Heart Attack: એસીબીના દરોડા દરમિયાન નિવૃત્ત કર્મચારીનું હાર્ટ એટેકથી મોત, નિવૃત કર્મચારી પર 2017માં લાગ્યા હતા ભ્રષ્ટચારના આરોપ
રાજ્યમાં વધુ હાર્ટ એટેકનો કિસ્સો સામે આવ્યા છે, પંચમહાલમાં ACBની તપાસ કાર્યવાહી દરમિયાન નિવૃત્ત કર્મચારીને હાર્ટ એટેક આવ્યો છે
Panchmahal Heart Attack News: રાજ્યમાં વધુ હાર્ટ એટેકનો કિસ્સો સામે આવ્યા છે, પંચમહાલમાં ACBની તપાસ કાર્યવાહી દરમિયાન નિવૃત્ત કર્મચારીને હાર્ટ એટેક આવ્યો છે, ખરેખરમાં, ACBની ટીમ જ્યારે સિંચાઇ નિગમના નિવૃત્ત કર્મચારીના ઘરે તપાસ કરી રહી હતી, તે સમયે સિંચાઇના નિવૃત કર્મચારીને હાર્ટ એટેક આવ્યો હતો, બાદમાં તેને મૃત જાહેર કરાયો હતો. નિવૃત કર્મચારી પર 2017માં ધરમપુર અને કપરાડામાં ફરજ દરમિયાન ભ્રષ્ટાચારના આરોપો લાગ્યા હતા.
જિલ્લામાં આજે વધુ એક હાર્ટ એટેકથી મોતની ઘટના ઘટી છે. અહીં ACBની ટીમ જ્યારે સિંચાઇ નિગમના નિવૃત્ત કર્મચારીના ઘરે તપાસ કરી રહી હતી, તે દરમિયાન નિવૃત કર્મચારીનું હૃદય રોગ હુમલાને કારણે મોત થઇ ગયુ હતુ. યુસુફ અબ્દુલ રહીમ ભીખા નામના નિવૃત્ત કર્મચારીના ઘરે વલસાડ ACB ટીમ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયુ હતુ, હાર્ટ એટેક આવ્યા બાદ વેજલપુર પોલીસ મથકે લઇ જવામા આવ્યા હતા, જ્યાં હાર્ટ એટેક આવતાં 108 દ્રારા ગોધરા સિવિલ હૉસ્પિટલ ખસેડાયા હતા જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. વલસાડ ધરમપુર ખાતે. નાની સિંચાઈ નિગમ ફરજ બજાવી વય નિવૃત થયા હતા. ખાસ વાત છે કે, વર્ષ 2017મા ધરમપૂર અને કપરાડા ફરજ દરમિયાન યુસુફ અબ્દુલ રહીમ ભાખા નામના આ કર્મચારી પર ભ્રષ્ટાચારના આરોપો લાગ્યા હતા અને આ મામલે ACB વલસાડ ખાતે ફરીયાદ દાખલ કરવામાં આવી હતી. આજે આ ઘટના બાદ તરત જ ગોધરા DYSP સહિત પોલીસ ટીમ સિવિલ હૉસ્પિટલ ખાતે પહોંચી હતી.
હાર્ટ અટેકે વધુ એક યુવકનો લીધો ભોગ
હાર્ટ અટેકે વધુ એક આશાસ્પદ યુવકનો જીવ લીધો છે. પૂર્વ રાજ્યમંત્રી તારાચંદ છેડાના પુત્રનું હાર્ટ અટેકના કારણે નિધન થયુ છે. પૂર્વ રાજ્યમંત્રી તારાચંદ છેડાના પુત્ર જયેશ છેડાને એટેક આવતા અચાનક નિધનથી પર સ્તબ્ધ થઇ ગયો છે. ગઇ કાલે બપોરે છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ તેમને હાર્ટ અટેક આવતા તેમનું નિધન થ.યું હતું.તેઓ હંમેશા સામાજિક અગ્રણી અને લોકોના સેવામાં હમેશા તત્પર રહેતા, સમાજમાં તેમની સારી લોકચાહના હોવાથી સમગ્ર પરિવાર સહિત તેમના પંથકમાં માહોલ શોકમગ્ન છે.
જંબુસરમાં વધુ એક આશાસ્પદ યુવકનો હાર્ટ અટેકે લીધો ભોગ
રાજ્યમાં સતત વધી રહેલા હાર્ટ અટેક અને તેનાથી થતાં મોતના કિસ્સા ચિંતા વધારી છે. આજે વધુ એક આશાસ્પદ યુવક હાર્ટ અટેકની ભેટ ચઢી ગયો. જંબુસરના 28 વર્ષિય યુવક શાહરૂખ અબ્બાસખા પઠાણનું હાર્ટ અટેકથી નિધન થયું છે. શાહરૂખને છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ હાર્ટ અટેક આવી જતાં શાહરૂખને ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો. શાહરૂખના નિધનથી પરિવારમાં શોકમગ્ન છે. અચાનક નિધનથી સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાઇ ગયો છે. યુવક તલાવપુરા વિસ્તારમાં રહેતો હતો.
મુંબઇથી સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરવા આવેલા 37 વર્ષિય યુવકનું હાર્ટ અટેકથી મોત
રાજ્યમાં નાની વયે હાર્ટ અટેકના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે.રાજકોટ સુરત બાદ આજે નર્મદામાં 37 વર્ષિય યુવકનું હાર્ટ અટેકથી મોત થયું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવેલાં મુંબઈના 37 વર્ષિય યુવકનું હાર્ટ એટેકના કારણે મૃત્યુ થયું છે. મુંબઈથી 37 વર્ષિય કેવલ મનસુખલાલ હરીયા એકતાનગર ખાતે એસ.ઓ.યુ ફરવા માટે આવ્યા હતા. તેઓ ખડગદા ગામે વૃંદાવન હોમસ્ટે ખાતે રોકાયેલ હતા. આ તે દરમિયાન કેવલને છાતીમાં દુખાવો થતા તેના મિત્રો એકતાનગર ખાનગી દવાખાને સારવાર કરવા માટે લઈ ગયા હતા જો કે ડોક્ટરે પ્રાથમિક સારવાર કરી વધુ સારવાર માટે ગરૂડેશ્વર સરકારી હોસ્પીટલ ખાતે રીફર કરવાની સલાહ આપી હતી. જો કે ત્યાં પહોંચતાં જ ગરુડેશ્વર સરકારી હોસ્પિટલ ખાતે ફરજ પરના ડોક્ટરે કેવલ મનસુખલાલ હરીયાને મૃત જાહેર કર્યો હતા. કેવલના આટલી નાની વયે અચાનક નિધનથી પરિવારના સભ્યો સ્તબ્ધ છે.