને ત્યાં ગયા હતા ત્યારે આ ઘટના બની હતી.

બીજી સુરતના અમરોલીમાં 23 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત થતા પરિવામાં માતમ છવાઈ ગયો હતો. સાહિલ રાઠોડને ઊંઘમાં જ હાર્ટ એટેક આવતા મોત થયું હતું. પાંડેસરામાં 38 વર્ષીય વ્યક્તિનું હાર્ટ એટેકથી નિધન થયું હતું. સંજય સહાનીને ઊંઘમાં જ હાર્ટ એટેક આવતા મોત થયું હતું. સંજયને કોઈ પણ પ્રકારની ગંભીર બીમારી ન હતી. રાત્રે જમ્યા બાદ ઊંઘમાં જ અચાનક છાતીમાં દુઃખાવો થયો હતો, જે બાદ સંજયને સારવાર અર્થ હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જ્યાં ફરજ પરતના તબીબોએ મૃત જાહેર કર્યો હતો.

 ભાવનગર શહેરમાં હાર્ટ અટેકના કારણે વધુ બે લોકોના મોત થયા હતા.  જગદીશભાઈ જાદવ (ઉં.વ 40) અને લક્ષ્મણદાસ આસવાણી (ઉં.વ.58) નું હાર્ટ અટેક આવવાના કારણે મોત થયું છે. લક્ષ્મણદાસ નામના વ્યક્તિ રાત્રે ઉંઘી ગયા બાદ સવારે ઉઠ્યા જ નહોતા, જેમને હોસ્પિટલ ખસેડવામાં આવતા તબીબે હાર્ટ અટેકના કારણે મોત થયું હોવાનું જાહેર કર્યું હતું.

સુરતના વરાછામાં રહેતા મહેશ ખાંભર નામના 43 વર્ષીય યુવકનું હાર્ટએટેકથી મોત થયું છે. કન્ટ્રક્શન લાઈનમાં સુપરવાઈઝર તરીકે કામ કરતા યુવકને અગાઉ પણ હાર્ટ અટેક આવ્યો હતો.

રાજ્યમાં છેલ્લા એક વર્ષમાં હાર્ટ અટેકના કેસમાં 28 ટકાનો વધારો થયો છે.વર્ષ 2022ની સરખામણીમાં અમદાવાદમાં 30 ટકા હાર્ટ અટેકના કિસ્સામાં વધારો થયો છે. વધતા જતા કેસને લઈ સરકારે તપાસ કરવી જોઈએ તેવી અમદાવાદ મેડિકલ એસોસિએશને માંગ કરી હતી. થોડા દિવસ પહેલા નવરાત્રિ સમયે અંદાજે 24 લોકોએ હાર્ટ અટેકના કારણે જીવ ગુમાવ્યો હતો. અમદાવાદની યુએન મહેતા ઈન્સ્ટિટ્યુટ ઓફ કાર્ડિયોલોજીમાં વર્ષ 2021માં દરરોજ સરેરાશ 712, 2022માં 871 હાર્ટની બીમારીના કેસ નોંધાયા હતા. જેની તુલનામાં વર્ષ 2023માં દરોજના સરેરાશ 950થી વધુ હાર્ટની બિમારીના કેસ નોંધાયા છે.

દરમિયાન કેન્દ્રીય  સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું હતું કે જે લોકો ગંભીર રીતે કોરોનાથી પીડિત થયા હતા તેઓએ થોડાક સમય માટે આકરી મહેનત કે કપરી કસરતો કરવાનું બંધ કરી દેવું જોઈએ. કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રીએ ICMRની એક રિસર્ચને ટાંકીને આ વાત કરી હતી. ICMRએ રિસર્ચમાં નોંધ્યું છે કે જે લોકો કોરોનાથી ગંભીર રીતે પીડિત હતા તેઓએ થોડાક સમય માટે આકરી મહેનત કરવાનું પડતું મુકવું જોઈએ. તેમણે એક કે બે વર્ષ માટે કસરત કે જિમથી બ્રેક લેવો જોઈએ.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Prayagraj: પ્રયાગરાજ સંગમ સ્ટેશન બંધ, મહાકુંભમાં જતા અગાઉ જાણો લેટેસ્ટ અપડેટ
Prayagraj: પ્રયાગરાજ સંગમ સ્ટેશન બંધ, મહાકુંભમાં જતા અગાઉ જાણો લેટેસ્ટ અપડેટ
'વર્કપ્લેસ પર સીનિયરનો ઠપકો ક્રિમિનલ એક્ટ નહીં...', સુપ્રીમ કોર્ટે ફગાવી કર્મચારીની અરજી
'વર્કપ્લેસ પર સીનિયરનો ઠપકો ક્રિમિનલ એક્ટ નહીં...', સુપ્રીમ કોર્ટે ફગાવી કર્મચારીની અરજી
દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
Maha Kumbh Bus Accident:મહાકુંભથી પરત ફરી રહેલી કારની બસ સાથે જબરદસ્ત ટક્કર, 3નાં ઘટનાસ્થળે મૃત્યુ
Maha Kumbh Bus Accident:મહાકુંભથી પરત ફરી રહેલી કારની બસ સાથે જબરદસ્ત ટક્કર, 3નાં ઘટનાસ્થળે મૃત્યુ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Indian Deported From US : અમેરિકાથી ડિપોર્ટ થયેલા 8 ગુજરાતી અમદાવાદ એરપોર્ટ પર પહોંચતા શું થયું?Hun To Bolish : હું તો બોલીશ : પ્રદૂષણનું પાપી 'પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ'?Hun To Bolish : હું તો બોલીશ : ધર્મના નામે વિવાદો કેમ?Bharuch News: ભરૂચના અંકલેશ્વરમાં કેમિકલ માફિયાઓની કરતૂત, બાકરોલ ગામ પાસેની કેનાલમાં કેમિકલ ઠાલવી ફરાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Prayagraj: પ્રયાગરાજ સંગમ સ્ટેશન બંધ, મહાકુંભમાં જતા અગાઉ જાણો લેટેસ્ટ અપડેટ
Prayagraj: પ્રયાગરાજ સંગમ સ્ટેશન બંધ, મહાકુંભમાં જતા અગાઉ જાણો લેટેસ્ટ અપડેટ
'વર્કપ્લેસ પર સીનિયરનો ઠપકો ક્રિમિનલ એક્ટ નહીં...', સુપ્રીમ કોર્ટે ફગાવી કર્મચારીની અરજી
'વર્કપ્લેસ પર સીનિયરનો ઠપકો ક્રિમિનલ એક્ટ નહીં...', સુપ્રીમ કોર્ટે ફગાવી કર્મચારીની અરજી
દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
Maha Kumbh Bus Accident:મહાકુંભથી પરત ફરી રહેલી કારની બસ સાથે જબરદસ્ત ટક્કર, 3નાં ઘટનાસ્થળે મૃત્યુ
Maha Kumbh Bus Accident:મહાકુંભથી પરત ફરી રહેલી કારની બસ સાથે જબરદસ્ત ટક્કર, 3નાં ઘટનાસ્થળે મૃત્યુ
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
રાતના અંધારામાં આ દેશના બોર્ડર એરિયામાં પાકિસ્તાનની એર સ્ટ્રાઇક, સાત બાળકોના મોત
રાતના અંધારામાં આ દેશના બોર્ડર એરિયામાં પાકિસ્તાનની એર સ્ટ્રાઇક, સાત બાળકોના મોત
Lenskart IPO News: આ ફેમસ આઇવેયર કંપનીનો આવી રહ્યો છે આઇપીઓ, જાણો ક્યારે થઇ શકે છે લિસ્ટિંગ
Lenskart IPO News: આ ફેમસ આઇવેયર કંપનીનો આવી રહ્યો છે આઇપીઓ, જાણો ક્યારે થઇ શકે છે લિસ્ટિંગ
આ વિટામીન સપ્લીમેન્ટના કારણે થઇ શકે છે કેન્સર, જાણો કેવી રીતે વધી રહ્યો છે ખતરો?
આ વિટામીન સપ્લીમેન્ટના કારણે થઇ શકે છે કેન્સર, જાણો કેવી રીતે વધી રહ્યો છે ખતરો?
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.