શોધખોળ કરો

અમદાવાદ, વડોદરા, અમરેલી, રાજકોટ સહિત રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદ

હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યમાં અષાઢી બીજના દિવસે અનેક શહેરોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. અમદાવાદ, વડોદરા, અમરેલી, રાજકોટ સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે.

હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યમાં અષાઢી બીજના દિવસે અનેક શહેરોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. અમદાવાદ, વડોદરા, અમરેલી, રાજકોટ સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. રાજકોટના ગોંડલ શહેરમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે.  એક કલાકમાં 2.5 ઈંચ વરસાદ વરસ્યો છે. ભારે વરસાદથી શહેરના મુખ્ય માર્ગો પર પાણી ભરાયા છે.  ધરતીપુત્રો ખુશખુશાલ છે.  શહેરના નીચાણવાળા વિસ્તારમાં  પાણી ભરાયા છે. રાજકોટ શહેરમાં ધોધમાર વરસાદ પડ્યો છે.  ભારે વરસાદથી શહેરના મુખ્ય માર્ગો પાણી-પાણી થયા હતા.  ભારે વરસાદના કારણે શહેરના યાજ્ઞિક રોડ પર  પાણી ભરાયા હતા.  ગોંડલ રોડ પર પણ અનેક જગ્યાએ પાણી ભરાયા હતા.

મધ્ય ગુજરાતમાં બારે મેઘ ખાંગા થયા

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી વચ્ચે મધ્ય ગુજરાતમાં બારે મેઘ ખાંગા થયા છે.  ગુરૂવારની રાત્રીથી વરસાદ શરૂ થયો છે.  બોરસદમાં ગાજવીજ અને તોફાની પવન સાથે માત્ર ચારથી પાંચ કલાકમાં 11 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે.  જ્યારે આંકલાવમાં ત્રણ ઈંચ, આણંદ શહેરમાં એક ઈંચ, ખંભાત એક ઈંચ, તારાપુર અને પેટલાદમાં દોઢ ઈંચ, સોજીત્રામાં અઢી ઈંચ તો ઉમરેઠમાં એક ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. 

બોરસદમાં ચારથી પાંચ કલાકમાં 11 ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. મેઘમહેર થતાં અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં. આ પાણીના નિકાલ માટે પાલિકાની ટીમે રાત્રે જ ઓપરેશન હાથ ધરી દીધું હતું. દબાણો દૂર કરવા ઉપરાંત સાફ ન થયેલા કાંસનું તાત્કાલિક સફાઇ કરવાનું શરૂ કર્યું હતું. બોરસદ શહેરમાં ચારે તરફ પાણી- પાણી થતા શહેરમાં બહાર નીકળવું કે અંદર જવું મુશ્કેલ બન્યું હતું. ચારે તરફ જળબંબાકારની સ્થિતિ સર્જાતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.  એક સાથે સાંબેલાધાર વરસાદ વરસતા બોરસદનું વન તળાવ છલકાયું હતું.  તળાવ ઓવરફ્લો થતા અનેક વિસ્તારમાં તળાવના પાણી ઘૂસી ગયા હતા.  અનેક વિસ્તારમાં મકાનો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. પ્રશાસને સલામતીના ભાગરૂપે 300થી વધુ લોકોનું સ્થળાંતર કર્યું છે. ભારે વરસાદમાં 11 પશુ અને એક વ્યકિતનું મૃત્યુ થયાની માહિતી મળી છે. 

ઓલપાડમાં ધોધમાર વરસાદ

સુરત જિલ્લામાં વહેલી સવારથી વરસાદ પડી રહ્યો છે.  જેના કારણે મુખ્ય બજારમાં પાણી ભરાવાની શરૂઆત થઈ છે.  વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કામરેજ તાલુકામાં ધોધમાર વરસાદ પડયો છે. 24 કલાકમાં 8 ઇંચ વરસાદ નોંધાયો છે. નેશનલ હાઇવેના સર્વિસ રોડ પર પાણી  ભરાયા છે. જેથી ગઈકાલથી વાહનની અવરજવર માટે રોડ બંધ કરાયો છે. સુરત જિલ્લામાં ગઈકાલથી વરસતા ભારે વરસાદને લઈ નદી નાળા છલકાયા છે. માંડવીના મુઝલાવથી બોધાનને જોડતો વાવીયા ખાડીનો પુલ પાણીમાં ગરકાવ થયો છે.  દર વર્ષે થોડા વરસાદમાં જ આ પુલિયુ પાણીમાં ગરકાવ  થઈ જાય છે. આ અંગે ગ્રામજનો અનેકવાર રજુઆત કરી ચુક્યા છે. પરંતુ કોઈ નિરાકરણ આવ્યું નથી.

ટોપ સ્ટોરી

Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Gujarat Rain: રાજ્યમાં એક સપ્તાહ સુધી સામાન્ય વરસાદની આગાહી, એકસાથે ચાર વરસાદી સિસ્ટમ થઇ સક્રિય
Gujarat Rain: રાજ્યમાં એક સપ્તાહ સુધી સામાન્ય વરસાદની આગાહી, એકસાથે ચાર વરસાદી સિસ્ટમ થઇ સક્રિય
Banaskantha: બાદરગઢ ગામમાં સરપંચે લગાવ્યો નાસ્તાના પડીકા પર પ્રતિબંધ, ઉલ્લંઘન કરનારને 1 હજારનો દંડ
Banaskantha: બાદરગઢ ગામમાં સરપંચે લગાવ્યો નાસ્તાના પડીકા પર પ્રતિબંધ, ઉલ્લંઘન કરનારને 1 હજારનો દંડ
સાબરકાંઠામાં બાળ તસ્કરી કેસમાં વધુ બે આરોપીની ધરપકડ, પૂછપરછમાં થયા ચૌંકાવનારા ખુલાસા
સાબરકાંઠામાં બાળ તસ્કરી કેસમાં વધુ બે આરોપીની ધરપકડ, પૂછપરછમાં થયા ચૌંકાવનારા ખુલાસા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર કે ગુંડો ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
2 સપ્ટેમ્બરે ગુરુ નક્ષત્રમાં મંગળ ગોચર, આ 3 રાશિઓને પ્રોપર્ટી-બિઝનેસ-કરિયરમાં મોટા લાભના યોગ 
2 સપ્ટેમ્બરે ગુરુ નક્ષત્રમાં મંગળ ગોચર, આ 3 રાશિઓને પ્રોપર્ટી-બિઝનેસ-કરિયરમાં મોટા લાભના યોગ 
T20I માં રોહિત શર્મા-અભિષેક આ ખાસ ક્લબમાં, તમને ચોંકાવી દેશે આ રેકોર્ડ 
T20I માં રોહિત શર્મા-અભિષેક આ ખાસ ક્લબમાં, તમને ચોંકાવી દેશે આ રેકોર્ડ 
7 કરોડનું ફંડ બનાવવા માટે કેટલી SIP કરવી પડે? સમજો 15 વર્ષનું ગણિત 
7 કરોડનું ફંડ બનાવવા માટે કેટલી SIP કરવી પડે? સમજો 15 વર્ષનું ગણિત 
Embed widget